ઊંચી-ભરતીની ભીડનો સમય
સજાગ બનો!ના બ્રિટનમાંના ખબરપત્રી તરફથી
દર વર્ષે લગભગ એક કરોડ જેટલા પક્ષીઓ ઉત્તરપશ્ચિમી યુરોપમાં શિયાળો ગાળે છે. તેઓ ફક્ત ઉત્તર ધ્રુવપ્રદેશની ઉછેરની જગ્યાઓએથી જ નહિ પરંતુ છેક કૅનેડા અને મધ્ય સાઈબિરિયાથી પણ આવે છે. આફ્રિકા આવતી વખતે ઘણા પૂર્વ ઍટલાન્ટિકના ઉડાણ માર્ગે ચાલ્યા જાય છે, જે બ્રિટીશ ટાપુમાંથી થઈને જવાનો મુસાફરીનો માર્ગ છે.
બ્રિટીશ પાણીમાં ૩૦થી વધારે નદીના મુખ આગળની મોટી ખાડીની હાર દ્વારા ખોરાક અને આરામ માટે આશ્રયસ્થાન પૂરા પાડવામાં આવે છે. એમાંના દરેક ૨૦,૦૦૦ કરતાં વધારે પક્ષીઓની જરૂરિયાત પૂરી પાડે છે, પરંતુ સૌથી વધુ મહત્ત્વની તો ઇંગ્લૅંડના પૂર્વ કાંઠે આવેલી ધ વોશ છે, જે બે લાખ પચાસ હજાર પક્ષીઓની યજમાન બને છે—જેમાં કર્લ્યુ, ડનલિન, ગોડવીટ્સ, નોટ્સ, છીપજીવ પકડનાર, પ્લવર, રેડશેન્ક, અને ટર્નસ્ટોનનો સમાવેશ થાય છે. કયા પ્રકારનો ખોરાક ખાડીઓમાંથી પૂરો પાડવામાં આવે છે, અને શા માટે તેઓ એટલી મહત્ત્વની છે?
ખાડીઓનું મહત્ત્વ
ખાડીઓ અમુક પ્રમાણમાં ઘેરાયેલા દરિયાકાંઠા છે જ્યાં દરિયાનું પાણી તાજા પાણી સાથે મળે છે. અહીંનું ગરમ પાણી, જે ખનિજ અને સેન્દ્રિય બંને તત્ત્વોથી ભરપૂર હોય છે, એ દુનિયાના સમુદ્રની અર્ધી જીવંત વસ્તુઓને નીભાવી રાખે છે. ઝીંગા, અને સેંડ હોપર, તથા રેતીમાં મળી આવતા અન્ય પ્રકારના જીવ એમાં મળી આવે છે, પરંતુ ખાડીનો કાદવ એના કરતાં પણ અઢળક પ્રમાણમાં જીવનોને નીભાવે છે.
કાદવ જેમાંથી બન્યો હોય છે એ અનુસાર અલગ અલગ હોય છે. દરેક પ્રકારના કાદવમાં એના ખાસ દરિયાઈ જીવન હોય છે, જે જળચર પક્ષીઓનું ભોજન છે.a દાખલા તરીકે, એક પ્રકારના કાદવના એક ચોરસ મીટરમાં ત્રણ મિલિમીટરથી પણ ઓછી લંબાઈના લાખો નાના સ્નેઈલ મળી આવી શકે! વધુમાં, કાદવ બીજા કરોડ વિનાનાં જીવજંતુઓ સહિત, શંખલાં, અળસિયાઓ પણ પોષે છે.
વસંતકાળની મોટી ભરતી
જો કે ખાડીમાં ઘણાં હજારો જળચર પક્ષીઓ હોય શકે છતાં, તેઓને શોધી કાઢવા મુશ્કેલ થઈ શકે કારણ કે તેઓ સામાન્યપણે વિશાળ વિસ્તારમાં વિખેરાઈ ગયેલા હોય છે. તેમ છતાં, વસંતકાળની મોટી ભરતી આવે ત્યારે પરિસ્થિતિ નાટકીય ઢબે બદલાઈ જાય છે. મોજાની ઊંચી લહેરો રેતી અને કાદવને સમતલ કરીને રેલમછેલ કરી નાંખે છે, જેના કારણે જળચર પક્ષીઓને ખારચજમીનb અને અન્ય ઊંચાં સ્થળોએ જવું પડે છે. એ સમયે તેઓ વિશાળ મિશ્રિત ટોળામાં ભેગા રહે છે ત્યારે તેઓને અવલોકવાનું ઘણું સહેલું બને છે.
આજે, એપ્રિલની પ્રકાશિત, આનંદી સવારે, વસંતકાળની ભરતી આવવાનો સમય છે. અમે નાની, આકર્ષક ખાડી તરફ કારમાં જઈ રહ્યા છીએ તેમ ઠંડો ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યાં ઓલ્ડ નદી ઇંગ્લૅંડના સફોક જીલ્લામાંથી વહેતી ઉત્તર દરિયામાં મળી જાય છે. અહીં, ઠંડીના જળચર પક્ષીઓની સંખ્યા ફક્ત ૧૧,૦૦૦થી થોડી જ વધારે હોય છે, અને આપણને તેઓની પ્રવૃત્તિ અવલોકવી ઘણું જ સહેલું લાગી શકે, કેમ કે ખાડી ફક્ત ૦.૮ કિલોમીટર પહોળી છે.
નદીની સાથે સાથે ખરબચડા રક્ષણાત્મક કિનારા છે. કેટલાક કિનારા બરુથી, તો કેટલાક ઘાસથી ઢંકાયેલા છે. બાકીના ફક્ત કાળા લાકડાના ઝાડ અને પત્થર ધરાવે છે. પ્રતિસ્ત્રોત તરફ, નોંધનીય વિક્ટોરિયન ઇમારતોના સંગ્રહ વચ્ચે, સ્નેપ મોલ્ટીંગ્સ કોન્સર્ટ હોલ છે, જે ઓલ્ડબર્ગ સંગીત ઉત્સવનું ઘર છે. પરંતુ અમારે ખાડી તરફ જઈને આશ્રય સ્થાન શોધવું જોઈએ. પવન હવે જોશીલો થવા માંડ્યો છે અને કરડવા દોડે છે, જલદી જ અમારી આંખોમાં પીડા થવા લાગી છે.
અમે નદીની હદે (ચિત્રમાં, પોઈંટ એ જુઓ) આવ્યા કે તરત જ, અમારું એવોકેટ્સ પક્ષી યુગલના સ્પષ્ટ, મધુર સ્વરથી અભિવાદન થયું. એઓ ખાડીના અમારી તરફ, લગભગ ફક્ત ૪૦ મીટર જેટલા જ દૂર, હમણાં એ યુગલ ચાંચમાં ચાંચ નાખતા એકબીજામાં ખોવાયેલા હતા. દરેક પક્ષી તેની છાતીનો ઉપરનો ભાગ ચાંચના કોમળ ભાગથી સવારે છે. એ નિહાળવું આનંદદાયી છે, પરંતુ અમારે આગળ જવું જ જોઈએ, કેમ કે જોવા જેવું ઘણું જ છે.
ચઢતી જતી ભરતી
હવે ભરતી ઝડપથી ચઢી રહી છે, તેથી અમે જલદી જ અમારી પસંદગીની જગ્યાએ અવલોકવા જવા લાગ્યા. (ચિત્રમાં, પોઈંટ બી જુઓ.) રસ્તે રેડશેન્ક—ખાડીના સંત્રી તરીકેની પોતાની ખ્યાતિ પ્રમાણે—ખારચજમીન પરથી તીણા અવાજે જાણે ભયસૂચક ચેતવણી આપતું હોય એમ, “ટુહુહુ-ટુહુહુ” કરતું ઊડે છે! તાપમાં ચમકતા એના લાલ પગ એની ફેલાયેલી સફેદ પાંખોની વિષમતામાં નજરે પડે છે. અમારા નિયત સ્થાને પહોંચ્યા પછી, અમે તરત જ ઝડપથી સંકોચાતી રેતી અને કાદવના સમતલ સ્થળ પર નજર દોડાવીએ છીએ.
થોડે અંતરે કુડીબદ્ધ રેડશેન્ક ધીમે ધીમે કાદવમાં શોધ કરતા સતત ખાય રહ્યા છે, જ્યારે કે અન્ય વધુ છાયાવાળા રસ્તાઓમાં ખોરાકની શોધ કરી રહ્યા છે. ડનલિન, એઓની નીચી વળેલી ચાંચની લાક્ષણિકતા સહિત, નાના વૃંદોમાં ભેગા મળીને રહે છે. પાણીને કિનારે રહેવાની કોશિશ કરતા, તેઓ વિખરાયેલી હરોળમાં ઝડપથી ચાલતા જઈને કાદવમાંથી જીવજંતુઓ ઉપાડી લે છે. છૂટાછવાયા કર્લ્યુ ધીમી ચાલે પોચા, છીછરા કાદવમાં કાળજીથી કંઈક શોધે છે. દૂર પ્રતિસ્ત્રોતે, ટર્નસ્ટોન યુગલ પોતાની નાની, થોડી ઊંચી વળેલી ચાંચથી દરિયાના જૂના કિનારે ભરતીથી આવેલા ભંગારમાંથી ખોરાક શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
અચાનક જ, ભૂખરા રંગના પ્લવરની આવેશી, ઉત્કંઠિત, ત્રણ માત્રાવાળી સીટી ટ્લી-ઉ-ઈથી વાતાવરણ ભરાય જાય છે. એ માથા પર ઊડે છે તેમ, પક્ષીની કાળી બગલ એના નીચેના પીળા ભાગથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચારસો જેટલા સોનેરી પ્લવર પવનની સામે મોં રાખીને, એઓના માથા પાંખોમાં ટેકવીને અંડાકાર ગોઠવણીમાં નિકટ બેસીને આરામ કરી રહ્યા છે. તેઓ ચંચુપ્રહાર વડે જગ્યાની પુષ્ટિ કરે છે તેમ પ્રસંગોપાત ઝગડા જોવા મળે છે. છતાં મોટા ભાગનાઓ સોનેરી અને ગાઢા ઉપરના ભાગો; આંખો, ચહેરો, અને નીચેના ભાગ પીળા રંગના; અને કાળી ચાંચ સહિત—હજુ પોતાના ઠંડા પીંછાંવાળાં છે. અમે અમારું ટેલિસ્કોપ ઘુમાવીએ છીએ તેમ, અમે રીંગ્ડ પ્લવરને પણ જોઈએ છીએ.
એકાએક લગભગ ૧,૦૦૦ ટિટોડીનું વિશાળ ટોળું આવી પહોંચે છે. આ પક્ષીઓ મોજથી, તેઓની અજોડ રીતે આકાશમાં ઊડતા આવે છે. ટિટોડી અને સોનેરી પ્લવર પશ્ચિમમાં ખેતીલાયક જમીનમાં જઈને આવ્યા છે, જે ખોરાકનો તેઓનો મનપસંદ વિસ્તાર છે. તેઓ ખાડીએ ફક્ત ખાવા માટે જ નહિ પરંતુ નાહવા અને તેઓના પીંછાની સફાઈ કરવા આવે છે.
મુખ્ય પાછળનો અવાજ કર્લયુની કૂદાકૂદ, વધુ સંતુષ્ટ રેડશેન્કની સંગીતમય સીટી, અને કાળા મોંવાળા ગલોની ચિચિયારીઓ છે. બે ગોડવીટ્સ કાદવમાં ઊંડે કંઈક શોધી રહ્યા છે. અમુક છીપજીવ પકડનારા તેઓની નારંગી-લાલ ચાંચોથી અળસિયાઓ ખેંચી કાઢી રહ્યા છે. એક ભૂખરા રંગનું પ્લવર દમામથી થોડા પગલા ચાલે છે, ઊભું રહે છે, તેનો જમણો પગ ખંખેરે છે, અને પછી એના શિકાર પાછળ જાય છે, અને એને ગળી જાય છે. પરંતુ આવી રહેલી ભરતી ઝડપથી તેઓ સર્વ પર આવી રહી!
ભીડ શરૂ થાય છે
અચાનક જ, પક્ષીઓ, ખાસ કરીને તેઓની પોતાની જાતિના વર્ગમાં ટોળે વળવા માટે ઊડે છે. એ પ્રભાવશાળી દૃશ્ય છે, કેમ કે જળચર પક્ષીઓ ગાઢપણે ગોઠવાઈને ઊડે છે. એક પાંખ ઊંચી અને બીજી નીચી કરીને ઊડતા ટોળા સૂર્યનાં કિરણો તેઓ પર પડે છે તેમ—ગાઢા બદામીથી ચળકતા રૂપેરી-સફેદ—રંગ બદલતા એક ક્ષણે સ્પષ્ટ દેખાતા તો બીજી ક્ષણે આવી રહેલી કીચડવાળી ભરતી સાથે લગભગ મળી જાય છે. ઘેરાથી રૂપેરી, રૂપેરીથી ઘેરા, સંપૂર્ણ તાલમેલમાં, અને એક જ સમયે, સતતપણે—અંદાજે અંડાકારમાંથી ગોળ, પછી શંકુ આકાર અને છેવટે શિરોલંબ રેખામાં આકાર બદલે છે. મોટા ભાગના પાછા ખારચજમીન પર જઈ પડે છે જેઓને હજુ પણ ભરતીથી ઢંકાય જવાનું છે.
જલદી જ, અમારી ચોતરફની ખારચજમીન પાણીથી ઢંકાય જશે, તેથી અમે જળચર પક્ષીઓના એકધારા પ્રવાહ સહિત, ઉતાવળે નદીના ઉદ્ભવ તરફ જવા માંડ્યા. અમારાથી આગળ નીકળી જનારામાં પ્રથમ નાનકડા ડનલિનના નાના ટોળાં છે, ઝડપથી પાંખો ફડફડાવતા, સંપર્ક જાળવવા પ્રસંગોપાત પોતે ટૂંકી, તીણી સીટી વગાડતા રહે છે. પછી, મોટા રેડશેન્ક પસાર થયા, જેઓનું ટોળું વધુ ફેલાયેલું અને ભવ્ય છે. મોટા ગલના કદના કર્લયુ ઊડીને પસાર થાય છે તેમ, તેઓના પ્રેમાળ, કર્ણપ્રિય વાંસળી જેવો અવાજ કરતા જાય છે. એવોકેટ્સ એક મોટા ટોળામાં, ભૂરા આકાશમાં કાળા અને ધોળા રંગના તફાવતમાં દેખાય છે. તેઓ ખાડીની ટોચ પર સ્થાયી થાય છે, તેઓના લાંબા, સ્લેટિયા-ભૂરા પગ પાણીની ઉપર દેખાય આવે છે.
નીડ
અમે ઊંચી જગ્યાએ પહોંચવા ઝડપ કરી જ્યાં ખાડી સાંકડી થાય છે. (ચિત્રમાં, પોઈંટ સી જુઓ.) જો કે એવો કોઈ ચોક્કસ નિયમ નથી, છતાં વિવિધ જાતિઓ ભેગી ટોળે વળે છે. ભરતી ઝડપથી ચઢતી આવે છે તેમ, વધુને વધુ પક્ષીઓ ટોળામાં જોડાય છે. મોડેથી આવનાર માટે જગ્યાની વધતી જતી માંગ માટે અને કિનારા પર ઊભા રહેવાની જગ્યા મળવી મુશ્કેલ હોવાથી પક્ષીઓ સતત એકથી બીજે સ્થાને ખસતા જાય છે.
હવે ઊંચી ભરતી આવી રહી છે. ટિટોડી અને સોનેરી પ્લવર ખેતીલાયક જમીને પાછા ઊડી ગયા છે. બાકીના સર્વ પક્ષીઓને કાદવમાંથી ઊડી જઈને નદીના જૂના કિનારા પરના નીડમાં પાછા ફરવા દબાણ કરવામાં આવ્યું છે. છીપજીવ પકડનારાઓનો સતત અવાજ તેઓની સંખ્યાની તુલનાથી વધી ગયો છે. રેડશેન્ક અને કર્લયુએ ઘોંઘાટમાં વધારો કર્યો, જે હવે માથા પરના સ્કાયલાર્કના ગાવાથી વધી રહ્યો છે—ખરેખર અદ્ભુત વાતાવરણ.
જળચર પક્ષીઓ પોતે વાજબીપણે જ જેને યોગ્ય છે એ બપોરના આરામનો આનંદ વસંતની ઊંચી ભરતીથી દૂર બેસી માણી રહ્યા છે તેમ, અમે ત્યાંથી ચાલીએ છીએ. કેટલાક દરિયાની દીવાલ પાછળ છે અને પાણી જોઈ શકતા નથી એ હકીકત છતાં, પક્ષીઓને ખબર પડે છે કે ક્યારે તેઓના કાદવ અને રેતાળ કાંઠાએ પાછા ફરવું. સંપૂર્ણ સમયપાળનારાઓ, સ્વયંસ્ફૂરણાથી શાણા, તેઓને ખબર છે કે ભરતી કઈ રીતે કાર્ય કરે છે.
હા, ઊંચી ભરતીની ભીડનો સમય નિહાળવો રોમાંચક છે, ખાસ કરીને પ્રથમ વાર!
ભીડના સમયનો આનંદ માણો ઊંચી-ભરતીની ભીડના સમયનો આનંદ માણવા, સર્વ પ્રથમ અનુકૂળ ખાડી પસંદ કરો. પછી તમારે એ વિસ્તાર વિષેની અમુક માહિતીની જરૂર પડશે, જેવી કે જળચર પક્ષીઓ ક્યાં જાય છે અને એઓને ક્યાં જોવા. ઊંચી વસંતની ભરતી જે પૂનમ અથવા નવા ચંદ્ર પછી થાય છે એ જાણવા ભરતી કોષ્ટક જુઓ. મુસાફરીના સમય ઉપરાંત, પક્ષીઓને સારી રીતે જોવા ત્રણ કલાકનો સમય ફાળવો, અને ઊંચી ભરતીના બે કલાક અગાઉ આવી પહોંચો. તમને કયાં સાધનોની જરૂર પડશે? તમે જળચર પક્ષીઓથી અજાણ હો તો, ઓળખ આપતું પુસ્તક લઈ જાઓ. એક દૂરબીન પણ ઘણું મદદરૂપ નીવડી શકે. જલદી જ તમે શીખશો કે જળચર પક્ષીની દરેક જાતિને તેના પોતાના ગુણલક્ષણો હોય છે અને જેવી એની ચાંચ ઉત્પન્ન કરવામાં આવી છે એ રીતે ખોરાક લે છે. ટેલિસ્કોપની જરૂર નથી—પરંતુ ગરમ, પાણીથી ભીંજાય નહિ એવા કપડાં અતિ આવશ્યક છે! જોખમોથી સાવધ રહો. કાદવમાં ચાલવાનું સાહસ ન કરો સિવાય કે તમે એ સારી પેઠે જાણતા હો. ઝડપથી ચઢતી ભરતીમાં સપડાઈ જવું ખૂબ સહેલું છે. વધુમાં, ફક્ત દરિયાઈ ઝાકળ આવે તો તમે સહેલાઈથી ભૂલા પડી જઈ શકો. પવનનો પણ વિચાર કરો. વંટોળિયો મોજાંરૂપી ભરતી લાવી શકે, જે કોઈ પણ ખાડીએ ખૂબ જ જોખમી બની શકે.
મુખ્ય ગોળાવ્યાપી ખાડી નેધરલૅન્ડમાંનું વોડ્ડન ઝી યુરોપના વિસ્તારમાં સૌથી મહત્ત્વનો આંતરભરતીનો વિસ્તાર છે અને એકી સાથે સંભવિતઃ ૪૦ લાખથી વધુ જળચર પક્ષીઓને સમાવી લે છે. એ ઉત્તર તરફથી દક્ષિણપશ્ચિમ જટલેન્ટ તરફ ફેલાયેલો છે. આ વિશાળ વિસ્તારમાં ત્રણ મુલાકાત લેવા જેવા સારાં સ્થળો છે ડેનમાર્કનો રેમે જતો રસ્તો; જર્મનીમાંની વેસેર નદીની ખાડી, મોટો ઊંચી ભરતીનો નીડ; અને નેધરલૅન્ડમાં ગ્રોનીંગન નજીક લોવર્સ ઝી. આઈબિરિયા પેનિનસુલા પર, સૌથી નોંધનીય ખાડી પોર્ટુગલની તેગસ નદીની છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા બંનેના પ્રશાન્ત દરિયાકિનારાની ખાડીઓ કંઈક ૬૦થી ૮૦ લાખ જળચર પરદેશી પક્ષીઓ માટે ખોરાક પૂરો પાડે છે. મુખ્ય સ્થાનોમાં છે કેલિફોર્નિયાના સાનફ્રાંસિસ્કો અને હમબોલ્ડ્ટ અખાત; કૅનેડામાં વાનકુવરના બાઉન્ડરી અખાતથી ૨૦૦ ચોરસ કિલોમીટર ફરતે આયોના ટાપુ, બ્રિટીશ કોલમ્બિયા; અને અલાસ્કાની સ્ટીકીન ખાડી અને કોપર નદી ડેલ્ટા. જળચર પક્ષીઓને જોવા માટેની અદ્ભુત જગ્યાઓ ટેક્ષાસ, યુ.એસ.એ.માંના બોલીવર ફ્લેટ અને ગાલ્વેસ્ટોન પણ છે; હૉંગ કૉંગમાંના ટાઈ-પો; ઉત્તરપૂર્વીય ઑસ્ટ્રેલિયામાંના કાર્નઝ; અને કેન્યામાં મોમ્બાસા નજીક.
[Footnotes]
a યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડામાં, જળચર પક્ષીઓ (કૈરાડ્રીરૂપી વર્ગના) સમુદ્રતટના પક્ષીઓ તરીકે સારી રીતે જાણીતા છે.
b ભરતીથી નિયમિતપણે છલકાય જતી ભૂમિ.
[Caption on page ૨૨]
પાંચ છીપજીવ પકડનારા
[Caption on page ૨૩]
નોટ્સ પોતાના નીડમાંથી બહાર ધસી રહ્યા છે
[Caption on page ૨૩]
Snape Maltings Riverside Centre
[Caption on page ૨૩]
ઓલ્ડ ખાડી, સફોક
[Caption on page ૨૩]
અવલોકન પોઈંટ બી
[Caption on page ૨૩]
નિહાળવાનો પોઈંટ સી
[Caption on page ૨૩]
પ્રારંભિક દૃશ્ય એ
[Caption on page ૨૩]
સ્નેપ મોલ્ટીંગ કોન્સર્ટ હોલ
[Caption on page ૨૪]
નોટ
[Caption on page ૨૪]
રેડશેન્ક
[Caption on page ૨૪]
કર્લયુ
[Caption on page ૨૫]
ઉપરઃ કર્લયુ