૧૩ “‘જ્યારે તેનો સ્રાવ બંધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સ્રાવ બંધ થયાના સાતમા દિવસે પોતાનાં કપડાં ધૂએ અને ઝરાના તાજા પાણીથી સ્નાન કરે. આમ, તે શુદ્ધ થશે.+ ૧૪ આઠમા દિવસે, તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે+ અને યહોવા સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવે અને યાજકને આપે.