વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૪:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ મેં પ્રાર્થના કરી: “હે અમારા ઈશ્વર, સાંભળો. આ લોકો અમારું અપમાન કરે છે.+ તેઓનાં મહેણાં તેઓને જ માથે લાવો.+ દુશ્મનો તેઓને પકડીને લઈ જાય અને તેઓને બીજા દેશમાં ગુલામ બનાવવામાં આવે એવું થવા દો.

  • નહેમ્યા ૬:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ આખરે, અલૂલ* મહિનાના ૨૫મા દિવસે કોટનું કામ પૂરું થયું. કોટ ૫૨ દિવસમાં પૂરો થયો.

      ૧૬ અમારા બધા દુશ્મનોએ એ વિશે સાંભળ્યું અને આસપાસની પ્રજાઓએ એ જોયું ત્યારે, તેઓ શરમમાં ડૂબી ગયા.+ તેઓને સમજાઈ ગયું કે અમારા ઈશ્વરની મદદથી જ એ કામ પૂરું થયું છે.

  • એસ્તેર ૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ હામાને પોતાની સાથે જે બન્યું હતું, એ બધું જ પોતાની પત્ની ઝેરેશ+ અને મિત્રોને કહી સંભળાવ્યું. તેના સલાહકારોએ* અને તેની પત્ની ઝેરેશે કહ્યું: “જે મોર્દખાય આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદી વંશનો હોય, તો તમે તેની સામે જીતી નહિ શકો. તમારી હાર નક્કી છે.”

  • એસ્તેર ૯:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ યહૂદીઓએ પોતાના બધા દુશ્મનોને હરાવી દીધા, તેઓને તલવારથી મારી નાખ્યા અને તેઓનો વિનાશ કર્યો. દુશ્મનો સાથે તેઓ મન ફાવે એમ વર્ત્યા.+

  • ગીતશાસ્ત્ર ૧૩૭:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ હે યહોવા, યાદ કરો!

      યરૂશાલેમનું પતન થયું ત્યારે, અદોમીઓએ કહ્યું હતું:

      “એને પાડી નાખો! એના પાયા તોડીને એને જમીનદોસ્ત કરી નાખો!”+

  • ઝખાર્યા ૧૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ એ દિવસે હું યરૂશાલેમને બધા લોકો માટે ભારે પથ્થર બનાવીશ. જેઓ એને ઉઠાવવાની કોશિશ કરશે, તેઓને ચોક્કસ ભયંકર ઈજા થશે+ અને આખી દુનિયાના દેશો એની વિરુદ્ધ ભેગા થશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો