બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું બાળકોએ તેઓનો પોતાનો ધર્મ પસંદ કરવો જોઈએ?
મા બાપ પોતાનાં બાળકો જન્મે ત્યારથી તરુણાવસ્થા પર્યંત, પોતાનાં બાળકો માટે પસંદગીઓ કરે છે. એ જ સમયે, એક શાણા માબાપ જાણે છે કે ક્યારે તેઓએ શક્ય હોય એમાં, બાળકો શું પસંદ કરશે એનો વિચાર કરીને લવચીક બનવું.
તોપણ, બાળકોને કેટલા પ્રમાણમાં પસંદગીની સ્વતંત્રતા આપવી એ માબાપ માટે પડકાર રજૂ કરી શકે. એ જ સાચું છે કે બાળકો સાચી પસંદગીઓ કરી શકે અને અમુક હદની સ્વતંત્રતામાંથી લાભ લઈ શકે, એ જ સમયે એ પણ સાચું છે કે તેઓ ખોટી પસંદગીઓ કરી શકે, જે દુઃખદ ઘટનામાં પરિણમી શકે.—૨ રાજા ૨:૨૩-૨૫; એફેસી ૬:૧-૩.
દાખલા તરીકે, બાળકો ઘણી વાર પૌષ્ટિક ખોરાક કરતાં આચરકૂચર ખોરાક પસંદ કરશે. શા માટે? કારણ કે નાનપણમાં, તેઓ એકલા પોતાના માટે ખરા નિર્ણયો લઈ શકતાં નથી. શું માબાપો માટે એ શાણપણ હશે કે તેઓ પોતાનાં બાળકોને છેવટે તેઓ પૌષ્ટિક ખોરાક પસંદ કરશે એવી આશા રાખી, એ બાબતોમાં છૂટછાટ આપે? ના. એના બદલે, માબાપે પોતાનાં બાળકોના લાંબા સમયના ભલા માટે પસંદગી કરવી જ જોઈએ.
એ કારણે, માબાપે વ્યાજબી રીતે જ, પોતાનાં બાળકોના ખોરાક, કપડાં, શણગાર અને નૈતિકતાને લગતી પસંદગીઓ કરવી જોઈએ. પરંતુ ધર્મ વિષે શું? શું માબાપે એ પણ પસંદગી કરવી જોઈએ?
પસંદગી
કેટલાક દલીલ કરશે કે માબાપે પોતાનાં બાળકો પર પોતાનો ધર્મ ઠોકી બેસાડવો જોઈએ નહિ. હકીકતમાં, ૧૬૦થી વધારે વર્ષ પહેલાં, કેટલાક ખ્રિસ્તી હોવાનો દાવો કરનારાઓએ એવા વિચારોને ઉત્તેજન આપ્યું કે “બાળકોને તેઓ પસંદગી કરી શકે અને પસંદ કરે ત્યાં સુધી ધર્મ શીખવવો જોઈએ નહિ રખેને તેઓના મનમાં કોઈ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ બંધાય.”
તેમ છતાં, આ વિચાર બાઇબલ દૃષ્ટિબિંદુ સાથે સુમેળમાં નથી. બાઇબલ જન્મથી જ બાળકોમાં ધાર્મિક માન્યતાઓ સિંચવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. નીતિવચન ૨૨:૬ કહે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”
‘બાળક’ ભાષાંતર પામેલો હેબ્રી શબ્દ બાળપણથી તરુણાવસ્થાનો સમાવેશ કરે છે. શરૂઆતથી શીખવાના મહત્ત્વ વિષે લગતા, ઈલિનોઈસ વિદ્યાપીઠ યુ.એસ.એ.ના ડૉ. જોસેફ એમ. હન્ટે કહ્યું: “જીવનના પ્રથમ ચાર કે પાંચ વર્ષ દરમિયાન બાળકનો વિકાસ ઘણો ઝડપી અને મોટા ભાગે ફેરફાર કરવા તૈયાર . . . કદાચિત ૨૦ ટકા જેટલી [તેની] મૂળભૂત ક્ષમતાઓ તેના પ્રથમ જન્મદિવસ અગાઉ અને સંભવિત: પચાસ ટકા તે ચાર વર્ષનો થાય એ પહેલાં વિકસી જાય છે.” આ ફ્કત બાઇબલની પ્રેરિત સલાહ પર ભાર આપે છે કે માબાપ પોતાનાં બાળકોને દેવના માર્ગમાં તાલીમ આપે એ મહત્ત્વનું છે નાનપણથી જ માર્ગદર્શન આપે એ ડહાપણભર્યું છે.—પુનર્નિયમ ૧૧:૧૮-૨૧.
વિશિષ્ટપણે, શાસ્ત્રવચનો દેવનો ભય રાખતાં માબાપને પોતાનાં બાળકોમાં યહોવાહ માટે પ્રેમ સિંચવા દોરે છે. પુનર્નિયમ ૬:૫-૭ કહે છે: “અને યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) “શીખવ” હેબ્રી ક્રિયાપદ ભાષાંતર પામેલું એ જાણે કે ધાર કાઢવાના પથ્થર પર સાધનને, તેજ કરવું, એવો વિચાર ધરાવે છે. આ ફક્ત થોડુંક ઘસવાથી તેજ થઈ શકતું નથી પરંતુ ખંતપૂર્વક અને વારંવાર ઘસવું પડે છે. ધ ન્યૂ ઈંગ્લીશ બાઇબલ હેબ્રી ક્રિયાપદનું “વારંવાર” ભાષાંતર કરે છે. દેખીતી રીતે જ, ‘શીખવવુંʼનો અર્થ કાયમી અસર પાડવી એમ સૂચવે છે.—નીતિવચન ૨૭:૧૭ સરખાવો.
તેથી, સાચા ખ્રિસ્તી માબાપ પોતાનાં બાળકો પર પોતાની ધાર્મિક માન્યતાઓની અસર પાડવાની પોતાની ફરજને ગંભીર ગણે છે. તેઓ પોતાનાં બાળકોને પોતાની રીતે પસંદગી કરવા દઈને વાજબીપણે જવાબદારીમાંથી છટકી શકતા નથી. આમાં પોતાનાં “નાનેરાઓ”ને સભાઓમાં લઈ જવાનો સમાવેશ થશે. ત્યાં માબાપ તેઓ સાથે બેસીને તેઓને આત્મિક લાભની કદર કરવા મદદ કરી શકે જે એકતામય કુટુંબ શાસ્ત્રીય ચર્ચાઓને ધ્યાન આપવાથી અને એમાં ભાગ લેવાથી પ્રાપ્ત કરી શકે.—પુનર્નિયમ ૩૧:૧૨, ૧૩; યશાયાહ ૪૮:૧૭-૧૯; ૧ તીમોથી ૧:૫; ૨ તીમોથી ૩:૧૫.
પ્રેમાળ જવાબદારી
આ ખાઈ લે કારણ કે એ પૌષ્ટિક છે બાળકને માત્ર એવું કહેવાનો અર્થ એવો નથી થતો કે બાળક એનો આનંદ માણશે. આમ, એક શાણી માતા જાણે છે કે કઈ રીતે આ આવશ્યક ખોરાક બને એટલો બાળકના સ્વાદાનુસાર બનાવવો. અને, નિશ્ચે, તે ખોરાક એ રીતે તૈયાર કરે છે કે બાળક એ પચાવી શકે.
એ જ રીતે, બાળકને ધાર્મિક શિક્ષણ શરૂઆતમાં અડચણ લાગી શકે, અને માબાપને એમ લાગી શકે કે એ બાબત પર વિચારદલીલ કરવું અસરકારક નથી. છતાં, બાઇબલનું નિર્દેશન સ્પષ્ટ છે—માબાપે પોતાનાં બાળકોને નાનપણથી તાલીમ આપવા પોતાનાંથી બનતું બધું કરવું જોઈએ. (૨ તીમોથી ૩:૧૫) એ કારણે, શાણા માબાપે પોતાના બાળકની ધાર્મિક શિક્ષણને પચાવી શકવાની ક્ષમતા ધ્યાનમાં રાખીને બાળકને ગમે એ રીતે રજૂ કરીને સ્વાદિષ્ટ બનાવશે.
પ્રેમાળ માબાપ પોતાનાં બાળકોની જીવન જરૂરિયાત પૂરી કરવાની ફરજ પ્રત્યે સજાગ હશે, અને મોટા ભાગના કિસ્સાઓમાં માબાપ કરતાં કોઈ પણ બાળકની જરૂરિયાતો વિષે સારી રીતે જાણકાર નથી. આના સુમેળમાં, બાઇબલ શારીરિક રીતે તેમ જ આત્મિક રીતે પૂરું પાડવાની પ્રાથમિક જવાબદારી માબાપને સોંપે છે—ખાસ કરીને પિતાને. (એફેસી ૬:૪) આમ, માબાપે પોતાની જવાબદારી બીજા કોઈ પર નાંખી છટકી જવાનું નથી. તેઓ આપવામાં આવેલી મદદનો લાભ લઈ શકે છતાં, એ માબાપ પાસેના ધાર્મિક શિક્ષણની અવેજીમાં નહિ, પણ પૂરક હશે.—૧ તીમોથી ૫:૮.
જીવનના અમુક સમયે, દરેક વ્યક્તિ નક્કી કરશે કે પોતાને માનવી હોય તો, કઈ ધાર્મિક માન્યતા અનુસરશે. ખ્રિસ્તી માબાપ પોતાનાં બાળકોને નાનપણથી જ ધાર્મિક શિક્ષણ આપવાની વ્યક્તિગત જવાબદારી ઉપાડે અને તેઓ એ સમયનો ઉપયોગ તેઓના ખરા સિદ્ધાંતોના આધારે વિચારદલીલ કરવા શિક્ષણ આપવામાં કરે તો, પછીથી જીવનમાં બાળકોની પસંદગી સંભવિત: સાચી જ હશે.—૨ કાળવૃત્તાંત ૩૪:૧, ૨; નીતિવચન ૨:૧-૯.
[Caption on page ૧૪]
The Doré Bible Illustrations/Dover Publications, Inc.