ગીતશાસ્ત્ર
ગીત.
તેમનો જમણો હાથ, હા, પવિત્ર હાથ ઉદ્ધાર અપાવે છે.*+
૨ યહોવાએ જાહેર કર્યું છે કે ઉદ્ધાર તેમની પાસેથી છે.+
તેમણે પોતાની ભલાઈ બીજી પ્રજાઓ આગળ જાહેર કરી છે.+
૩ તેમણે ઇઝરાયેલ* પર અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવાનું વચન યાદ રાખ્યું છે.+
આખી પૃથ્વીએ આપણા ઈશ્વર તરફથી મળેલું તારણ જોયું છે.*+
૪ આખી પૃથ્વીના લોકો, યહોવા માટે વિજયનો પોકાર કરે.
તેઓ ખુશ થાય, આનંદથી પોકારી ઊઠે અને તેમની સ્તુતિ કરે.*+
૫ તેઓ વીણા વગાડીને યહોવાનો જયજયકાર કરે,*
વીણા સાથે મધુર ગીત ગાય.
૭ સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.
ધરતી અને એમાં રહેનારા આનંદથી ઝૂમી ઊઠે.
૮ નદીઓ પોતાના હાથે તાળી પાડે.
પર્વતો ભેગા મળીને ખુશીથી પોકારી ઊઠે.+
૯ યહોવા માટે આનંદ કરો, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે.