એક બહુમૂલ્ય સામયિક
લંડનમાંથી એક પરિચારિકાએ સજાગ બનો!ના પ્રકાશકોને નીચે જણાવેલા વિવેચનો લખ્યાં:
“એક દિવસ હું મારી પડોશી જેકી સાથે વયોવૃદ્ધો સાથેના મારા કામ વિષે વાત કરતી હતી. તેણે મને જણાવ્યું, ‘મારી પાસે કેટલાંક સામયિકો છે જે તેઓને વાંચવા ગમશે.’ હું તેની પાસેથી સામયિકો કામના સ્થળે લઈ ગઈ અને કૉફી ટેબલ પર મૂક્યાં. ભાવિ મુલાકાતમાં મેં નોંધ્યું કે સામયિકો પર આંગળીઓના સારા એવા નિશાન હતા, એનો અર્થ કે લોકો એઓને વાંચતાં હતાં.
“પછી મેં મારી નોકરી બદલી અને ઇસ્પિતાલમાં કામ શરૂ કર્યું. મેં મારી પડોશીનાં કેટલાંક સામયિકો પ્રતિક્ષાલયમાં મૂક્યાં. ફરીથી હું જોઈ શકતી હતી કે એ વાંચવામાં આવતા હતાં. એક દિવસ સવારે હું એક વૃદ્ધ સ્ત્રીના હાથની સારવાર કરી રહી હતી ત્યારે, તેના પતિએ કહ્યું: ‘હું આશા રાખુ છું કે તમને વાંધો નહિ હોય, પરંતુ આ સામયિકો મેં તમારા પ્રતિક્ષાલયમાંથી લીધા હતા. તેમા ખૂબ સારો લેખ છે કે જે હું મારા પુત્ર સાથે સહભાગી થવા માંગુ છું.’
“સામયિકો મને પણ આશીર્વાદરૂપ સાબિત થયાં છે. હું હજુ પણ પરિચારિકાની તાલીમ મેળવી રહી હોવાથી, મેં મારા સંશોધનોમાં એના લેખોની માહિતીનો ઉપયોગ કર્યો છે, જેને મારા શિક્ષકો તરફથી સારો પ્રત્યુત્તર મળ્યો.
“મારી પડોશી જેકી યહોવાહના સાક્ષીઓમાંની એક છે, અને સામયિક જે વિષે હું જણાવી રહી હતી તે સજાગ બનો! છે. આ સામયિકમાં મેં જે વાંચ્યુ છે તેણે મને મારા વિષે અને માણસજાતના ભાવિ વિષે ઘણું સમજવામાં મદદ કરી છે.”
[Caption on page ૩૨]
તમે સજાગ બનો!ના ભાવિ અંકો મેળવવા ઇચ્છતા હો તો, સ્થાનિક યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.