૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર મેંદો+ અને એક લોગ માપ તેલ+ લે. ૧૧ જે યાજક તે માણસને શુદ્ધ જાહેર કરે, તે એ માણસને તેનાં અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે રજૂ કરે.