૪ યાકૂબે તેઓને આજ્ઞા આપી: “તમે મારા માલિક એસાવને આમ કહેજો, ‘તમારો સેવક યાકૂબ કહે છે: “હું લાંબો સમય લાબાન સાથે રહ્યો હતો.+ ૫ મારી પાસે પુષ્કળ બળદ, ગધેડાં, ઘેટાં અને દાસ-દાસીઓ છે.+ મારા માલિક, હું તમને મળવા આવી રહ્યો છું. આ ખબર હું એટલા માટે મોકલું છું, જેથી તમારી નજરમાં હું કૃપા પામું.”’”