તમારા કુટુંબનું રક્ષણ કઈ રીતે કરવું
ઉષ્માભર્યા, એકતાવાળા કૌટુંબિક વાતાવરણની ખામી યુવાનોને ગુનેગારોના સંઘના સહેલા શિકાર બનાવી શકે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, એવો અહેવાલ આપવામાં આવે છે કે, ટોળકીએ કરેલા ખૂનોમાં સંડોવાયેલા મોટા ભાગના યુવાનિયાઓ ઓછા સુખી અથવા વિભાજિત કુટુંબોમાંથી આવે છે. “લહાવાઓથી વંચિત,” ઉત્તર કેરોલિનામાંના અટકાયત કેન્દ્રના એક અધિકારી કહે છે, “તેઓ માલિક-નોકરના ગાઢ બંધન અને સંગઠનના સભ્યોની એકતાની લાગણી દ્વારા સહેલાઈથી પ્રેરાય છે, જે તેઓ પોતાના જીવનમાં પ્રથમ વાર જ અનુભવે છે.”
એ જ પ્રમાણે, પૂર્વનો એક યુવાન યાકુઝા જે પોતાના માલિક માટે જીવંત ઢાલ પણ બનવા ઇચ્છુક છે એ કહે છે: “ઘરે હું હંમેશા એકલો હતો. અમે એક કુટુંબ હતા છતાં, મેં કદી પણ અનુભવ્યું ન હતું કે અમે નિખાલસપણે વાતચીત કરી શકતા હોય. . . . પરંતુ હવે હું મિત્રો સાથે નિખાલસપણે વાતચીત કરી શકું છું.” એકલવાયા યુવાનો ગુનેગાર સંગઠનના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી બતાવે છે જેઓ તેઓને કુટુંબ-જેવી વ્યવસ્થામાં ખેંચી લાવે છે.
“યાકુઝા લોકો ખૂબ જ કાળજી લેનારા છે,” ઓકીનાવાની મોટરસાયકલ ચલાવનારી છોકરીઓના વૃંદની આગેવાન કહે છે. “એ તેઓની યુક્તિ હોય શકે; પરંતુ, તમે સમજી શકો કે અમારી સાથે કદી પણ કોમળપણે વ્યવહાર કરવામાં આવ્યો ન હોવાથી, એ અમને પ્રેરે છે.” ગુનેગાર છોકરીઓ માટેની વ્યવસ્થાની સુપરિન્ટેન્ડેન્ટ સહમત થાય છે કે ગુંડાટોળકીઓ “છોકરીઓનાં હૃદય જીતી લેવામાં કુશળ” હોય છે. એકલવાયી છોકરીઓ મધ્યરાત્રિએ પણ તેઓને બોલાવે તો, ગુનેગારોની ટોળકી જાતીય રીતે કોઈ પણ કનડગત વિના, તેઓએ જે કહેવાનું હોય છે એ સાંભળવા દોડીને પહોંચી જાય છે.
તેઓનું કાળજીભર્યુ વલણ તેઓ શિકાર બનાવતા હોય એવા યુવાનો પૂરેપૂરા મોહપાશમાં આવી જાય ત્યાં સુધી જ ચાલે છે. યુવાનો એક વાર ફસાયા પછી, તેઓનો—છોકરીઓને વેશ્યાગીરીના ચક્કરમાં અને છોકરાઓને ગુનાના ચક્કરમાં ભરપૂરપણે ગેરફાયદો ઊઠાવવામાં આવે છે.
તમે તમારા સ્નેહીજનોનું રક્ષણ કઈ રીતે કરી શકો?
“પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય,” બાઇબલ ભલામણ કરે છે. (કોલોસી ૩:૨૧) આ માબાપને છૂટછાટવાળા બનવાનું ઉત્તેજન આપતું નથી. બાઇબલ નીતિવચન કહે છે: “સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચન ૨૯:૧૫) એને બદલે, બાઇબલ પિતાઓને—અને માતાઓને પણ—પોતાનાં બાળકો સાથે વ્યવહાર કરવામાં વાજબી બનવાનું, તેઓને ધ્યાનથી સાંભળવાનું, અને તેઓ સાથેનો વાતચીત સંચાર ખુલ્લો રાખવાનું ઉત્તેજન આપે છે. પછી જ, બાળકો પોતે હતાશ હશે ત્યારે પોતાનાં માબાપ આગળ હૃદય ખોલવા પ્રેરણા પામશે.
ખુલ્લા વાતચીત સંચાર ઉપરાંત, માબાપે પોતાનાં બાળકોના જીવનમાં ધોરણો બેસાડવાની જરૂર છે. પિતાને એનું માર્ગદર્શન ક્યાંથી મળી શકે? બાઇબલ કહે છે: “વળી, પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) કૌટુંબિક બાઇબલ અભ્યાસ સત્રો દ્વારા તમારાં બાળકો સાથે બાઇબલની વિચારણા કરવા સમય ફાળવો. અને તેઓનાં હૃદયમાં યહોવાહનો હિતકર ભય રેડો જેથી તેઓ હંમેશા તેઓના પોતાના લાભ માટે યહોવાહનું માર્ગદર્શન અનુસરશે.—યશાયાહ ૪૮:૧૭.