૮ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના સાતમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ યરૂશાલેમ આવ્યો.+ ૯ તેણે યહોવાનું મંદિર,+ રાજાનો મહેલ+ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે દરેક જાણીતા માણસોનાં ઘરો પણ બાળી નાખ્યાં.+