૨ એટલે રાજાએ ગિબયોનીઓને+ બોલાવ્યા અને તેઓ સાથે વાત કરી. (ગિબયોનીઓ બાકી રહી ગયેલા અમોરીઓ+ હતા, તેઓ ઇઝરાયેલીઓ ન હતા. ઇઝરાયેલીઓએ તેઓને જીવતા રાખવાના સમ ખાધા હતા.+ પણ શાઉલને ઇઝરાયેલ અને યહૂદાના લોકો માટે જોશ હોવાથી, તેણે ગિબયોનીઓનો સંહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.)