૧૦ “‘જો તે પોતાનાં ઘેટાં-બકરાંમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે,+ તો એ ખોડખાંપણ વગરનો ઘેટો અથવા બકરો હોય.+૧૧ એને વેદીની ઉત્તર તરફ યહોવા આગળ કાપવો. પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.+
૩ “‘જો અભિષિક્ત* યાજક*+ પાપ+ કરે અને લોકો પર દોષ લાવે, તો પોતાના પાપ માટે તે ખોડખાંપણ વગરનો આખલો પાપ-અર્પણ* તરીકે યહોવાને ચઢાવે.+૪ તે આખલાને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે લાવે.+ તે આખલાના માથા પર પોતાનો હાથ મૂકે અને યહોવા આગળ એને કાપે.+