વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧:૩૯, ૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ સાદોક યાજકે મંડપમાંથી*+ તેલ ભરેલું શિંગ લીધું+ અને સુલેમાનનો અભિષેક કર્યો.+ તેઓ રણશિંગડું વગાડવા લાગ્યા અને લોકોએ મોટેથી પોકાર કર્યો: “સુલેમાન રાજા જુગ જુગ જીવો!” ૪૦ પછી બધા લોકો સુલેમાનની પાછળ પાછળ ગયા. તેઓ વાંસળી વગાડતા હતા અને ખૂબ આનંદ મનાવતા હતા. તેઓના અવાજથી ધરતી ધ્રૂજી ઊઠી.+

  • ૨ રાજાઓ ૧૧:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ પછી યહોયાદા યાજક રાજાના દીકરાને+ બહાર લાવ્યો. તેણે તેના માથે મુગટ* પહેરાવ્યો અને તેને નિયમશાસ્ત્ર*+ આપ્યું.* તેઓએ તેને રાજા બનાવ્યો અને તેનો અભિષેક કર્યો. તેઓ તાળીઓના ગડગડાટ સાથે પોકારી ઊઠ્યા: “રાજા જુગ જુગ જીવો!”+

  • ૨ રાજાઓ ૧૧:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ ત્યાં તેણે રાજાને જોયો, જે રિવાજ પ્રમાણે સ્તંભ પાસે ઊભો હતો.+ તેની સાથે ઉપરીઓ અને રણશિંગડાં* વગાડનારાઓ+ હતા. દેશના બધા લોકો ખુશી મનાવતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. એ જોઈને અથાલ્યાએ પોતાનાં કપડાં ફાડ્યાં અને બોલી ઊઠી: “આ તો દગો છે!”

  • ૧ કાળવૃત્તાંત ૧૨:૩૯, ૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ તેઓએ ત્રણ દિવસ દાઉદ સાથે રહીને ખાધું-પીધું, કેમ કે તેઓના ભાઈઓએ તેઓ માટે તૈયારી કરી હતી. ૪૦ તેઓની નજીક રહેનારાઓ અને છેક ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલીમાં રહેનારાઓ પણ ગધેડાઓ, ઊંટો, ખચ્ચરો અને ઢોરઢાંક પર ખાવાનું લાવ્યા હતા. તેઓ લોટ, અંજીરનાં ચકતાં, સૂકી દ્રાક્ષનાં ચકતાં, દ્રાક્ષદારૂ અને તેલ લાવ્યા હતા. તેઓ ઢોરઢાંક અને ઘેટાં પણ લાવ્યા હતા. ઇઝરાયેલમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો