૧૦ યહોવા કહે છે, “મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ.
ઇઝરાયેલ, તું જરાય ડરીશ નહિ.+
હું તને દૂર દેશમાંથી છોડાવીશ,
હું તારા વંશજને ગુલામીના દેશમાંથી બચાવીશ.+
યાકૂબ પાછો આવશે અને સુખ-શાંતિમાં રહેશે,
તેને કોઈ હેરાન કરશે નહિ, તેને કોઈ ડરાવશે નહિ.”+
૧૧ યહોવા કહે છે, “હું તારી સાથે છું, હું તને બચાવીશ.
મેં તને જે દેશોમાં વિખેરી નાખ્યો છે, એ દેશોનો હું નાશ કરીશ,+
પણ હું તારો નાશ નહિ કરું.+
હું તને શિક્ષા તો કરીશ, પણ જેટલી જરૂરી છે એટલી જ કરીશ,
હું તને સજા કર્યા વગર નહિ છોડું.”+