૮ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો.
૨૭ યહૂદાનો રાજા યહોયાખીન+ ગુલામીમાં ગયો એને ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે એવીલ-મરોદાખ બાબેલોનનો રાજા બન્યો. એ જ વર્ષના ૧૨મા મહિનાના ૨૭મા દિવસે તેણે યહૂદાના રાજા યહોયાખીનને કેદમાંથી આઝાદ કર્યો.+