૧૦ મેં બીજા એક શક્તિશાળી દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તે વાદળથી ઘેરાયેલો હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું. તેનો ચહેરો સૂર્ય જેવો હતો.+ તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા. ૨ તેના હાથમાં એક નાનો વીંટો હતો, જે ખુલ્લો કરેલો હતો. તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ પૃથ્વી પર મૂક્યો.