શા માટે ઘાસ લીલું હોય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બારીકાઈથી જોવી
“શા માટે ઘાસ લીલું હોય છે?” તમે બાળક હશો ત્યારે કદાચ એ પ્રશ્ન તમે પૂછ્યો હશે. શું તમને જવાબથી સંતોષ થયો હતો? બાળકોના આવા પ્રશ્નો ઘણાં જ ગહન હોય શકે છે. એ પ્રશ્નો તમને રોજિંદી બાબતોને વધુ ગહનતાથી જોવા પ્રેરી શકે જેને આપણે સામાન્ય સમજતા હોઈએ અને એવી છૂપી અજાયબીઓ પ્રગટ કરી શકે જેની આપણે કદી પણ અપેક્ષા ન રાખી હોય.
શા માટે ઘાસ લીલું હોય છે એ સમજવા માટે, એવી કોઈ બાબતની કલ્પના કરો જેને ઘાસ સાથે કોઈ લેવાદેવા ન હોય. તમે કલ્પના કરી શકતા હો તો, એક સંપૂર્ણ કારખાનાની કલ્પના કરો. સંપૂર્ણ કારખાનું ઘોંઘાટ વગરનું તથા જોવામાં આકર્ષક હોય, ખરુંને? સંપૂર્ણ કારખાનાનું કામકાજ પ્રદૂષણ પેદા કરવાને બદલે, વાસ્તવમાં પર્યાવરણને સુધારતું હોય. અલબત્ત, એ દરેક લોકો માટે કંઈક ઉપયોગી—ખરેખર અત્યાવશ્યક—પેદા કરતું હોય. એવું કારખાનું સૂર્ય-ઉર્જા સંચાલિત હશે, શું તમને લાગતું નથી? એ રીતે, એને ચલાવવા માટે ઈલેક્ટ્રીક જોડાણો કે કોલસા અથવા તેલના પુરવઠાની જરૂર નહિ હોય.
નિઃશંક સંપૂર્ણ સૂર્ય-ઉર્જા સંચાલિત કારખાનું સૌર પેનલ વાપરશે જે માનવની આધુનિક ટેકનોલોજી કરતાં ઘણી જ ચઢિયાતી હશે. એ બનાવવા અને વાપરવા એમ બંને માટે ઘણી જ અસરકારક, બિનખર્ચાળ, અને બિનપ્રદૂષિત હશે. એ કલ્પના કરી શકાય એવી સૌથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે છતાં, આ સંપૂર્ણ કારખાનું સતર્કતાથી, અણધારી અપક્રિયા વગર, ખોટકાયા વગર, કે વારેઘડીએ માવજત કરવી પડે (fine-tuning) જે આજકાલની ટેકનોલોજીમાં જરૂરી બને છે એના વગર ચાલશે. આપણે અપેક્ષા રાખીએ કે સંપૂર્ણ કારખાનું પૂરેપૂરું સ્વયંસંચાલિત હોય, જેને ચલાવવા માટે કોઈ માનવી ધ્યાનની જરૂર ન પડે. ખરેખર, એ ખુદ સ્વમરામત કરતું હોય, આત્મનિર્ભર હોય, અને પોતાની નકલ પણ પોતે જ તૈયાર કરતું હોય.
શું એ સંપૂર્ણ કારખાનું માત્ર વૈજ્ઞાનિક કલ્પના છે? હાંસલ ન કરી શકાય એવું ભ્રામક સ્વપ્ન? ના, સાચે જ, એ સંપૂર્ણ કારખાનું તમારા પગ નીચે છે એ ઘાસ જેટલું જ વાસ્તવિક છે. હકીકતમાં, તમારા કાર્યાલયમાંના છોડ તથા બારી બહારના વૃક્ષની સાથે સાથે, તમારા પગ નીચેનું ઘાસ એ જ સંપૂર્ણ કારખાનું છે. વાસ્તવમાં, કોઈ પણ લીલો છોડ એ સંપૂર્ણ કારખાનું છે! સૂર્યપ્રકાશથી ઇંધણ મેળવતા લીલા છોડ અંગારવાયુ, પાણી, અને ખનીજ વાપરીને, સીધેસીધા કે આડકતરી રીતે, પૃથ્વી પરના લગભગ તમામ જીવન માટે ખોરાક પેદા કરે છે. પ્રક્રિયામાં, વાતાવરણમાંથી અંગારવાયુ દૂર કરીને શુદ્ધ પ્રાણવાયુ છોડે છે એમ તેઓ વાતાવરણને નવું બનાવે છે.
કુલ મળી, પૃથ્વી પરનાં લીલાં છોડ અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૫૦ અબજથી ૪૦૦ અબજ ટન શર્કરા (SUGAR) પેદા કરે છે—સર્વ માનવજાતના લોખંડ, સ્ટીલ, મોટરગાડી, અને વિમાનોનાં કારખાનાંની સંયુક્ત પેદાશ કરતાં ઘણી જ વધારે સામગ્રી. તેઓ સૂર્ય-ઉર્જાને પાણીના પરમાણુમાંથી હાયડ્રોજનના અણુ દૂર કરવા વાપરે છે અને પછી એ હાયડ્રોજનના અણુને હવામાંના અંગારવાયુ (કાર્બન ડાયોક્ષાઈડ)ના પરમાણુઓ સાથે જોડી દે છે, એમ કાર્બન ડાયોક્ષાઈડને કાર્બોહાઈડ્રેડમાં ફેરવે છે જે શર્કરા તરીકે જાણીતા છે. એ નોંધપાત્ર ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. પછી છોડ શર્કરાના નવા પરમાણુઓને કાર્યશક્તિ તરીકે વાપરી શકે છે અથવા ખોરાકના સંગ્રહ માટે કે છોડના રેસા બનાવતો મજબૂત, તાંતણામય પદાર્થ સેલુલોસમાં શર્કરાના પરમાણુઓને સ્ટાર્ચ બનવા મિશ્રણ કરી દઈ શકે છે. જરા વિચાર કરો! સિકોઆ વૃક્ષ એની ૯૦ મીટર ઊંચાઈ સુધી વૃદ્ધિ પામ્યું તેમ, મોટા ભાગે હવા, કાર્બન ડાયોક્ષાઈડનો એક પરમાણુ અને પાણીનો એક પરમાણુમાંથી, ક્લોરોપ્લાસ્ટ્સ (નીલરસ) કહેવાતા અસંખ્ય કરોડો સુક્ષ્મ ‘એસેમ્બ્લી લાઈન્સʼથી બનેલું હોય છે. પરંતુ એ કઈ રીતે બને છે?
“એન્જિન” તપાસવું
હવા (ઉપરાંત પાણી અને થોડાક ખનીજ)માંથી સિકોઆ વૃક્ષ ઊગાવવું એ સાચે જ વિસ્મયકારી છે, પરંતુ એ જાદુ નથી. માણસ ધરાવે છે એનાથી ઘણી જ વધારે ચાતુર્ય ધરાવતી બુદ્ધિશાળી રચના અને ટેકનોલોજીનું એ પરિણામ છે. ધીમે ધીમે, વૈજ્ઞાનિકો પ્રકાશ સંશ્લેષણની જટિલ રચનાની રહસ્યપેટીનું ઢાંકણ ખોલી અંદર ચાલી રહેલી વ્યવહારદક્ષ જૈવરસાયણ પ્રક્રિયા આશ્ચર્યવિભોર બની જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચાલો આપણે વૈજ્ઞાનિકોની સાથે “એન્જિન”માં ડોકિયું કરીએ જે પૃથ્વી પરના લગભગ સર્વ જીવન માટે જવાબદાર છે. કદાચ આપણે “શા માટે ઘાસ લીલું હોય છે?” એ આપણા પ્રશ્નનો જવાબ મેળવવાનું શરૂ કરીશું.
આપણું સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને, ચાલો આપણે એક પાંદડું તપાસીએ. નરી આંખે જોતાં, આખું પાંદડું લીલું લાગશે, પરંતુ એ ભ્રમ છે. આપણે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ કોઈક છોડનો કોશ જોઈએ છીએ ત્યારે એ લીલો દેખાતો નથી. એને બદલે, તેઓ મોટા ભાગે પારદર્શક હોય છે, પરંતુ દરેક કોશ કદાચ ૫૦થી ૧૦૦ જેટલા નાનાં લીલાં ટપકાં ધરાવે છે. એ ટપકાં ક્લોરોપ્લાસ્ટ્સ (નીલકણ) છે, જ્યાં પ્રકાશ-સંવેદનશીલ લીલાં ક્લોરોફીલ (નીલરસ) મળે છે અને જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. ક્લોરોપ્લાસ્ટ્સની અંદર શું થાય છે?
ક્લોરોપ્લાસ્ટ એક નાની થેલી જેવી હોય છે જેની અંદર એથી પણ નાની ચપટી થેલીઓ હોય છે જેને થાઇલેકોઈડ્સ (thylakoids) કહેવામાં આવે છે. છેવટે, ઘાસમાં લીલું શું હોય છે એ આપણે શોધ્યું છે. લીલા ક્લોરોફીલ પરમાણુઓ થાઇલેકોઈડ્સની સપાટી પર જડેલા હોય છે, અસ્તવ્યસ્ત નહિ, પરંતુ કાળજીપૂર્વક ગોઠવેલી રીતે જેને ફોટોસીસ્ટમ્સ કહેવામાં આવે છે. મોટા ભાગના લીલા છોડમાં બે પ્રકારનાં ફોટોસીસ્ટમ્સ રહેલા હોય છે, જે PS1 (ફોટોસીસ્ટમ ૧) અને PS2 (ફોટોસીસ્ટમ ૨) તરીકે જાણીતા છે. ફોટોસીસ્ટમ્સ એક કારખાનામાં વિશિષ્ટ ઉત્પાદક ટૂકડી હોય એ રીતે કામ કરે છે, જેમાંની દરેક પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંના પગલાંની ખાસ શૃંખલાની કાળજી રાખે છે.
“વ્યય” એ કંઈ બગાડ નથી
સૂર્યપ્રકાશ થાઇલેકોઈડ્સની સપાટી પર પડે છે તેમ, PS2ની ક્લોરોફીલ પરમાણુની વ્યૂહરચના જેને લાઈટ-હાર્વેસ્ટિંગ કૉમ્પ્લેક્ષિસ કહેવામાં આવે છે એ પ્રકાશને ફસાવવા માટે રાહ જોતી હોય છે. એ પરમાણુઓ ખાસ કરીને વિશિષ્ટ તરંગલંબાઈનો લાલ પ્રકાશ શોષવામાં રસ ધરાવતા હોય છે. થાયલાકોઈડ પરના ભિન્ન સ્થળોમાં, PS1ની વ્યૂહરચના લાંબા તરંગલંબાઈવાળા પ્રકાશ માટે ચાંપતી નજર રાખે છે. તે દરમિયાન, બંને ક્લોરોફીલ અને બીજા કેટલાક પરમાણુઓ, જેમ કે કેરોડિનોઈડ્સ, ભૂરો અને જાંબલી પ્રકાશ શોષતા હોય છે.
તો પછી શા માટે ઘાસ લીલું હોય છે? સર્વ તરંગલંબાઈ છોડ પર પડે છે એમાંથી, ફક્ત લીલો પ્રકાશ તેઓને નિરુપયોગી હોય છે, તેથી તે જોઈ રહેલાં આપણાં આંખ તથા કેમેરા પર ફક્ત પરાવર્તન પડે છે. જરા વિચારો! વસંત ઋતુની નાજુક વનસ્પતિ, જાણે કે ઉનાળાનો ગાઢ નીલમણી, તરંગલંબાઈમાંથી પરિણમે છે જેની છોડ કદર કરતો નથી પરંતુ આપણે માનવીઓ એનું બહુ મૂલ્ય કરીએ છીએ! માનવ રચિત કારખાનાંના પ્રદૂષણ અને કચરાથી ભિન્ન, આપણે સુંદર બીડ કે જંગલ પર નજર નાખીએ છીએ, અને ખુશકારક લીલો રંગ આપણાં જીવને તાજગી આપે છે ત્યારે, એ પ્રકાશનો “વ્યય” નિશ્ચે બગાડ નથી.
ક્લોરોપ્લાસ્ટમાંનાં PS2ની વ્યૂહરચનામાં, સૂર્યપ્રકાશમાંના લાલ ભાગમાંની શક્તિ ક્લોરોફીલના પરમાણુઓમાંના ઈલેક્ટ્રોનમાં ફેરવાઈ ગઈ હોય છે ત્યાં સુધી કે છેવટે, એક ઈલેક્ટ્રોન એટલો બધો સક્રિય, કે “ઉત્તેજિત” થાય છે કે તે વ્યૂહરચનામાંથી થાયલાકોઈડની છાલમાંના પરમાણુના પાસેના વાહકમાં કૂદે છે. એક નર્તકી એક સાથી પાસેથી બીજા સાથી પાસે પસાર થયા રાખે છે તેમ, ઈલેક્ટ્રોન ધીમે ધીમે શક્તિ ગુમાવે છે તેમ, તે એક પરમાણુના વાહકમાંથી બીજામાં પસાર થયા રાખે છે. તેની શક્તિ ઘણી જ મંદ થઈ જાય છે ત્યારે, તેને બીજી ફોટોસીસ્ટમ, અર્થાત્ PS1માંના ઈલેક્ટ્રોનને બદલવા માટે સલામતપણે વાપરી શકાય છે.—આકૃતિ ૧ જુઓ.
એ દરમિયાન, PS2 વ્યૂહરચના એક ઈલેક્ટ્રોન ગુમાવે છે, જે તેને ઈલેક્ટ્રોન માટે ચોક્કસપણે ચાર્જ કરે છે અને ગુમાવેલા ઈલેક્ટ્રોનને બદલવા માટે તૈયાર થાય છે. જેમ કે એક માણસને હમણાં જ ખબર પડી છે કે તેનું ખિસ્સું કાતરવામાં આવ્યું છે તેમ, PS2નો વિસ્તાર જેને ઓક્ષિજન-ઈવોલ્વિંગ કૉમ્પ્લેક્ષ કહેવામાં આવે છે એ મૂંઝાય છે. એક ઈલેક્ટ્રોન ક્યાંથી લાવવો? આહા! એક કમનસીબ પાણીનો પરમાણુ પાસે જ નિરાંતે આગળ વધી રહ્યો છે. એને ત્રાસદાયક અચંબો થવાનો છે.
પાણીના પરમાણુને તોડી નાખવો
પાણીનો પરમાણુ ઓક્ષિજનનો મોટો અણુ તથા હાયડ્રોજનના બે નાના અણુ ધરાવે છે. PS2નું ઓક્ષિજન-ઈવોલ્વિંગ કૉમ્પ્લેક્ષ મેટલ મેંગેનીઝના ચાર આયન ધરાવે છે જે પાણીના પરમાણુમાંનાં હાયડ્રોજનમાંથી ઈલેક્ટ્રોનને દૂર કરે છે. પરિણામ એ આવે છે કે પાણીનાં પરમાણુ બે પોઝીટીવ હાયડ્રોજન આયન્સ (પ્રોટોન્સ), એક ઓક્ષિજન અણુ, અને બે ઈલેક્ટ્રોનમાં છૂટા પડે છે. પાણીના વધારે પરમાણુઓ છૂટા પડે છે તેમ, ઓક્ષિજન ગૅસના પરમાણુ તરીકે ઓક્ષિજનના અણુઓની જોડી પડી જાય છે, જે છોડ આપણા ઉપયોગ માટે હવામાં પાછા મોકલે છે. હાયડ્રોજનના આયન્સ થાયલાકોઈડ “થેલી”ની અંદર ભેગા થવાનું શરૂ કરે છે, જ્યાં એને છોડ વાપરી શકે છે, અને ઈલેક્ટ્રોનને PS2 કૉમ્પ્લેક્ષને ફરી આપવા વાપરવામાં આવે છે, જે હવે દર સેકન્ડે ઘણી વખત ચક્રનું પુનરાવર્તન કરવા તૈયાર હોય છે.—આકૃતિ ૨ જુઓ.
થાયલાકોઈડ થેલીની અંદર, ટોળે વળેલા હાયડ્રોજન આયન્સ બહાર નીકળવાનો માર્ગ શોધવા તૈયાર હોય છે. દર વખતે પાણીના પરમાણુ તૂટે છે ત્યારે ફક્ત બે હાયડ્રોજન આયન્સ છૂટા પડતા નથી પરંતુ બીજા હાયડ્રોજન આયન્સ PS1 કૉમ્પ્લેક્ષ પરથી પસાર થાય છે તેમ, PS2 ઈલેક્ટ્રોનથી થાયલાકોઈડ થેલીમાં આકર્ષાય છે. તરત જ, હાયડ્રોજન આયન્સ ગીચ મધપૂડામાં ગુસ્સે થયેલી મધમાખીની જેમ ગુંજવા માંડે છે. તેઓ બહાર કઈ રીતે નીકળી શકે?
એમ લાગે છે કે પ્રકાશ સંશ્લેષણના અતિ બુદ્ધિમાન રચનાકારે ATP (adenosine triphosphate, એટીપી) કહેવામાં આવતું ઘણું જ મહત્ત્વનું સેલ્યુલર ઇંધણ બનાવવા માટે વપરાતા ખાસ એન્ઝાયમનાના રૂપમાં, એક તરફ જ જવા દેતું ફરતું બારણું પૂરું પાડ્યું છે. હાયડ્રોજન આયન્સ ફરતા બારણામાંથી જવા જોર કરે છે તેમ, તેઓ વપરાય ગયેલા ATP પરમાણુઓને ફરી ચાર્જ કરવા જરૂરી શક્તિ પૂરી પાડે છે. (આકૃતિ ૩ જુઓ.) ATP પરમાણુઓ ઝીણીં સેલ્યુલર બૅટરી જેવા હોય છે. તેઓ કોશમાંના સર્વ પ્રકારના પ્રત્યાઘાતો માટે, થોડીક કાર્યશક્તિ પૂરી પાડે છે. પછીથી, એ ATP પરમાણુઓની પ્રકાશ સંશ્લેષણથી શર્કરા પેદા કરવામાં જરૂર પડશે.
ATP સિવાય, બીજા નાના પરમાણુઓ શર્કરાના ઉત્પાદન માટે અતિમહત્ત્વનાં છે. તેને NAHPD (નિકોટાઈનેમાઈડ એડેનાઈન ડાયન્યૂક્લીઓટાઈડ ફોસ્ફેટનું ઘટાડેલું રૂપ, એનએડીપીએચ) કહેવામાં આવે છે. NADPH પરમાણુઓ નાની ડીલીવરી ટ્રક જેવા છે, દરેક હાયડ્રોજનનો એક અણુ રાહ જોઈ રહેલા એક એન્ઝાયમ સુધી લઈ જાય છે જેને શર્કરાનો પરમાણુ બનાવવા માટે હાયડ્રોજનનો અણુ જરૂરી હોય છે. NADPH બનાવવું એ PS1 કૉમ્પ્લેક્ષનું કામ છે. એક ફોટોસીસ્ટર (PS2) પાણીના પરમાણુઓને તોડવામાં અને એને ATP બનાવવા વાપરવામાં વ્યસ્ત હોય છે ત્યારે, બીજી ફોટોસીસ્ટમ (PS1) પ્રકાશ શોષ છે અને એવા ઈલેક્ટ્રોન દૂર કરે છે જે છેવટે NADPH બનાવવા માટે વપરાય છે. બંને ATP અને NADPH પરમાણુઓ શર્કરાના ઉત્પાદનના ભાવિ ઉપયોગ માટે થાયલાકોઈડની બહારની જગ્યામાં સંગ્રહ કરવામાં આવે છે.
રાતપાળી
પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી દર વર્ષે કરોડો ટન શર્કરા પેદા કરવામાં આવે છે, તોપણ પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશથી થતા પ્રત્યાઘાતો ખરેખર કોઈ શર્કરા બનાવતા નથી. ફક્ત તેઓ ATP (“બેટરી”) અને NADPH (“ડીલીવરી ટ્રક્સ”) બનાવે છે. એ બિંદુથી માંડીને, થાઇલેકોઈડ્સની બહાર આવેલી સ્ટ્રોમા અથવા જગ્યામાંના એન્જાઈમ, ATP અને NADPH શર્કરા બનાવવા વાપરે છે. હકીકતમાં, છોડ પૂરેપૂરા અંધારામાં શર્કરા બનાવી શકે છે! તમે ક્લોરોપ્લાસ્ટને થાઇલેકોઈડ્સની અંદરના કામદારોના બે વૃંદો (PS1 અને PS2)ને કારખાના સાથે સરખાવી શકો જેઓ સ્ટ્રોમામાંના ત્રીજા કામદારોના વૃંદ (ખાસ એન્જાઈમ)ને વાપરવા માટે બૅટરી તથા ડીલીવરી ટ્રક્સ (ATP અને NADPH) બનાવે છે. (આકૃતિ ૪ જુઓ.) એ ત્રીજા વૃંદના કામદારો સ્ટ્રોમામાં એન્જાઈમ વાપરીને રાસાયણિક પ્રત્યાઘાતોની ચોક્કસ શ્રેણીમાં હાયડ્રોજનના અણુઓ અને કાર્બનના પરમાણુઓ ઉમેરીને શર્કરા બનાવે છે. એ ત્રણેય કામદારોના વૃંદો દિવસે કામ કરી શકે છે, અને શર્કરાના કામદારો દિવસપાળીવાળાનો ATP અને NADPHનો પુરવઠો પૂરો થાય ઓછામાં ઓછું ત્યાં સુધી રાતપાળી પણ કરે છે.
તમે સ્ટ્રોમાને એક પ્રકારના સેલ્યુલર લગ્ન ગોઠવનાર એજન્સી ગણી શકો, જેની પાસે એકબીજા સાથે “પરણાવવા” માટે પુષ્કળ અણુઓ તથા પરમાણુ છે પરંતુ તેઓ પોતે કદી જોડાશે નહિ. અમુક એન્જાઈમ લગ્ન ગોઠવવામાં ઘણા જ આક્રમક હોય છે.a તેઓ ખાસ આકાર ધરાવતા પ્રોટીન પરમાણુઓ છે જે તેઓને બરાબર અણુઓ કે પરમાણુઓને ચોક્કસ પ્રત્યાઘાત માટે પકડવા દે છે. જોકે, તેઓ ફક્ત પરમાણુના લગ્નના ભાવિ સાથીઓને પરિચય કરાવવામાં સંતોષ માનતા નથી. એન્જાઈમ લગ્ન નહિ થાય ત્યાં સુધી સંતોષ પામશે નહિ, તેથી તેઓ ભાવિ સાથીને પકડીને અણગમો ધરાવતા સાથીના સીધેસીધા સંપર્કમાં લાવે છે, અને જૈવરસાયણની રીતે લગ્ન કરવા દબાણ કરે છે. લગ્નવિધિ પછી, એન્જાઈમ નવો પરમાણુ છોડે છે અને પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન ચાલે છે. સ્ટ્રોમામાં એન્જાઈમ સંપૂર્ણ શર્કરાનો પરમાણુ આશ્ચર્ય પમાડતી ઝડપથી મોકલીને તેઓને પુનઃગોઠવે છે, ATPથી ઉત્તેજિત કરે છે, કાર્બન ડાયોક્ષાઈડ ઉમેરે છે, હાયડ્રોજન ચોંટાડે છે, અને, છેવટે, ત્રણ કાર્બન ધરાવતી શર્કરાને વધારે ફેરફાર માટે ગ્લુકોસમાંના કોઈ કોશમાં તથા અને બીજા ઘણા પરિવર્તન માટે મોકલે છે.—આકૃતિ ૫ જુઓ.
શા માટે ઘાસ લીલું હોય છે?
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મૂળભૂત રાસાયણિક પ્રત્યાઘાત કરતાં ઘણુ વધારે છે. તે વિસ્મયકારક જટિલતા તથા વિષમતાનું એક જૈવરસાયણિક સુમેળ છે. લાઈફ પ્રોસેસીસ ઑફ પ્લાંટ્સ પુસ્તક આ પ્રમાણે રજૂ કરે છે: “પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યના પ્રોટોન્સની શક્તિને ભેગી કરવાની નોંધપાત્ર, ખુબ જ નિયંત્રિત પ્રક્રિયા છે. છોડનું જટિલ બાંધકામ તથા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને નિયંત્રિત કરતાં માની ન શકાય એવાં અટપટાં જૈવરસાયણ તથા આનુવંશિક નિયંત્રણોને ફોટોનને ફસાવવાની આધારભૂત પ્રક્રિયાની વિશુદ્ધક તરીકે તથા એની શક્તિને રાસાયણિક રૂપમાં ફેરવનાર તરીકે જોઈ શકાય.”
બીજા શબ્દોમાં, શા માટે ઘાસ લીલું હોય છે એ શોધવા માટે માનવજાતે વિકસાવી છે એવી કોઈ પણ ટેકનોલોજી કરતાં ચઢિયાતી રચના અને ટેકનોલોજીને આશ્ચર્યથી નીરખો—સ્વનિયંત્રિત, આત્મનિર્ભર, અત્યંતસૂક્ષ્મ “યંત્રો” જે (ઘોંઘાટ, પ્રદૂષણ, કે બેડોળતા વગર) દર સેકન્ડે હજારો, અરે લાખો સાયકલથી ચાલે છે, અને સૂર્યપ્રકાશને શર્કરામાં ફેરવે છે. એ આપણા માટે સર્વોત્તમ—આપણા ઉત્પન્નકર્તા, યહોવાહ દેવ—રચનાકાર અને ઇજનેરની બુદ્ધિની ઝલક જોવા જેવું છે. તમે યહોવાહના એ સુંદર, જીવન ટકાવનાર, સંપૂર્ણ કારખાનાનું આનંદ સાથે અનુમોદન કરો ત્યારે અથવા ફરી વખત તમે સુંદર લીલા ઘાસ પર ચાલતા હો ત્યારે એ વિષે વિચારજો.
[Footnotes]
a કેટલાક બીજા પ્રકારના એન્જાઈમ ફારગતી કરવા દબાણ કરાવતા વકીલો જેવા હોય છે; તેઓનું કામ પરમાણુઓને છૂટા કરવાનું છે.
[Caption on page ૨૫]
ઈનસેટ ફોટો: Colorpix, Godo-Foto
[Caption on page ૨૬]
પ્રકાશ સંશ્લેષણની ક્રિયાએ આ વૃક્ષને કઈ રીતે વૃદ્ધિ આપી?
[Caption on page ૨૭]
આકૃતિ ૧
[Caption on page ૨૭]
આકૃતિ ૨
[Caption on page ૨૮]
આકૃતિ ૩
[Caption on page ૨૮]
આકૃતિ ૪
[Caption on page ૨૯]
આકૃતિ ૫