-
૨ કાળવૃત્તાંત ૨:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તૂરના રાજા હીરામે સુલેમાનને આ સંદેશો લખી મોકલ્યો: “યહોવા પોતાના લોકોને ખૂબ ચાહે છે, એટલે તેમણે તમને રાજા બનાવ્યા છે.” ૧૨ પછી હીરામે કહ્યું: “આકાશ અને પૃથ્વીના રચનાર ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ! તેમણે રાજા દાઉદને બુદ્ધિમાન દીકરો આપ્યો છે.+ તેમણે તમને બુદ્ધિ અને સમજણ આપી છે+ કે યહોવા માટે મંદિર અને પોતાના માટે રાજમહેલ બાંધો.
-