વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૨૦-૨૪
  • ઊડતા પથ્થરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઊડતા પથ્થરો
  • સજાગ બનો!—૧૯૯૬
  • સરખી માહિતી
  • બાઇબલ શું કહે છે
    સજાગ બનો!—૧૯૯૯
  • સૂર્યમંડળનો જન્મ કેવી રીતે થયો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૨૦-૨૪

ઊડતા પથ્થરો

શું તમે કદી અંધારી રાતે આકાશમાંથી પસાર થતો ખરતો તારો જોયો છે? શક્ય છે કે તમે એને માત્ર થોડા સમયમાં જ જોશો. વૈજ્ઞાનિકો અનુસાર એ કુદરતની આતશબાજી પૃથ્વીના આકાશમાંથી રોજના લગભગ ૨૦,૦૦,૦૦,૦૦૦ વખત પસાર થાય છે!

એ શું હોય છે? એ માત્ર પથ્થર કે ધાતુના ઉલ્કાભ તરીકે જાણીતા ટુકડા છે, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ શ્વેતોષ્મા (white heat) સાથે સળગી ઊઠે છે. પૃથ્વી પરથી અવલોકવામાં આવતો, તેઓએ આકાશમાં કરેલો પ્રકાશનો તેજસ્વી લિસોટો ઉલ્કા કહેવાય છે.

મોટા ભાગના ઉલ્કાભ પૃથ્વી સુધી પહોંચતા પહેલાં જ સંપૂર્ણપણે બળી જાય છે, પરંતુ કેટલાક અતિશય ગરમીથી બચીને પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. એ ઉલ્કાશ્મ તરીકે જાણીતા છે. કેટલાક વૈજ્ઞાનિકો અંદાજ કાઢે છે કે રોજના લગભગ ૧,૦૦૦ ટન જેટલા ઊડતા પથ્થર પૃથ્વી પર જમા થાય છે.a

a અંદાજો બદલાતા રહે છે.

એ ધડાકાઓ માનવીઓ માટે જવલ્લે જ જોખમકારક હોય છે, કેમ કે ખાસ કરીને એ ઊડતા પથ્થરોનું કદ એકંદરે નાનું હોય છે. હકીકતમાં, મોટા ભાગની ઉલ્કા એવા ઉલ્કાશ્મથી પરિણમે છે, જે એક રેતીના કણથી મોટા હોતા નથી. (“બાહ્ય અવકાશમાંના પથ્થરો” બોક્ષ જુઓ.) પરંતુ અવકાશમાં હજારોની સંખ્યામાં ઊડતા વિશાળ પથ્થરો વિષે શું? દાખલા તરીકે, સિરીઝ તરીકે જાણીતો લગભગ ૧,૦૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતો પથ્થર! અને ૧૯૦થી વધુ કિલોમીટરનો વ્યાસ ધરાવતા બીજા લગભગ ૩૦ જેટલા જાણીતા પથ્થરો છે. એ વિશાળ પથ્થરો હકીકતમાં નાના ગ્રહો છે. વૈજ્ઞાનિકો એને ગ્રહિકા કહે છે.

એ ગ્રહિકાઓમાંની એક પૃથ્વી સાથે અથડાય તો શું? વૈજ્ઞાનિકો ગ્રહિકાઓનો અભ્યાસ કરે છે એનું એક મહત્ત્વનું કારણ એ દેખીતી ધમકી છે. મોટા ભાગની ગ્રહિકાઓ મંગળ અને ગુરુ વચ્ચેના વિસ્તારની ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરતી હોવા છતાં, ખગોળવેત્તાઓએ કેટલીકને પૃથ્વીની ભ્રમણકક્ષા ઓળંગતી જોઈ છે. યુ.એસ.એ.માંના એરિઝોનાના ફ્લેગસ્ટાફ પાસે મીટીઓર ક્રેટર (જે બેરિન્જર ક્રેટર તરીકે પણ જાણીતું છે) જેવા વિશાળ ખાડાઓના અસ્તિત્વએ અથડાવાની ધમકીમાં ઉમેરો કર્યો છે. ડાયનોસોરના નિર્મૂળ થવા વિષેનો એક તાત્ત્વિક સિદ્ધાંત એવો છે કે એક મોટા ધડાકાએ વાતાવરણ બદલી નાખ્યું અને લાંબા સમય સુધી પૃથ્વીને એવા ઠંડા હવામાનમાં ફંગોળી દીધી, જેમાં ડાયનોસોર બચી શક્યા નહિ.

આજે એવો દુર્ઘટનામય અકસ્માત માણસજાતનો નાશ કરી શકે. છતાં, બાઇબલ દર્શાવે છે કે “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯. (g95 8/12)

[પાન ૨૩ પર બૉક્સ]

અગ્‍નિગોળાની વિડીયો ટેપ

કેટલીક ઉલ્કા અસાધારણપણે તેજસ્વી તથા વિશાળ હોય છે. એ અગ્‍નિગોળા તરીકે જાણીતી છે. ઓક્ટોબર ૯, ૧૯૯૨ના રોજ, ઉપરના ચિત્રમાં બતાવવામાં આવેલો અગ્‍નિગોળો, યુનાઈટેડ સ્ટેટ્‌સના અનેક રાજ્યો પરના આકાશ પર લિસોટો પાડી પસાર થયો. એ અગ્‍નિગોળો પ્રથમ વેસ્ટ વર્જિનિયા પર જોવા મળ્યો અને પછી ૭૦૦ કિલોમીટરના વિસ્તાર પર દેખાયો. લગભગ ૧૨ કિલો વજન ધરાવતો એક હિસ્સો, ન્યૂ યોર્કના પીકસ્કિલમાં, એક ઊભેલી કાર પર પડ્યો.

એ ઘટના એટલા માટે અજોડ છે કે ઉલ્કાભ એવા ઘર્ષણ સાથે વાતાવરણમાં પ્રવેશ્યો કે તેજસ્વી અગ્‍નિગોળો પેદા થયો, જે ૪૦થી વધુ સેકન્ડ સુધી ટકી રહ્યો. એણે એને વિડીયો પર ઉતારવા માટે એક અભૂતપૂર્વ તક પૂરી પાડી, અને એ ઓછામાં ઓછી ૧૪ જેટલી ભિન્‍ન જગ્યાએથી કરવામાં આવ્યું. નેચર સામયિક અનુસાર, “એ જેનો ઉલ્કાશ્મ ઓળખવામાં આવ્યો હોય એવા અગ્‍નિગોળાના પ્રથમ ગતિમાન ચિત્રો છે.”

એ અગ્‍નિગોળો તૂટ્યો ત્યારે એના ઓછામાં ઓછા ૭૦ ટુકડાઓ થયા, જે જુદા જુદા પ્રજ્વલિત ગતિમાન ટુકડા તરીકે, કેટલીક વિડીયો ટેપમાં દેખાયા. એ બનાવમાંથી માત્ર એક ઉલ્કાશ્મ મળ્યો હોવા છતાં, વૈજ્ઞાનિકો માને છે કે એક કે વધુ ટુકડાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને જમીન પર અથડાયા હોય શકે. એ વિશાળ ઉલ્કાભ, જેનું વજન અગાઉ લગભગ ૨૦ ટન હતું, એમાંથી માત્ર એ જ બચવા પામ્યું હોય શકે.

[પાન ૨૪ પર બૉક્સ]

બાહ્ય અવકાશમાંના પથ્થરો

ગ્રહિકા: એને ક્ષુદ્રગ્રહ અથવા નાના ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ અત્યંત નાના ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરે છે. મોટા ભાગનાઓ અચોક્કસ ઘાટનાં હોય છે, જે દર્શાવી શકે કે તેઓ એક વખતના મોટા પદાર્થના ટુકડાઓ છે.

ઉલ્કાભ: અવકાશમાં તરતા કે વાતાવરણમાં પડતા સરખામણીમાં નાના ધાતુ કે પથ્થરના ટુકડા. કેટલાક વૈજ્ઞાનિકો વિચારે છે કે મોટા ભાગના ઉલ્કાભ ગ્રહિકાઓના ભાગો હોય છે, જે અથડાવાથી કે નિર્મૂળ થયેલા ધૂમકેતુઓના ભંગારથી પેદા થયા હોય છે.

ઉલ્કા: ઉલ્કાભ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે, હવાનું ઘર્ષણ તીવ્ર ગરમી તથા તેજસ્વી પ્રકાશ પેદા કરે છે. એ ગરમ પ્રકાશિત વાયુઓની પૂછડી આકાશમાં પ્રકાશના એક લિસોટા તરીકે ક્ષણ માટે જોઈ શકાય છે. એ પ્રકાશનો લિસોટો ઉલ્કા તરીકે ઓળખાય છે. કેટલાક લોકો એને ખરતો તારો કહે છે. મોટા ભાગની ઉલ્કા પૃથ્વીની સપાટીથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉપર હોય છે ત્યારે, પ્રથમ જોવા મળે છે.

ઉલ્કાશ્મ: કેટલીક વખત ઉલ્કાભ એટલા મોટા હોય છે કે આપણા વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે, સંપૂર્ણપણે બળી જતા નથી, અને એ પૃથ્વી સાથે અથડાય છે. ઉલ્કાશ્મ એવા ઉલ્કાભ માટેની શબ્દાવલિ છે. કેટલાક ઘણા વિશાળ તથા વજનદાર હોય છે. આફ્રિકાના નામિબિયામાંનો એક ઉલ્કાશ્મ ૬૦થી વધુ ટન વજન ધરાવે છે. પંદર કે એથી વધુ ટન વજન ધરાવતા બીજા મોટા ઉલ્કાશ્મ ગ્રીનલેન્ડ, મેક્ષિકો, અને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં મળી આવ્યા છે.

[પાન ૨૪ પર બૉક્સ/ચિત્રો]

આઈડા તથા એનો ટચુકડો ચંદ્ર

આઈડા નામની એક ગ્રહિકાના ફોટા ખેંચતી વખતે, ગુરુ તરફ જઈ રહેલા ગેલિલીઓ નામના અવકાશયાને અનપેક્ષિત શોધ કરી—ગ્રહિકાની પ્રદક્ષિણા કરતા એક ચંદ્રનું પ્રથમ દસ્તાવેજી ઉદાહરણ. સ્કાય એન્ડ ટેલિસ્કોપમાંના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકો અંદાજ કાઢે છે કે એ ઈંડા આકારનો ચંદ્ર, જેનું નામ ડેક્ટલ છે, એની લંબાઈ ૧.૬ કિલોમીટર અને પહોળાઈ ૧.૨ કિલોમીટરની છે. એની ભ્રમણકક્ષા આઈડા નામની ગ્રહિકાના મધ્યબિંદુથી લગભગ ૧૦૦ કિલોમીટર છે, જે આઈડાની લંબાઈ ૫૬ કિલોમીટર અને પહોળાઈ ૨૧ કિલોમીટર છે. તેનો ઝાંખા લાલ રંગનો ગુણધર્મ સૂચવે છે કે આઈડા તથા એનો નાનો ચંદ્ર એમ બન્‍ને, ગ્રહિકાના કુટુંબ ક્રોનિસનો ભાગ છે, જેને અવકાશમાં થયેલા ધડાકાથી તારાજ થયેલા મોટા પથ્થરનો એક હિસ્સો માનવામાં આવે છે. (g95 8/12)

Sara Eichmiller Ruck

NASA photo/JPL

Photo by 2D. J. Roddy and K. Zeller, U.S. Geological Survey

યુ.એસ.એ.માં એરિઝોનાના ફ્લેગસ્ટાફ પાસેનો મીટીઓર ક્રેટર ૧,૨૦૦ મીટરનો વ્યાસ અને ૨૦૦ મીટરની ઊંડાઈ ધરાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો