વિશ્વ નિહાળતા
ખુશમિજાજ બનો —અને તંદુરસ્ત રહો!
“વિનોદવૃત્તિથી લોકો વધુ સહિષ્ણુ બને છે, નિષ્ફળતાને સારી રીતે હાથ ધરે છે, અને શારીરિક તથા માનસિક આરોગ્ય જાળવે છે,” એમ સાઓ પાઊલો યુનિવર્સિટીના પ્રાધ્યાપક સુલી ડેમરજિયન જણાવે છે. બ્રાઝિલિયન વર્તમાનપત્ર ઓ એસ્ટાડો દ એસ. પાઊલોમાંના એક અહેવાલ અનુસાર, સારી વિનોદવૃત્તિ—વાચન તથા લેખનની જેમ—શીખી શકાય છે. સ્પષ્ટપણે જ, આ મિજાજી વ્યક્તિ વિચારસરણી બદલે એ જરૂરી બનાવે છે. સાયકોલોજીની પ્રાધ્યાપક રાકેલ રોડ્રિગ્સ કરબાઉ સમજાવે છે: “કોઈક વ્યક્તિ વિચારે કે તે જગત ન્યાયી હશે ત્યારે જ સુખી હશે તો, તેની સાથે હંમેશા દુર્વ્યવહાર કરવામાં આવશે. આખરે, બધે જ અન્યાય છે.” સારા સ્વભાવવાળા લોકો ખૂબ જ વ્યસ્ત હોય છે ત્યારે પણ, પોતાના સામાજિક સંબંધોનો આનંદ માણે છે, એમ એક અહેવાલ નોંધે છે. તેઓ “ગપસપ કરવી, કેન્ડી ખાવી, કે પાંચ મિનિટ સારું સંગીત સાંભળવું” જેવી સામાન્ય બાબતોને પણ મૂલ્યવાન ગણતા હોય છે. જોકે, ડેમરજિયન ચેતવણી આપે છે: “વ્યક્તિએ સારી વિનોદવૃત્તિને મૂર્ખાઈ તથા અણઘડતા સાથે ગૂંચવવી ન જોઈએ.”
બાળકોની પસંદ અને નાપસંદ
બાળકો શામાં સૌથી ઓછામાં ઓછો આનંદ માણે છે? ઇટાલીમાંની યુનિવર્સિટી ઑફ મિલાનના પ્રાધ્યાપક ગુસ્ટાવો પીએટ્રોપોલી શાર્મેતે ૬થી ૧૧ વર્ષની વયના બાળકોના કરેલા અભ્યાસમાં, મોટા ભાગના બાળકોએ કહ્યું: “ઘરે રહીને ટીવી જોવું,” કે “મમ્મી સાથે ઘરકામ કરવું.” વર્તમાનપત્ર લા રીપબ્લિકા કહે છે કે તેઓ સૌથી વધારે નાપસંદ બાબત કરે છે એ “નિયોજિત મુલાકાત” છે, અર્થાત્ ડાન્સિંગ, ઇંગ્લિશ, પીયાનો, વગેરે જેવા લેશનો લેવા દોડાદોડ કરવી એ છે. “એકલા હોવું” પણ સામાન્યપણે નાપસંદ છે. બીજી તર્ફે, ૪૯ ટકા છોકરાઓ ઇચ્છે છે કે માબાપો “બાળકોને ઘર બહાર રમવા દે,” જ્યારે કે છોકરીઓ ઇચ્છે છે કે માબાપ “પોતાના બાળકો સાથે રમીને મઝા માણે.” છોકરીઓ વાસ્તવમાં કહે છે: ‘મારા મમ્મી મારી સાથે રમે છે ત્યારે, તેઓ વાસ્તવમાં ડોળ કરે છે. તમે કહી શકો કે તેમને મજા આવતી નથી, અને પછી મને પણ મજા આવતી નથી.’
તમે પસંદ કરો
“શું તમારા નવા વર્ષની ખરાબ શરૂઆત થઈ?” ન્યૂ સાયંટિસ્ટ સામયિકમાં એક લેખે પૂછ્યું. “ચિંતા ન કરશો, જગત ફરતે એવા ઓછામાં ઓછા ૧૪ બીજા નવા વર્ષો છે જેમાંથી તમે પસંદ કરી શકો.” વાસ્તવમાં, ગ્રેગોરિયન કૅલેન્ડર અપનાવ્યું છે ફક્ત એવા દેશો જ જાન્યુઆરી ૧ને વર્ષના પહેલા દિવસ તરીકે જુએ છે. એ જુલિયસ શીઝર હતો જેણે ૪૬ બી.સી.ઈ.માં નક્કી કર્યું કે કૅલેન્ડરનું વર્ષ જાન્યુઆરી ૧થી શરૂ થશે, અને પોપ ગ્રેગરીએ ૧૫૮૨માં કૅલેન્ડરમાં સુધારો કર્યો ત્યારે, એ ચાલું રાખ્યું. ભિન્ન સંસ્કૃતિઓએ પોતાની કૅલેન્ડર પદ્ધતિ વિકસાવી તેમ, ઓછામાં ઓછા ૨૬ ભિન્ન નવા વર્ષના દિવસો ઉપસ્થિત થયાં. આજે બાકી રહ્યાં છે એમાં, ચીની પદ્ધતિનું સૌથી જૂનામાં જૂનું કૅલેન્ડર છે. તેઓ માટે, નવું વર્ષ આ વર્ષે ફેબ્રુઆરી ૭ના રોજ ચાલુ થાય છે. યહુદીઓનું નવું વર્ષ ઑક્ટોબર ૨જીએ આવે છે. મુસ્લિમ કૅલેન્ડર, પૂરેપૂરું ચંદ્રાધારિત હોવાથી, એની પોતાની નવા વર્ષની તારીખ હશે—મે ૮.
“ચીનની પ્રૌઢ વસ્તી”
“ચીનની પ્રૌઢ વસ્તી એકસરખા પ્રમાણમાં વધી રહી છે,” ચાયના ટુડે સામયિક અહેવાલ આપે છે. “વર્ષ ૧૯૯૪ના અંત સુધીમાં ચીનમાં ૬૦થી વધારે વયની ૧૧,૬૯,૭૦,૦૦૦ પ્રૌઢ વ્યક્તિઓ હતી, અર્થાત્ ૧૯૯૦ કરતાં ૧૪.૧૬ ટકાનો વધારો. હવે ૬૦થી વધુ વયના લોકો દેશની વસ્તીના લગભગ ૧૦ ટકા બનાવે છે, અને કુલ વસ્તીના લગભગ ત્રણ ગણા દરે પ્રૌઢ વસ્તી વધી રહી છે. તેઓની કાળજી કઈ રીતે રાખવામાં આવે છે? નોકરીની આવક, પેન્સન, સામાજિક વીમો, તથા રાહત ઘણાઓની જરૂરિયાતની કાળજી લે છે ત્યારે, ચીનના ૫૭ ટકાથી વધારે પ્રૌઢ વ્યક્તિઓ પોતાનાં બાળકો દ્વારા કે બીજાં સગાં પર નભે છે. “ચીનમાં કૌટુંબિક સંબંધો તુલનાત્મકપણે સ્થિર હોવાથી અને ચીનમાં વૃદ્ધોને માન આપવાની તથા તેઓની કાળજી લેવાની સરસ પ્રણાલિ હોવાથી, મોટા ભાગના પ્રૌઢ વ્યક્તિઓ પોતાનાં સગાં સાથે રહે છે અને તેઓની સરસ રીતે સંભાળ રાખવામાં આવે છે,” એમ ચાયના ટુડે કહે છે. “ચીનના ફક્ત ૭ ટકા વૃદ્ધ લોકો એકલાં રહે છે.”
બાળ શ્રમ —એક વધી રહેલી સમસ્યા
ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશને આપેલા તાજેતરના એક અહેવાલ અનુસાર, જગતના ૧૦થી ૧૪ વર્ષના બાળકોનાં ૧૩ ટકા—૭.૩ કરોડ બાળકો—ને નોકરી કરવા બળજબરી કરવામાં આવે છે. અહેવાલે ઉમેર્યું કે દસ વર્ષની અંદરનાં બાળકો અને ઘરનું પૂરેપૂરું કામકાજ કરતી છોકરીઓના આંકડા પ્રાપ્ય હોય તો, જગતનાં બાળ શ્રમિકોનું દળ શક્યપણે કરોડોની સંખ્યામાં પહોંચી જશે. જીનીવામાં આવેલું સંગઠન ૮૦ વર્ષોથી બાળ શ્રમનો વિવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે છતાં, ખાસ કરીને આફ્રિકા તથા લૅટિન અમેરિકામાં સમસ્યાએ વધવાનું તથા વિસ્તરવાનું ચાલું જ રાખ્યું છે. ગુલામીવાળો શ્રમ તથા નોકરીની જોખમકારક સ્થિતિ એવાં કરોડો બાળકોની જીવનરીત છે ત્યારે, વિશિષ્ટ સમસ્યા તરીકે વેશ્યાગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેટલાક દેશોમાં “પુખ્ત વયનાઓ જાતીય હેતુઓ માટે બાળકોનો ઉપયોગ કરવાને [HIV] ચેપ રોકવાનું સૌથી સરસ સાધન ગણે છે,” એમ અહેવાલ કહે છે. પૅરિસના ધ ઈન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યુનએ કહ્યું કે સંગઠન “સરકારી અધિકારીઓને દોષ દે છે જેઓએ . . . સમસ્યાને અવગણી હતી.”