હૃદયનો પોકાર
મે ૮, ૧૯૯૬ના અવેક!એ, દત્તક વિષેના વિષયો પર લેખોની શૃંખલા રજૂ કરી. સમગ્ર જગતમાંથી પ્રાપ્ત કરેલા વાચકોના પ્રત્ત્યુતર જોઈને, અમે આનંદથી આશ્ચર્ય પામીએ છીએ. નીચેનો પત્ર સવિશેષપણે હૃદયસ્પર્શી છે.
“મને એમ લાગ્યું કે આ મુદાનો નિર્દેશ કરવો જ જોઈએ કે અમારામાંના અનેક જેઓએ પોતાનાં બાળકો આપી દીધાં છે ખરેખર તેઓને અમારી પાસે રાખવા માંગતા હતા. હું અપરિણીત, હજુ શાળામાં ભણતી તરુણી હતી. મારા માબાપે જાણ્યું કે હું સગર્ભા હતી કે તરત જ, તેઓએ મને જણાવ્યું કે મારે મારી પોતાની ઇચ્છા પહેલાં બાળકની સુખાકારી પ્રથમ મૂકીને દત્તક આપી દેવું જોઈએ. મને જણાવવામાં આવ્યું કે ‘શિશુને માતા અને પિતા બંનેની જરૂર હોય છે,’ જે હું પૂરું પાડી શકીશ નહિ. મારા માબાપ ઇચ્છતા ન હતા કે હું બાળક રાખું—મારી પાસે બાળક રાખું તો તેમના ઘરમાં મારા માટે કોઈ જગ્યા ન હતી. હું શું કરી શકું? તેઓએ દલીલ કરી: ‘તારી સ્વતંત્રતા લઈ લેવા માટે તું તારા બાળક પર ખાર રાખીશ.’
“મારી સગર્ભાવસ્થા દેખાવા લાગી એટલે, મને શાળામાંથી ઉઠાડી લેવામાં આવી અને સંબંધીઓ સાથે રહેવા મોકલી દીધી. મેં ઘર છોડ્યું ત્યારે, હું જાણતી હતી કે મારી સગર્ભાવસ્થા પૂરી થાય અને મારું શિશુ આપી દઉં નહિ ત્યાં સુધી પાછી ફરી શકીશ નહિ.
“મને અપરિણીત માતાઓ માટેના ગૃહમાં મોકલવામાં આવી. સમાજસેવકે મને પૂછ્યું કે મારું બાળક દત્તક આપવાના મારા નિર્ણય વિષે હું ચોક્કસ હતી કે કેમ ત્યારે, દત્તક માટે શિશુને સોંપુ, મને ખબર હતી કે તે જાણતી ન હતી કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હું મારા શિશુને રાખવા માંગતી હતી! મેં હંમેશાં તેને હસતા અને આનંદિત જોવાની ઝંખના સેવી હતી. તમારા વાંચકોએ જાણવાની જરૂર છે કે મારી જેમ ઘણી જનેતાઓ અનુભવે છે.
“મને કોઈ સુગમ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. તેથી બાળકના ‘સૌથી સારા હિત’ માટે મને જે કહેવામાં આવ્યું એ મેં કર્યું. અને ત્યારથી હું ઉંડા જખમ સાથે જીવી રહી છું. મને ચિંતા થાય છે કે મારો દીકરો વિચારતો હશે કે મને તેની કંઈ પડી નથી અને તે મને જોઈતો નથી.
“હવે, એક ખ્રિસ્તી તરીકે, હું બાઇબલની સલાહની ઘણી કદર કરું છું કે આપણા જીવનમાં દેવના શબ્દનો અમલ નહિ કરવાને કારણે આપણે પોતા પર ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ લાવીએ છીએ. એ જગતની વિચારસરણીની દુઃખદાયક અને લાંબા-ગાળાની અસર દર્શાવે છે. પરંતુ દત્તક અપાયેલા લોકોએ જાણવાની જરૂર છે કે તેઓને દત્તક આપી દેવામાં આવ્યા, એનો અર્થ એ નથી કે તેઓ જોઈતા ન હતા. મહેરબાની કરીને તેઓને જાણવા દો!”