-
૧ રાજાઓ ૯:૨૦-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તેના રાજમાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૨૧ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા. મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૨૨ સુલેમાને ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, સેવકો, આગેવાનો, મદદનીશો અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.
-
-
૨ કાળવૃત્તાંત ૨:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ સુલેમાનના પિતા દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા બધા પરદેશી માણસોની વસ્તી-ગણતરી કરાવી હતી.+ સુલેમાને પણ એવી ગણતરી કરાવી.+ તેઓની સંખ્યા ૧,૫૩,૬૦૦ હતી. ૧૮ તેણે તેઓમાંથી ૭૦,૦૦૦ માણસોને મજૂરો* તરીકે, ૮૦,૦૦૦ માણસોને પહાડોમાં પથ્થર કાપનારા+ તરીકે અને તેઓ પાસે કામ કરાવવા ૩,૬૦૦ માણસોને તેઓના ઉપરીઓ તરીકે પસંદ કર્યા.+
-
-
૨ કાળવૃત્તાંત ૮:૭-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેના રાજમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૮ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા.+ મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૯ સુલેમાને પોતાના કામ માટે ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, મદદનીશોના મુખીઓ અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.+
-