-
૨ રાજાઓ ૨૪:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+ ૧૫ આ રીતે તે યહોયાખીન+ રાજાને બાબેલોનની ગુલામીમાં લઈ ગયો.+ રાજાની મા, રાજાની પત્નીઓ, તેના રાજદરબારીઓ અને દેશના જાણીતા માણસોને પણ તે યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો.
-
-
દાનિયેલ ૧:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+
૩ રાજાએ મુખ્ય દરબારી આસ્પનાઝને હુકમ કર્યો કે તે ઇઝરાયેલના* અમુક યુવાનોને લઈ આવે, જેઓમાં રાજાઓના અને પ્રધાનોના વંશજો પણ હોય.+
-