-
હઝકિયેલ ૩:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, તારી સામે જે છે એ ખા. આ વીંટો ખા અને જઈને ઇઝરાયેલના લોકો સાથે વાત કર.”+
૨ એટલે મેં મારું મોં ખોલ્યું અને તેમણે મને એ વીંટો ખાવા માટે આપ્યો. ૩ તેમણે કહ્યું: “હે માણસના દીકરા, મેં તને જે વીંટો આપ્યો એ ખા અને એનાથી તારું પેટ ભર.” હું એ ખાવા લાગ્યો અને એ મારા મોંમાં મધ જેવો મીઠો લાગ્યો.+
-