-
લેવીય ૧૪:૧૫-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ત્યાર બાદ, યાજક એ લોગ માપ તેલમાંથી થોડું લે+ અને પોતાની ડાબી હથેળીમાં રેડે. ૧૬ પછી યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાના જમણા હાથની આંગળી બોળે અને એ તેલ યહોવા આગળ સાત વાર છાંટે. ૧૭ પછી યાજક હથેળીમાં બાકી રહેલા તેલમાંથી થોડું લઈને તે માણસના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર, એટલે કે જ્યાં દોષ-અર્પણનું લોહી લગાવ્યું હતું ત્યાં લગાવે. ૧૮ યાજક પોતાની હથેળીમાં બાકી રહેલું તેલ તે માણસના માથા પર રેડી દે અને તેના માટે યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરે.+
-