વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૩/૮ પાન ૨૪-૨૫
  • પૂર હકીકત કે દંતકથા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૂર હકીકત કે દંતકથા?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભરોસાપાત્ર વિગતો
  • પ્રમાણભૂતતાની પુષ્ટિ કરવામાં આવી
  • નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • નુહ વિષે વાંચીને—આપણે શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૩/૮ પાન ૨૪-૨૫

બાઇબલનું દૃષ્ટિબિંદુ

પૂર હકીકત કે દંતકથા?

‘સર્વ પ્રાણીઓ, બબ્બે, નુહની પાસે વહાણમાં ગયાં.’​—⁠ઉત્પત્તિ ૭:૮, ૯.

નુહના દિવસના પૂર વિષે કોણે નથી સાંભળ્યું? કદાચ તમે બાળપણથી આ વાત જાણતા હશો. ખરેખર, તમે પૂર વિષે શોધખોળ કરવા સ્થાનિક પુસ્તકાલયમાં જશો તો, તમને મોટેરાઓ કરતાં બાળકો માટે આ વિષય પર લખેલાં હજુ પણ ઘણાં પુસ્તકો મળશે. આમ, તમને એવું લાગવા માંડશે કે પૂરનો અહેવાલ ઊંઘવા સમયની વાર્તા માત્ર છે. ઘણાને લાગે છે કે નુહનો પૂર અહેવાલ, સાથે બાઇબલનો ઘણો ખરો ભાગ, દંતકથા અથવા, બહુ બહુ તો, માણસે ઘડી કાઢેલા બોધપાઠથી વિશેષ કંઈ નથી.

આશ્ચર્યની વાત છે કે, બાઇબલ પર પોતાની ધાર્મિક માન્યતા આધારિત છે એવો દાવો કરનારા કેટલાક પણ પૂર ખરેખર થયું હતું કે કેમ એ વિષે શંકા દર્શાવે છે. કૅથલિક પાદરી એડવર્ડ જે. મેકલીને એક વખત જણાવ્યું કે નુહની વાર્તા ઇતિહાસ નહિ, પરંતુ “એક દૃષ્ટાંતકથા અથવા પુસ્તકિયા માહિતી” તરીકે જ સમજવાની છે.

તેમ છતાં, શું પૂરનું વર્ણન ફક્ત દૃષ્ટાંતકથા ગણવાનું છે, શું એને કદી શાબ્દિક ગણવાનું નથી? શું ખુદ બાઇબલ એવી દૃષ્ટિને પરવાનગી આપે છે?

ભરોસાપાત્ર વિગતો

પહેલાં ઉત્પત્તિના પુસ્તકમાં મુસાએ કરેલી નોંધનો વિચાર કરો. ત્યાં આપણને ખાસ વર્ષ, મહિનો, અને દિવસ જોવા મળે છે, જ્યારે જળપ્રવાહ શરૂ થયો, જ્યારે વહાણ થંભ્યું, અને જ્યારે ભૂમિ કોરી થઈ. (ઉત્પત્તિ ૭:૧૧; ૮:૪, ૧૩, ૧૪) જોકે ઉત્પત્તિમાં અન્યત્ર ખાસ તારીખો હંમેશા નોંધવામાં આવી નથી છતાં, આ તારીખો ભાર મૂકે છે કે મુસાએ પૂરને ખરો બનાવ ગણ્યો. બાઇબલ સત્યના રણકારનું, ઘણીખરી દંતકથાના શરૂઆતના ઉદાહરણરૂપ શબ્દો સાથેનું જુદાપણું તપાસો: “એક વખત એવું બન્યું કે . . .”

બીજા એક ઉદાહરણ તરીકે, ખુદ વહાણનો વિચાર કરો. બાઇબલ વહાણનું વર્ણન આશરે ૧૩૩ મીટર, જેમાં લંબાઈ-ઊંચાઈ ગુણોત્તર ૧૦ જેમ ૧ અને લંબાઈ-પહોળાઈ ગુણોત્તર ૬ જેમ ૧, તરીકે કરે છે. (ઉત્પત્તિ ૬:૧૫) હવે, નુહ કંઈ વહાણ બનાવનાર ન હતો. અને યાદ રાખો, આ વાત ૪,૦૦૦ વર્ષ અગાઉની હતી! તોપણ, વહાણ એક તરતી પેટીની જેમ કાર્ય કરે એવી આદર્શ રીતે બાંધવામાં આવ્યું. હકીકતમાં, આધુનિક જહાજી આર્કિટેક્ટોને ખુલ્લા દરિયામાં બાંધકામની નક્કરતા અને સ્થિરતા માટે આવો જ ગુણોત્તર યોગ્ય જણાયો છે. જોકે બાઇબલ સ્પષ્ટ બતાવતું નથી નુહને આ વહાણ બાંધતા કેટલો સમય લાગ્યો છતાં, અહેવાલ બાંધકામ માટે ૫૦થી ૬૦ વર્ષના ગાળાનો અવકાશ આપે છે. (ઉત્પત્તિ ૫:૩૨; ૭:૬) આ ઘટક ગિલ્ગામેશના બાબેલોનના મહાકાવ્યમાં મળી આવતી પ્રખ્યાત વાર્તાથી સદંતર ભિન્‍ન છે. મહાકાવ્ય ફક્ત સાત દિવસમાં બાંધવામાં આવેલા, દરેક બાજુ કંઈક ૬૦ મીટરવાળા, ગંજાવર, બેડોળ ઘનનું વર્ણન કરે છે. એ બાબેલોનની દંતકથાથી ભિન્‍ન, બાઇબલનો જળપ્રલયનો અહેવાલ એની ચોકસાઈમાં ભરોસો પેદા કરે છે.

ઉત્પત્તિના અહેવાલ બહાર, શાસ્ત્રવચનો નુહનો કે ગોળાવ્યાપી જળપ્રલયનો દસ વખત ઉલ્લેખ કરે છે. આ સંદર્ભો પ્રેરિત લેખકોને પૂરને સાચો ઇતિહાસ ગણતા કે પછી દંતકથા ગણતા બતાવે છે?

પ્રમાણભૂતતાની પુષ્ટિ કરવામાં આવી

શાસ્ત્રવચનોમાં બે સ્થળે, નુહ ઈસ્રાએલના રાષ્ટ્રની વંશાવળીમાં નજરે પડે છે, બીજી જગ્યાએ એ ઈસુ ખ્રિસ્તનો સમાવેશ કરે છે. (૧ કાળવૃત્તાંત ૧:૪; લુક ૩:૩૬) એઝરા અને લુક, જેઓએ આ વંશાવળીનું સંકલન કર્યું, બંને કુશળ ઇતિહાસકારો હતા અને માનતા જ હતા કે નુહ એક ખરી વ્યક્તિ છે.

બાઇબલમાં અન્યત્ર, નુહને ઐતિહાસિક પાત્રોની લગોલગ બતાવવામાં આવ્યો છે, તેને ન્યાયીપણાના અને વિશ્વાસના માણસ તરીકે ટાંકવામાં આવ્યો છે. (હઝકીએલ ૧૪:૧૪, ૨૦; હેબ્રી ૧૧:૭) શું બાઇબલ લેખકો કોઈ દંતકથામય વ્યક્તિના ઉદાહરણનું અનુકરણ કરવાનું કહે એ કોઈ રીતે અર્થસભર થશે? ના, કેમ કે એનાથી તો બાઇબલ વાચકોને સહેલાઈથી એવું માનવા તરફ દોરી જઈ શકે કે વિશ્વાસ માનવીઓની શક્તિ બહારની વાત છે અને ફક્ત વાર્તાઓના પુસ્તકનાં પાત્રોથી જ પ્રદર્શિત થઈ શકે. નુહ અને વિશ્વાસના અન્ય સ્ત્રીપુરુષોની યાદી આપવામાં આવી છે કારણ કે તેઓ આપણા જેવી જ દુર્બળતા અને લાગણીવાળા માનવીઓ હતા.—હેબ્રી ૧૨:૧; સરખાવો યાકૂબ ૫:૧૭.

બાકીના શાસ્ત્રીય સંદર્ભોમાં, નુહ અને પૂરનો, નુહ ફરતેની વિશ્વાસહીન પેઢી પર દેવે આણેલા વિનાશના સંદર્ભમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લુક ૧૭:૨૬, ૨૭ની નોંધમાં, ઈસુએ કરેલા જળપ્રલયના, ઉલ્લેખ પર ધ્યાન આપો: “જેમ નુહના દિવસોમાં થયું, તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નુહ વહાણમાં પેઠો અને જલપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ લગી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવાતા હતા.”

ઈસુએ વર્ણવેલા બનાવના તે પોતે આંખે-દેખ્યા સાક્ષી હતા, કેમ કે પૃથ્વી પર તેમના જીવન અગાઉ તે આકાશમાં અસ્તિત્વ ધરાવતા હતા. (યોહાન ૮:૫૮) જળપ્રલય માત્ર દંતકથા હોત તો, ઈસુ આડકતરી રીતે કહી રહ્યા હતા કે તેમનું ભાવિ આગમન ઢોંગ હતું અથવા પોતે જૂઠું બોલી રહ્યાં હતાં. આમાંનો કોઈ નિષ્કર્ષ શાસ્ત્રવચનોના બાકીના ભાગ સાથે સુસંગત નથી. (૧ પીતર ૨:૨૨; ૨ પીતર ૩:૩-૭) એ માટે, ઈસુ ખ્રિસ્ત, વ્યક્તિગત અવલોકનના આધારે, ગોળાવ્યાપી પૂરના બાઇબલ અહેવાલને પ્રમાણભૂત ઇતિહાસ માનતા હતા. સાચા ખ્રિસ્તીઓ માટે, એ નિઃશંક સૌથી નિર્ણાયક પુરાવો છે કે નુહના દિવસનું પૂર કોઈ દંતકથા નહિ, પરંતુ હકીકત હતી.

[Caption on page ૨૪]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો