વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૪/૮ પાન ૧૬-૧૮
  • ફૂલ દર્શાવે છે કે કોઈક કાળજી લે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફૂલ દર્શાવે છે કે કોઈક કાળજી લે છે
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • પ્લાસ્ટિકથી ઢાંકેલાં વનસ્પતિ ઉછેરગૃહો અને કૃત્રિમ સરોવરો
  • ઉત્પાદનની પૂર્વયોજના
  • કાપણીની મોસમમાં સખત મહેનત
  • એક રંગીન અને સુગંધિત સંદેશ
  • ખરેખર કાળજી રાખનાર વ્યક્તિ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૪/૮ પાન ૧૬-૧૮

ફૂલ દર્શાવે છે કે કોઈક કાળજી લે છે

કો લં બિ યા માં ના સ જા ગ બ નો! ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

એક મોહિત બાળકી પોતાની ભરાવદાર મુઠ્ઠીમાં પીળાં ફૂલો ભેગા કરીને તેની માતા પાસે પોતે કરેલી મૂલ્યવાન શોધ સાથે દોડી જાય છે. એક પ્રેમાળ પતિ પોતાની પત્નીની કેટલી કાળજી રાખે છે એ બતાવવા રસ્તાની બાજુએ ઊભેલા ફૂલવાળા પાસેથી ગુલાબ લે છે. એક કદરદાન પુત્ર પોતાની માતાને ખુશ કરવા બાજુના ફૂલ વેચનારને ગુલદાવરીનાં તાજાં ફૂલ માટે ફોન કરે છે. એક સદ્‍ગૃહિણી ગુલનારના વિવિધ રંગના ગુલદસ્તાની ખરીદી મોખરે રાખે છે. આ તેના સારી રીતે શણગારેલા ઘરને વધારે સરસ બનાવશેr.

ફૂ લો આબાલવૃદ્ધ સર્વના હૃદયને ઉષ્મા આપે છે. “કોઈક કાળજી લે છે” એવું પ્રદર્શિત કરવાની ઉત્તમ રીત છે. એક સ્પૅનિશ કહેવત જણાવે છે: “જે કોઈ ગુલાબ માટે આભારી નથી એ બીજા કશા માટે પણ આભારી નહિ હોય.” (કિયેન નો આગ્રાદેસે ઉના રોસા, નો આગ્રાદેસેરા નિંગૂના કોસા.)

ફૂલોનું વેચાણ પહેલાંના કરતાં અતિઘણું વધ્યું છે. ઝડપી હવાઈ પરિવહનના આ યુગમાં, ફૂલો દુકાનો, મોટા બજારો, અને રસ્તાની બાજુ દુકાનોથી ક્યાંક દૂર ઉગાડી શકાય છે જ્યાં એ પસાર થનાર લોકોને આકર્ષે છે. ટાઈમ સામયિકે જણાવ્યું કે ફૂલોનો ઉદ્યોગ “ઝડપથી વધી રહ્યો છે અને એનાથી પણ વધારે ઝડપથી બદલાઈ રહ્યો છે: વધારેને વધારે ઉત્પાદન દક્ષિણ ગોળાર્ધથી આવી રહ્યું છે​—⁠મોટે ભાગે કોલમ્બિયાથી, જે હોલેન્ડ પછી સૌથી વધારે આયાત કરનારો બીજો દેશ બન્યો છે.”

પ્લાસ્ટિકથી ઢાંકેલાં વનસ્પતિ ઉછેરગૃહો અને કૃત્રિમ સરોવરો

આ વેપારમાં ૨૫ કરતાં વધારે વર્ષવાળું, કોલંબિયા આખા જગતમાં ગુલનારનાં ફૂલો નિકાસ કરવામાં મોખરે છે, જ્યારે કે બીજા બધા ફૂલોના વેચાણમાં બીજા નંબરે છે. વર્ષ ૧૯૬૪માં કેલિફોર્નિયા, યુ.એસ.એમાં વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ આખા વર્ષ દરમિયાન ફૂલો ઉગાવી શકાય માટે ઉત્તમ વાતાવરણવાળાં સ્થળો નક્કી કરવા કોમ્પ્યુટર અભ્યાસ કર્યો. તેણે શોધી કાઢ્યું કે ઉચ્ચ ઘાટીનું વાતાવરણ અને ઊંચાઈ, જ્યાં ભૂમધ્યરેખાની ઉત્તરે અને એન્ડીસ પર્વતોની લગભગ ૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ બોગટા આવેલું છે ત્યાંની આબોહવા ઉત્તમ છે.

સાન્તા ફે દે બોગોટાના આશ્ચર્યજનકપણે લીલી તૃષ્ણાભૂમિમાં, જ્યાં ૯૨ ટકા કોલંબિયાનાં, નિકાસ કરનારાં પુષ્પોદ્યાનો આવેલાં છે, એમાં ઠેકઠેકાણે કૃત્રિમ ઝરણાં અને વનસ્પતિ ગૃહો નજરે પડે છે. આ લાકડા કે ધાતુના બનાવેલાં વનસ્પતિ ઉછેરગૃહોમાં કાળજીપૂર્વક જાળવેલું વસંતઋતુનું વાતાવરણ લાખો ગુલનાર, ગુલદાવરી, ગુલાબ, સેવંતી, અલસ્ટ્રોમેરિયાસ, અને બીજાં અન્ય પ્રકારનાં ફૂલો ઉછેરે છે, જે જલદી જ કાપીને પેક કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા મોકલાશે.

ફૂલોના ઉછેર માટે આદર્શ તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે, જે સમગ્ર વર્ષ દરમિયાન તૃષ્ણભૂમિના દિવસનું સાધારણ તાપમાન છે. અહીં વરસાદનું પાણી મોટા પ્રમાણમાં પ્રાપ્ય છે, માટી ફળદ્રુપ છે, અને અને સસ્તા મજૂરો પણ પ્રાપ્ય છે. રાત્રિ દરમિયાન, તાપમાન લગભગ ઠારબિંદુએ પહોંચે છે અને ક્યારેક તો -૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થઈ જાય છે. ધુમાડો કરવાની માટલી, ઊંચા વોટેજના પ્રકાશના બલ્બો, અથવા ફુવારા બુંદો ઠંડકથી રક્ષણ કરે છે. બલ્બનો પ્રકાશ દિવસના પ્રકાશ લંબાવવાનું પણ કાર્ય કરે છે, જેનાથી કેટલાક છોડ જાગતા રહે છે અને એઓની વૃદ્ધિ ઝડપી થાય છે.

ઉત્પાદનની પૂર્વયોજના

કોલંબિયામાં ૧,૨૦,૦૦૦થી વધારે કર્મચારીઓ ફૂલના ઉદ્યોગના કોઈક તબક્કામાં સામેલ છે. જેમાં ઘણા યહોવાહના સાક્ષીઓ પણ છે જે તૃષ્ણભૂમિમાં વિખરાયેલા સમાજોમાં રહે છે. ફાકાતાતિવા મંડળના એક વડીલ, બેનીતો કીંતાના એક નર્સરીમાં ઉત્પાદન પરિનિરીક્ષક તરીકે કામ કરે છે. એ સમજાવે છે: “અમારે બજારની મોસમી માંગોને પહોંચી વળવા માટે મહિનાઓ પહેલાં ઉત્પાદનની યોજના ઘડવી પડે છે. ગુલનારના માટે મૂળ છોડોને હોલૅન્ડ અથવા ઇટાલીથી, અને ગુલદાવરી ફ્લોરિડાથી આયાત કરવામાં આવે છે. સ્ત્રીઓ એના અંકુરને કાળજીપૂર્વક કાપે છે અને એઓને ઉષ્ણ વનસ્પતિ ઉછેરગૃહમાં ઢોળાવવાળી હરોડમાં લગાવવામાં આવે છે જ્યાં એના મૂળ ન ઉગે ત્યાં સુધી એઓને વાદળરૂપી ઝાકળથી સિંચવામાં આવે છે. ગુલદાવરીને માટે ૨૦થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને રાતના બે કલાકના વધારાના પ્રકાશ સાથે ૧૨ દિવસ લાગે છે. ગુલનાર ૧૫થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાનને રાતના પ્રકાશ વગર ૨૩ દિવસ લે છે. પછી અમે નાના છોડને બીજા વનસ્પતિ ઉછેરગૃહોની ક્યારીઓમાં સ્થળાંતર કરીએ છીએ જ્યાં ફૂલ ખીલે ત્યાં સુધી, જો કે ગુલનારને છ મહિના અને ગુલદાવરી ત્રણ મહિના લે છે એ દરમિયાન પૌષ્ટિક તત્વોથી પોષવામાં આવે છે, દવાનો છંટકાવ કરવામાં આવે છે અને સિંચવામાં આવે છે.”

કાપણીની મોસમમાં સખત મહેનત

કાપણીની મોસમ આવે છે ત્યારે, સ્ત્રીઓ સૌથી સારું કામ કરે છે, જે હાથમોજાં વિના અને સારી રીતે હાથ સાફ રાખીને કરે એવું પસંદ કરવામાં આવે છે. કળીઓ કેવી ખીલી છે, અથવા દાંડીઓ કેવી સીધી છે જેનાથી ફૂલોની ગુણવત્તા નક્કી થાય છે એનો નિર્ણય મશીનો કરી શકતાં નથી. આ એ જ બાબતો છે જે ફૂલોની ગુણવત્તાને નક્કી કરે છે.

ફાકાતાતિવાથી હુદીત કૉરેદોર સમજાવે છે: “સ્ત્રીઓ પાસે ધીરજ અને કોમળ સ્પર્શ, ઝડપથી અને કુશળતા છે, જેની જરૂર હોય છે. અમે સવારે વનસ્પતિ ઉછેરગૃહોમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે,” હુદીત કહેવાનું ચાલુ રાખે છે, “તૃષ્ણભૂમિ ઘણી વાર ધુમ્મસથી ઢંકાયેલું હોય છે; અહીંયા બહુ જ ઠંડી હોય છે, અરે ઠરી જવાય એટલી ઠંડી હોય શકે. કેટલીક છોકરીઓ સ્કાર્ફ પહેરે છે. દિવસે તાપમાન વધીને, કેટલીક વખત ૩૨ ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જાય છે. આ સખત મહેનતનું કામ છે, ખાસ કરીને જ્યારે કાપણીની મોસમમાં અમે બહુ વ્યસ્ત હોઈએ છીએ અને વધારે સમય કામ કરવું પડે છે.”

એક રંગીન અને સુગંધિત સંદેશ

ફૂલ કાપ્યાં પછી, એક ખાસ ઓરડામાં લઈ જવામાં આવે છે જ્યાં સારા પ્રમાણમાં હવા અને ઉજાસ હોય છે. અહીં સ્ત્રીઓ ગુણવત્તા અને એની દાંડીઓની સીધાઈ, જાડાઈ અને લંબાઈના આધારે પસંદ કરીને વર્ગીકરણ કરે છે. પછી ફૂલ, પારદર્શક પ્લાસ્ટિકમાં વીંટાળવામાં આવે છે, દરેકમાં ૨૫ ગુચ્છા એમ, એ પેકિંગ માટે તૈયાર છે. આયાત માટે ફક્ત સૌથી સારાં ફૂલની પસંદગી કરવામાં આવે છે.

પુરુષો ફૂલોને નર્સરીનું નામ ધરાવતા કોરગેટેડ સળ પાડેલાં પૂંઠાંના ખાસ ખોખામાં​—એક ખોખામાં ગુલનારના ૨૪ ગુચ્છા એમ પેક કરે છે. બેનીતોનો ભાઈ, અલેજાન્દ્રો કીંતાના, જે પેકિંગ વિભાગમાં કામ કરે છે, એ કહે છે: “અમારે ઝડપથી કામ કરવું પડે છે કારણ કે બધા પાકમાં ફૂલો જલદી બગડી જાય છે. અમારી કંપની પાસે બે પંપ છે જો એક સાથે, ૧૧૨ ખોખામાંથી ગરમ હવા ચૂસી લઈને એજ સમયે બે કલાક સુધી ઠંડી હવા અંદર નાખે છે, આમ ફૂલોના તાપમાનને ઠારબિંદુથી થોડી જ ડિગ્રી સુધી ઓછું કરે છે. પછી ખોખાના કાણાંઓને બંધ કરવામાં આવે છે અને ફૂલોને હવાઈ મથકે લઈ જવા ટ્રકમાં મૂકવામાં આવે ત્યાં સુધી ઠંડી વખારોમાં મૂકવામાં આવે છે.”

બોગાટાના ઍલ ડોરાડો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર, ફૂલની નિકાસની તપાસ થાય છે અને પછી વિક્રેય માલને પરદેશના વિતરણ સ્થાને પહોંચાડવા માટે મોટા જેટ વિમાનોમાં મૂકવામાં આવે ત્યાં સુધી ઠંડી-વખાર સવલતોમાં થોડા કલાકો રાખવામાં આવે છે. થોડા જ દિવસમાં, આ ફૂલ ઘરો, ઑફિસો, દવાખાનાઓ અને અન્ય સ્થળોએ, કોઈ કાળજી રાખે છે એવા રંગીન અને સુગંધિત સંદેશ આપતાં ખીલી રહ્યાં હશે.

ખરેખર કાળજી રાખનાર વ્યક્તિ

પૃથ્વી પર આપણે ક્યાંય પણ જઈએ, આપણને આપણા આનંદ માટે ફૂલો મળે છે. એ પર્વતોની ઊંચાઈ પર, હિમક્ષેત્રો અને હિમનદીના કિનારે, જંગલો અને બીડમાં, ઝરણાં અને નદીઓના કિનારે, સમુદ્ર તટે, અને ગરમ, સૂકા રણમાં પણ જોવા મળે છે. માણસ પૃથ્વી પર આવ્યો એના ઘણા લાંબા સમય પહેલાંથી ફૂલો છે. વનસ્પતિશાસ્ત્રી જાહેર કરે છે કે ‘ફૂલોના છોડ પર સર્વ પ્રાણી અને માનવ જીવનનો આધાર છે. એના વિના પ્રાણીઓ અને મનુષ્ય અસ્તિત્વ ધરાવી શકે નહિ.’

રાજા સુલેમાને અંતદૃષ્ટિથી કહ્યું: ‘દેવે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે.’ (સભાશિક્ષક ૩:૧૧) એમાં વિવિધ અને ઉત્કૃષ્ટ ફૂલોની દેવની ભેટનો પણ સમાવેશ થાય છે. અત્યંત પ્રાચીન સમયથી એઓએ આબાલવૃદ્ધ સર્વનાં હૃદય ખુશ કર્યા છે. વાસ્તવમાં, દેવ ખરેખર કાળજી રાખે છે!

ફૂલોને લાંબો સમય તાજાં રાખવાં • ફૂલોને ફૂલદાનીમાં મૂકતા પહેલાં ડાળીને પાણીમાં રાખી ત્રાંસી કાપો. દાંડીઓના છેડે લાગેલું પાણીનું ટીપું હવાને પ્રવેશવા દેશે નહિ અને એમ એ પાણી અને પૌષ્ટિક તત્વો લેવામાં થતા વિક્ષેપને અટકાવશે. • જીઓમુન્ડો સામયિક કોલંબિયાના બાગવાનનો ઉલ્લેખ કરે છે જે કહે છે કે પાણીમાં એક એસ્પિરિનની ગોળી, એક ચમચી ખાંડ, અથવા થોડું કોલા ઉમેરવાથી ફૂલો લાંબા સમય સુધી તાજા રહે છે. રૂમના તાપમાન જેવા તાજા પાણીનો ઉપયોગ કરી દર બે કે ત્રણ દિવસે પાણી બદલો, જે કે કળીઓને વહેલી ખીલાવવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય. • ડાળીઓને ગરમ પાણીમાં દસ મિનિટ સુધી ડૂબાડી રાખવાથી અને એ જ વખતે એની પાંખડીઓ પર ઠંડુ પાણી છાંટવાથી થોડા મુરઝાયેલા ફૂલ તાજા બનાવી શકાય છે. ફૂલોને ગરમીથી, સીધી હવાથી, અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો