વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૪/૮ પાન ૯-૧૦
  • ગુના વિનાનું જગત કઈ રીતે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગુના વિનાનું જગત કઈ રીતે?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ગુનેગારોના સંગઠનમાંથી બહાર નીકળી આવવું
  • જગતના આત્માથી મુક્ત થવું
  • શા માટે સંગઠિત ગુના ફૂલેફાલે છે?
    સજાગ બનો!—૧૯૯૭
  • સંગઠિત ગુના તમને કઈ રીતે અસર કરે છે
    સજાગ બનો!—૧૯૯૭
  • સંગઠિત ગુનામાંથી મુક્ત થવું “હું યાકૂઝા હતો”
    સજાગ બનો!—૧૯૯૭
  • ગુનાની જંજીરમાંથી આઝાદી શક્ય છે?
    સજાગ બનો!—૨૦૦૮
સજાગ બનો!—૧૯૯૭
g97 ૪/૮ પાન ૯-૧૦

ગુના વિનાનું જગત કઈ રીતે?

સંગઠિત ગુના સામેની લડત જગતવ્યાપી ચાલુ જ છે. “ખૂબ જ થોડા સમયમાં માફિયા વિરુદ્ધ નોંધપાત્ર પ્રગતિ, મુખ્યત્વે એક નિયમ, રેક્ટીઅર ઈન્ફ્લુઅન્સ્ડ ઍન્ડ કરપ્ટ ઑર્ગેનાઈઝેશન્સ એક્ટ, અથવા આરઆઇસીઓને કારણે થઈ છે,” યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ જાહેર કરે છે. એ ગુનેગાર સંગઠનોને ચાલબાજીની પ્રવૃત્તિની ઢબને આધારે દોષિત ઠરાવવાની પરવાનગી આપે છે, એકલદોકલ કૃત્યો પર નહિ. એ તેમ જ ટેલિફોન દ્વારા મળેલા સંદેશાઓ અને માહિતી આપીને ઓછી શિક્ષા ઇચ્છનાર બાતમી આપનાર ટોળકીના સભ્યોએ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં માફિયા વિરુદ્ધ લડતની સફળતામાં ભાગ ભજવ્યો છે.

ઇટાલીમાં પણ સત્તાઓ ટોળકીઓની સાથે સખત બની છે. સીસીલી, સાર્દિનીઆ, અને કેલેબ્રિઆ જેવા વિસ્તારો, જ્યાં સંગઠિત ગુનાઓએ ઊંડી જડ નાખી છે, ત્યાંની જાહેર ઇમારતો અને મહત્ત્વના વિસ્તારોમાં ગુનેગારોના હુમલાથી અટકાવવા લશ્કરી દળોને ચોકી કરવાનું સોંપવામાં આવ્યું છે. સરકારો એને આંતરિક વિગ્રહના જેવી દૃષ્ટિથી જુએ છે. ગુનેગાર સંઘોના કુખ્યાત આગેવાનો કેદ થયા અને માજી વડા પ્રધાન પર માનવામાં આવતા માફિયા સંપર્કને માટે તહોમત મૂકવામાં આવ્યું છે, એનાથી ઇટાલીને અમુક પરિણામો મળી રહ્યાં છે.

જાપાનમાં સરકારોએ માર્ચ ૧, ૧૯૯૨થી સંગઠિત ગુનાવિરોધી કાયદો અમલમાં મૂક્યો ત્યારથી એણે યાકુઝા પર પ્રતિબંધ લાદ્યો છે. આ કાયદા હેઠળ, ટોળકીનું સંગઠન એ રીતે એક વાર ઓળખાયા પછી, એને હિંસા પ્રતિરોધના ૧૧ પગલાંથી પ્રતિબંધિત કરવામાં આવે છે, જેમાં માહિતી ગુપ્ત રાખવા પૈસાની માંગ, રક્ષણાર્થે પૈસાની માંગ કરતી ચાલબાજીમાં ભાગ લેવાથી, અને પૈસા લઈ બાબતો થાળે પાડવા હસ્તક્ષેપ કરવાનો સમાવેશ થાય છે. આ કાયદાને અમલમાં મૂકીને સરકારનો ધ્યેય ગુંડાઓની આવકના સર્વ ઉદ્‍ભવો રોકવાનો છે. આ કાયદાએ ગુનેગારોના સંગઠનોને ઘેરી અસર કરી છે. દેખીતી રીતે જ કાયદાના સખત અમલને કારણે​—કેટલાંક વૃંદો વિખેરાઈ ગયા છે, અને આગેવાને આપઘાત કર્યો છે.

ખરેખર, સરકારો અને કાયદાનું પાલન કરાવનારી સંસ્થાઓ સંગઠિત ગુના વિરુદ્ધ સખત લડત આપી રહી છે. છતાં પણ, મેઈનીચી ડેઈલી ન્યૂઝ, ૧૯૯૪માં જગતભરના ન્યાયાધીશો અને પોલીસ અધિકારીઓની સભા પર અહેવાલ આપતા, કહે છે: “સંગઠિત ગુના લગભગ જગતના દરેક ભાગમાં બળવાન અને ધનવાન થતા જાય છે, અને દર વર્ષે લગભગ એક લાખ કરોડ ડૉલરની આવક એકઠી કરે છે.” દિલગીરીની બાબત છે કે, પૃથ્વીના ગોળા પરથી ગુનેગારોનાં જૂથોને જડમૂળથી ઊખેડી કાઢવા માટે માનવ પ્રયત્નો મર્યાદિત છે. એનું એક કારણ એ છે કે ઘણા કિસ્સાઓમાં ન્યાય સત્વરે અને ખાતરીપૂર્વકનો નથી હોતો. ઘણા લોકો માટે, ઘણી વાર કાયદાઓ ગુનેગારોની તરફેણમાં લાગતા હોય છે, ભોગ બનેલાઓની નહિ. બાઇબલે કંઈક ૩,૦૦૦ વર્ષો અગાઉ જણાવ્યું: “દુષ્ટ કામની વિરૂદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંતઃકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોટેલું છે.”​—⁠સભાશિક્ષક ૮:⁠૧૧.

ગુનેગારોના સંગઠનમાંથી બહાર નીકળી આવવું

બહારથી સંગઠિત ગુનાઓને ભાંગી પાડવા ઉપરાંત, સરકારોએ ગુનેગારોના જૂથની અંદરનાઓને બહાર નીકળવા મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. એમ કરવું કંઈ સહેલું નથી. એક જૂની કહેવત અનુસાર, “માફિયા છોડવાનો એકમાત્ર રસ્તો મરણ છે.” કોઈક ગુંડાએ યાકુઝા સંગઠન છોડવું હોય તો, તે મોટી રકમ ચૂકવે અથવા તેની ટચલી આંગળી કે એનો અમુક ભાગ કાપી નંખાવે એવી માંગ કરવામાં આવે છે. ગુનાના જગત સાથેના બંધનો તોડવાના ભયમાં અગાઉના ગુંડાએ સીધુસાદું જીવન જીવવાની વાસ્તવિકતાનો સામનો કરવાનો પણ સમાવેશ થાય છે. નોકરી માટેની તેની અરજીઓ મોટે ભાગે નકારાશે. તેમ છતાં, કેટલાક દેશોમાં મુક્ત થવા પ્રયત્ન કરતા ગુનેગારો જેઓને સારી નોકરી મેળવવામાં મુશ્કેલી નડતી હોય, તેઓને મદદ કરવા પોલીસ હોટ લાઈન હોય છે.

ટોળકીકુટુંબનું દબાણ અને સમાજના પૂર્વગ્રહનો સામનો કરીને, સારા જીવનની શરૂઆત કરવા એ વ્યક્તિ પાસે દૃઢ પ્રેરણાબળ હોવું જરૂરી છે. એને શું પ્રેરણા આપી શકે? એ પોતાના કુટુંબ માટેનો પ્રેમ, શાંતિપૂર્ણ જીવનની ઝંખના, અથવા ખરું કરવાની ઇચ્છા હોય શકે. તેમ છતાં, સૌથી પ્રબળ પ્રેરણાબળ તો આ અંકના પાન ૨૬ પરના લેખમાંના યાસુઓ કાટૌકાના વૃતાંત દ્વારા સારી રીતે બતાવાયું છે.

યાસુઓ કાટૌકા સેંકડો ઉદાહરણોમાંનું એક છે જેઓએ તેઓનાં જીવન તદ્દન બદલી નાખ્યાં છે. તેઓએ અગાઉ બતાવેલા પશુસમાન ગુણો ‘દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રમાં સરજાયેલા’ નવા માણસપણામાં બદલાઈ ગયા છે. (એફેસી ૪:૨૪) હવે, વરૂઓ જેવા લોકો શાંતિપૂર્ણ રીતે નમ્ર-સ્વભાવના, ઘેટાં જેવા નાગરિકો સાથે રહે છે, અને તેઓ બીજાઓને પણ મદદ કરી રહ્યા છે!​—⁠યશાયાહ ૧૧:⁠૬.

જગતના આત્માથી મુક્ત થવું

અગાઉના લેખમાં જણાવ્યું તેમ, ફક્ત ગુનેગારોના જૂથો જ એક અદૃશ્ય સત્તા શેતાન ડેવિલ હેઠળ નથી પરંતુ સમગ્ર જગત છે. લોકો એ જાણતા પણ નથી, પરંતુ શેતાને જગતને પોતાના ગુનાહિત ધ્યેયો પૂરા કરવા માટે સંગઠિત કર્યું છે. ગુનાહિત જૂથો જેમ ધનસંપત્તિ અને કૃત્રિમ કૌટુંબિક વ્યવસ્થા પૂરી પાડતા હતા તેમ, તે લોકોને સંપત્તિ, આનંદપ્રમોદ, અને એકતાની લાગણી પૂરી પાડીને એક ભલા માલિકની ભૂમિકા ભજવે છે. તમે એ પારખી ન પણ શકો છતાં, તમે તેની કપટી ચાલબાજીથી છેતરાઈ પણ ગયા હોય શકો. (રૂમી ૧:​૨૮-૩૨) બાઇબલ આપણને જણાવે છે કે “જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે.” (યાકૂબ ૪:⁠૪) આ જગત, જે શેતાનની અસર હેઠળ છે, તેની સાથે મૈત્રી કરવી સલામત નથી. વિશ્વના ઉત્પન્‍નકર્તાએ શેતાન અને તેના પિશાચોનો નાશ કરી તેઓની દુષ્ટ અસરવાળા જગતને સ્વચ્છ કરવા ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ દૂતોનું લશ્કર તૈયાર રાખ્યું છે.​—પ્રકટીકરણ ૧૧:૧૮; ૧૬:​૧૪, ૧૬; ૨૦:​૧-૩.

તો પછી તમે કઈ રીતે શેતાનના જગતની અસર હેઠળથી બહાર નીકળી આવી શકો? એકાંતવાસી સંન્યાસી જીવન જીવીને નહિ પરંતુ આજે જગત પર અમલ ચલાવી રહેલાં વલણો અને વિચારઢબથી મુક્ત થઈને. એમ કરવા માટે, તમારે શેતાનની ભરમાવનારી યુક્તિઓ સામે લડત આપવી પડશે અને તે લોકોને પોતાની પકડમાં રાખવા જે પ્રોત્સાહનો મૂકે છે તેનો પ્રતિકાર કરવો પડશે. (એફેસી ૬:​૧૧, ૧૨) એમાં બલિદાન આપવાનો સમાવેશ થશે, પરંતુ તમે કૃતનિશ્ચયી હશો અને યહોવાહના સાક્ષીઓ જે મદદ રજૂ કરે છે એ માટે પોતાને પ્રાપ્ય બનાવશો તો તમે બીજાઓની માફક જ મુક્ત થઈ શકશો.

ગુનાના આ ઊથલપાથલવાળા જગતની સફાઈના દેવના કૃત્ય પછી શું થશે? બાઇબલ કહે છે “દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે,” અને આગળ કહેવાનું ચાલુ રાખે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:​૨૮, ૨૯) પછી, પશુસમાન ગુણો હતા તેઓથી કાંપવાની જરૂર નહિ પડે, કેમ કે તેઓ પૃથ્વીને ભરપૂર કરનાર “યહોવાહના જ્ઞાનથી” રૂપાંતર પામ્યા હશે.​—⁠યશાયાહ ૧૧:⁠૯; હઝકીએલ ૩૪:⁠૨૮.

આજે આવું રૂપાંતર વાસ્તવિકતામાં પરિણમી રહ્યું જ છે, જેમ આ અંકના પાન ૨૬ પર આપેલું જાપાનમાંના અગાઉના યાકુઝા સભ્યનું જીવન વૃત્તાંત બતાવે છે.

[Caption on page ૧૦]

દેવની નવી દુનિયામાં, સર્વ પોતાના હાથના કાર્યનો આનંદ માણશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો