૫૨ તમે એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો. તેઓની પથ્થરોની મૂર્તિઓના+ અને ધાતુઓની મૂર્તિઓના*+ ટુકડે-ટુકડા કરી નાખજો. જે ભક્તિ-સ્થળોને* તેઓ પવિત્ર ગણે છે એના પણ ચૂરેચૂરા કરી નાખજો.+
૫૫ “‘પણ જો તમે એ દેશમાં વસતી પ્રજાઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો,+ તો તમે જેઓને રહેવા દેશો તેઓ તમને આંખમાં કણાની જેમ અને શરીરમાં કાંટાની જેમ ખૂંચશે. જે દેશમાં તમે રહેશો, ત્યાં તેઓ તમને હેરાન-પરેશાન કરી મૂકશે+