-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
-
-
હઝકિયેલ ૯:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેમણે મને કહ્યું: “ઇઝરાયેલ અને યહૂદાના લોકોનાં પાપ આસમાને ચઢ્યાં છે.+ દેશ ખૂનખરાબીથી ભરપૂર છે.+ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.+ લોકો કહે છે, ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે, યહોવા કંઈ જોતા નથી.’+ ૧૦ પણ હું રહેમ કરીશ નહિ. હું જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તેઓનાં કામોનાં ફળ તેઓએ ભોગવવાં પડે.”
-