વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૪/૮ પાન ૨૯
  • વિશ્વ નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સૂચિત દવાઓનો દુરુપયોગ
  • ખરીદીનું વ્યસન
  • “ટીવી જોનારાં બાળકોની સેના”
  • પગની સમસ્યા
  • સ્ત્રીઓ અને આપઘાત
  • એઇડ્‌સનું “ગોળાવ્યાપી કેન્દ્ર”
  • વિશ્વ નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૭
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૩
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૪/૮ પાન ૨૯

વિશ્વ નિહાળતા

સૂચિત દવાઓનો દુરુપયોગ

ઑસ્ટ્રેલિયાવાસીઓ વિક્ટોરીયા રાજ્યમાં, મેલબોર્નનું સમાચારપત્ર હેરાલ્ડ સન અહેવાલ આપે છે કે “ઑસ્ટ્રેલિયનો દવાઓ પાછળ વર્ષમાં ૩ અબજ ડૉલર ખરચે છે અને સૂચિત પીડાહારક દવાના વધુને વધુ બંધાણી થતા જાય છે.” વિક્ટોરીયાના આરોગ્ય અધિકારીએ ચેતવણી આપી કે “સૂચિત દવાઓનો દુરુપયોગ આપણને ખબર પણ નથી હોતી એ રીતે સમસ્યા ઊભી કરે છે અને કેફી પદાર્થોની માફક આપણા આરોગ્ય અને જીવનશૈલી માટે વિષમય બની શકે.” વધુમાં તેમણે એ અહેવાલો વિષે પણ ચિંતા વ્યક્ત કરી કે વધુને વધુ લોકો હવે ‘અનેકવિધ-દાક્તરો’ પાસે અનેક સૂચિત દવાઓ પ્રાપ્ત કરવા જાય છે. અમુક ગોળીઓ સાચવી રાખવામાં આવે છે, પછી વાટીને રુધિર પ્રવાહમાં ઇન્જેક્શનથી દાખલ કરવામાં આવે છે. એક સર્વેક્ષણ અનુસાર, કાયદેસર તબીબી ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ માટે પીડાહારક દવાઓ લેતા લોકોમાં ૧૯૯૩માં ૩ ટકાથી ૧૯૯૫માં ૧૨ ટકાનો ઉછાળો આવ્યો છે.

ખરીદીનું વ્યસન

આયર્લૅન્ડમાં દબામણીયુક્ત ખરીદી “હવે વ્યસન તરીકે ઓળખાય છે અને દારૂ, કેફી પદાર્થ, જુગાર, અને ભોજન વિકાર જેવી ગંભીર લાગણીમય અને માનસિક અસર તરીકે વિચારવામાં આવે છે, જેને નિષ્ણાતની મદદની જરૂર છે,” ધ આઇરીશ ટાઇમ્સ કહે છે. આવા વિકારનો ભોગ બનેલાઓ છુટે હાથે બિનજરૂરી એવી વસ્તુઓ ખરીદવામાં ખર્ચે છે. અહેવાલ સમજાવે છે: “કપડાં ખરીદવાના જોખમનો રોમાંચ જોખમી પ્રવૃત્તિ અને શરીરમાં સીરોટોનીન સ્રાવ પેદા કરે છે, જે પછીથી સારા-ભલાની સભાનતા ઉત્પન્‍ન કરે છે.” દબામણીયુક્ત ખરીદી કરનાર માટે, કેફી પદાર્થના બંધાણીની જેમ, એ ઉત્તેજના પ્રાપ્ત કરવી વધુને વધુ મુશ્કેલ બને છે.

“ટીવી જોનારાં બાળકોની સેના”

ઇટાલીમાંનાં ૨૧,૦૦૦ કુટુંબોના સર્વેક્ષણે પ્રગટ કર્યું કે ઇટાલીનાં બાળકોની વિશાળ બહુમતિ ટીવી પર અવલંબે છે. લા રિપબ્લિકા સમાચાર પત્રે નોંધ્યું કે “ટીવી જોનારાં બાળકોની સેના” જીવનના પ્રથમ વર્ષથી જ રીમોટ કંટ્રોલનો ઉપયોગ કરતા શીખી જાય છે. ત્રણથી દશ વર્ષ વયના ચાલીશ લાખ કરતાં વધુ ઇટાલીનાં બાળકો ટીવી સમક્ષ, દિવસમાં અઢી કલાકથી વધુ સમય સુધી લગભગ આશ્ચર્યમુગ્ધ પણે જોયા કરે છે. માનસિક-આરોગ્ય નિષ્ણાતો એ હકીકતથી ચિંતિત છે કે ઘણાં બાળકો તો છ થી આઠ મહિનાની વયે જ ટીવી જોવામાં આતુર થઈ ગયા હોય છે.

પગની સમસ્યા

જર્મનીના હેલ્થ સર્વિસ ઑફ ધ ફેડરલ ઍસોશિએશન ઑફ ફિઝિશન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર અનુસાર, એ દેશના અડધા નાગરિકોને પોતાના પગો વિષે તકલીફ છે. “ઘણા લોકો પોતાના પગોની કાળજી લેવાનું અવગણે છે અથવા એકદમ સજ્જડ અથવા અન્યથા તેઓના આરોગ્યને હાનિકારક હોય એવા પગરખાં પહેરીને પોતાના પગો પર અત્યાચાર કરે છે,” નાશઆઉશે નોઇએ પ્રેસ સમાચાર પત્રે અહેવાલ આપ્યો. નિયમિતપણે ઊંચી એડીના અથવા અયોગ્ય માપના પગરખાં પહેરવાથી ઢીચણ, થાપા, કે પીઠના દુઃખાવામાં પરિણમી શકે. ફુગને કારણે થતી બીમારીઓ, જેવી કે દરાજ અને પ્રસરતો ચેપ પણ વિસ્તૃત બનતા જાય છે. ફેડરલ ઍસોશિએશન ઑફ ફિઝિસીઅન્સ એમ થતું રોકવા સરસ સલાહ આપે છે, “સાબુ બરાબર ધોઈ નાંખવો અને પગની આંગળીઓ વચ્ચે કાળજીપૂર્ણ રીતે લૂછો.”

સ્ત્રીઓ અને આપઘાત

“દર વર્ષે બ્રિટનમાં ૪,૫૦૦ આપઘાતો થાય છે: પાંચ માણસે એક સ્ત્રી આપઘાત કરે છે,” ધ ટાઇમ્સ ઑફ લંડન અહેવાલ આપે છે. પરંતુ ગત ચાર વર્ષોમાં ૧૫થી ૨૪ વર્ષ વચ્ચેની યુવતીઓના આપઘાતનો આંકડો નોંધનીયપણે વધ્યો છે. સાઉથામ્પટનની વિદ્યાપીઠના એક પ્રાધ્યાપકે એ થવાનું એક શક્ય કારણ જણાવ્યું: “યુવતીઓ પોતાની નોકરીમાં કાર્યક્ષમ બનવા ઇચ્છતી હોય છે અને એ જ સમયે કૌટુંબિક જવાબદારી પણ ઊઠાવે છે. યુવાન મધ્યમ-વર્ગીય માતાઓ બાળકોની સંભાળ રાખવા આયા રાખે છે જેથી તેઓએ નોકરી જતી ન કરવી પડે. પછીથી તેઓ દુઃખી થાય છે અને દોષિતપણું અનુભવે છે. તેઓની કુદરતી ઇચ્છા તેઓને માતા બનવાનું કહે છે અને તેઓનું મન તેઓને ભરણપોષણ કરનાર બનવાનું કહે છે.” પ્રાધ્યાપક માને છે કે આ સર્વ તણાવો અને દબાણનો વધારો વધુ સ્ત્રીઓને આપઘાત તરફ દોરી જતો હોઈ શકે.

એઇડ્‌સનું “ગોળાવ્યાપી કેન્દ્ર”

ભારત જાણે “મહાન દુર્ઘટના તરફ પૂર ઝડપે ધસી જતી એક્સપ્રેસ ટ્રેન છે” અને “માણસજાત પર કદી આવી હોય એવી સૌથી નિર્દય બીમારીમાંની એકનું ગોળાવ્યાપી કેન્દ્ર” ઝડપથી બની રહ્યું છે, લંડનની થેમ્સ વેલી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ નવો અભ્યાસ કહે છે. એ જ રીતે, ડૉ. પીટર પાયો, સંયુક્ત રાષ્ટ્રસંઘ એઇડ્‌સ કાર્યક્રમના પ્રમુખે, એઇડ્‌સ પરની ૧૧મી આંતરરાષ્ટ્રીય સભામાં કહ્યું કે ત્યારથી એઇડ્‌સ વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની મોટી સંખ્યા ધરાવતા રાષ્ટ્ર તરીકે એકાએક દેખાય આવ્યું​—એની ૯૫ કરોડ વસ્તીના ૩૦ લાખથી વધુ. ઇન્ડિયન એક્સપ્રેસ સમાચારપત્ર અનુસાર, એક અભ્યાસ અંદાજે છે કે ભારતમાં ૨૨ કરોડ ૩૦ લાખથી વધુ જાતીય કાર્યરત માણસોના ૧૦ ટકા નિયમિત પણે વેશ્યાઓ પાસે જાય છે. વિશાળ શહેરી વિસ્તારોમાં કામ કરતી અને ચેપગ્રસ્ત થયેલી વેશ્યાઓને સામાન્યત: પોતાના વતનમાં મોકલી દેવામાં આવે છે જ્યાં લોકો રોગથી અજાણ હોય છે અને શહેરો કરતાં તબીબી સવલતો પણ અપૂરતી હોય છે એ કારણે રોગ અતિ ઝડપથી ફેલાય છે. એવો અંદાજ બાંધવામાં આવે છે કે ૨૦૦૦ની સાલ સુધીમાં, ભારતમાં પચાસથી એંશી લાખ લોકો એચઆઇવી-પોઝીટીવ હશે અને ઓછામાં ઓછા દસ લાખ પૂર્ણ-વિકસિત એઇડ્‌સના કેસ હશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો