ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+
૪૭ હે બધા લોકો, તાળીઓ પાડો,
હર્ષનાદ સાથે ઈશ્વરનો જયજયકાર કરો,
તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.+
૩ તે લોકોને આપણા તાબે કરે છે.
તે દેશોને આપણા પગ નીચે લાવે છે.+
૫ લોકોના પોકાર વચ્ચે ઈશ્વર રાજગાદીએ બેઠા.
રણશિંગડાના* અવાજ સાથે યહોવા ગાદીએ બેઠા.
૬ સ્તુતિ કરો,* ઈશ્વરની સ્તુતિ કરો.
સ્તુતિ કરો, આપણા રાજાની સ્તુતિ કરો,
૭ કારણ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે,+
સ્તુતિ કરો અને સમજદારી બતાવો.
૮ ઈશ્વર બધી પ્રજાઓના રાજા બન્યા છે.+
ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.
૯ ઇબ્રાહિમના ઈશ્વરના લોકો સાથે જોડાવા
પ્રજાઓના આગેવાનો ભેગા થયા છે,
કેમ કે પૃથ્વીના શાસકો* ઈશ્વરના હાથમાં છે.
તેમને ખૂબ મોટા મનાવવામાં આવ્યા છે.+