ખ્રિસ્તીઓ અને જ્ઞાતિભેદ
સ જા ગ બ નો ! ના ભા ર ત માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
તમે “જ્ઞાતિવાદ” શબ્દ સાંભળો છો ત્યારે, તમારા મનમાં કેવા વિચારો આવે છે? કદાચ તમે ભારત અને જ્ઞાતિ વિનાના લાખો—જ્ઞાતિભ્રષ્ટ વિષે વિચારી શકો. જ્ઞાતિવાદ હિંદુ ધર્મનો ભાગ હોવા છતાં, હિંદુ સુધારકો હલકી જ્ઞાતિઓ અને જ્ઞાતિભ્રષ્ટ લોકો પરથી એની અસર જડમૂળથી કાઢી નાખવા લડ્યા. એ જોતા, પોતાને ખ્રિસ્તી કહેવડાવાનો દાવો કરતા ચર્ચોમાં પણ જ્ઞાતિવાદ આચરવામાં આવે છે એવું તમે સાંભળો તો, તમે કેવો પ્રત્યુત્તર આપશો?
ભારતમાં જ્ઞાતિવાદના શક્ય ઉદ્ભવો
સામાજિક વર્ગમાંના વિભાજનથી કેટલાક લોકો પોતાને ચઢિયાતા ગણે છે એ ફ્કત ભારતમાં જ જોવા મળતુ નથી. બધા દેશોમાં એક અથવા બીજા પ્રકારના વર્ગ ભેદભાવો જોવા મળે છે. ભારતના જ્ઞાતિવાદને અલગ પાડતી બાબત એ છે કે ૩,૦૦૦થી વધુ વર્ષ પહેલાં, સામાજિક આધીનતાની વ્યવસ્થાને ધર્મમાં જોડી દેવામાં આવી.
જ્ઞાતિવાદનો ઉદ્ભવ ક્યાં થયો એ ચોક્કસ જાણવામાં આવ્યું નથી છતાં, કેટલીક સત્તાઓ આજના પાકિસ્તાનની સિંધુ ઘાટીની પ્રાચીન સંસ્કૃતિને એના ઉદ્ગમસ્થાન તરીકે જુએ છે. પુરાતત્ત્વશાસ્ત્ર બતાવે છે કે શરૂઆતના રહેવાસીઓને ઉત્તરપશ્ચિમના કુળોએ જીતી લીધા કે જેને સામાન્ય રીતે “આર્યોના સ્થળાંતર” તરીકે ઓળખવામાં આવે છે. જવાહરલાલ નહેરૂ પોતાના પુસ્તક ભારતની શોધ (અંગ્રેજી)માં એને “પ્રથમ મહાન સંસ્કૃતિનું મિશ્રણ અને સંયોજન” કહે છે જેમાંથી “ભારતીય જાતિઓ અને સામાન્ય ભારતીય સંસ્કૃતિ” ઉદ્ભવી. તેમ છતાં, આ સંયોજન જ્ઞાતિય સમાનતામાં પરિણમ્યું નહિ.
ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા બતાવે છે: “હિંદુઓ સમજાવે છે કે ચાર વર્ગો કે વર્ણના પેટા વિભાગો, આંતર લગ્નો, (જેના પર હિંદુ ધર્મમાં પ્રતિબંધ હતો,) એના કારણે જ્ઞાતિ (જાતિ, શાબ્દિક રીતે ‘જન્મ’) વિસ્તરી. તેમ છતાં, આધુનિક તજજ્ઞો એવું માને છે કે જ્ઞાતિઓ કૌટુંબિક ધાર્મિક આચરણો, જ્ઞાતિય વિભાજન અને વ્યવસાય ભિન્નતા અને વિશેષ વ્યવસાયની અલગતામાંથી ઉદ્ભવી છે. ઘણા આધુનિક તજજ્ઞોને એ પણ શંકા છે કે સાદી વર્ણ વ્યવસ્થા ફક્ત સમાજનો એક આદર્શ સિદ્ધાંત હતો અને આ તજજ્ઞોએ ભાર આપ્યો કે હિંદુ સમાજમાંની લગભગ ૩૦૦૦ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓનું જટિલ વિભાજન, કદાચ પ્રાચીન સમાજોમાં પણ અસ્તિત્વ ધરાવતું હતું.”
કેટલાક સમયગાળા માટે વર્ગો વચ્ચે આંતરલગ્નો થયા અને ત્વચાના રંગના આધારે અગાઉના પૂર્વગ્રહો ઓછા થયા. એ વેદિક શાસ્ત્રવચનો અને હિંદુ ઋષિ, મનુની સંહિતા (અથવા નિયમાવલિ)માં બતાવવામાં આવ્યા છે, જ્ઞાતિના કડક નિયમો કે જે પાછળથી ધર્મોમાં વિકસ્યા. બ્રાહ્મણોએ શીખવ્યું કે ઉચ્ચ જ્ઞાતિઓ શુદ્ધતા સાથે જન્મ્યા હતા જે તેઓને હલકી જ્ઞાતિઓથી અલગ કરતી હતી. તેઓએ શૂદ્ર કે સૌથી હલકી જ્ઞાતિના લોકોમાં એવી માન્યતા સિંચી કે અગાઉના જન્મમાં તેઓએ કરેલાં ખરાબ કામ માટે દેવે તેઓને હલકા કામની શિક્ષા કરી છે અને એ જ્ઞાતિની દીવાલ તોડવાનો પ્રયત્ન કરવાથી તેઓ જ્ઞાતિભ્રષ્ટ બનશે. ઉચ્ચ-જ્ઞાતિની વ્યક્તિ શૂદ્રો સાથે આંતરલગ્ન કરે, સાથે જમે, સરખા પાણીના પુરવઠાનો ઉપયોગ કરે કે તેઓના મંદિરમાં પ્રવેશે તો, તે પોતાની જ્ઞાતિ ગુમાવી બેસી શકે.
આધુનિક વ્યવસ્થામાં જ્ઞાતિભેદ
ભારતીય બિનસાંપ્રદાયિક સરકારે, ૧૯૪૭માં આઝાદી મેળવ્યા પછી, જ્ઞાતિ ભેદભાવને ગુનો બનાવતું બંધારણ સ્થાપ્યું. સદીઓથી હલકી-જ્ઞાતિના હિંદુઓને થતા ગેરફાયદાથી વાકેફ થઈને, સરકારે શીડ્યુલ કાસ્ટ અને જાતિa માટે સરકારી અને પસંદ કરેલા હોદ્દાઓ તેમ જ શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો અનામત રાખવાનો નિયમ બનાવ્યો. આ હિંદુ વૃંદો માટે ઉપયોગમાં લેવામાં આવતી શબ્દાવલિ “દલિત” છે, જેનો અર્થ થાય છે “કચડાયેલા, દબાયેલા.” પરંતુ તાજેતરના સમાચારપત્રના મથાળાએ બતાવ્યું: “દલિત ખ્રિસ્તીઓ [નોકરી અને યુનિવર્સિટી ભાગમાં] અનામતની માંગણી.” આ કઈ રીતે બન્યું?
a “શીડ્યુલ કાસ્ટ” હિંદુઓ મધ્યેના હલકી જ્ઞાતિના કે જાતિભ્રષ્ટ, અસ્પૃશ્ય, કે જે સામાજિક અને આર્થિક રીતે વંચિત રહેતા લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતો કાર્યાલયનો શબ્દ છે.
હલકી-જ્ઞાતિના હિંદુઓ જ્ઞાતિવાદના કારણે અન્યાય સહન કરતા હોય છે એ હકીકતના આધારે તેઓને વધારે સરકારી લાભો આપવામાં આવે છે. તેથી, એવો તર્ક કરવામાં આવ્યો કે જે ધર્મમાં જ્ઞાતિવાદ આચરવામાં આવતો નથી તેઓ આ લાભોની આશા રાખી શકતા નથી. જોકે, દલિત ખ્રિસ્તીઓ કહે છે કે તેઓ હલકી-જ્ઞાતિ કે અસ્પૃશ્ય, ધર્માંતર પામેલા હોવાના કારણે તેઓ, ફક્ત હિંદુઓ પાસેથી જ નહિ, પણ તેઓના ‘સાથી ખ્રિસ્તીઓ’ પાસેથી પણ ભેદભાવ અનુભવે છે. શું આ સાચું છે?
ખ્રિસ્તીરાષ્ટ્રના મિશનરિઓ અને જ્ઞાતિ
ઉપનિવેશના સમયોમાં, ઘણા હિંદુઓ પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને બ્રિટિશ મિશનરિઓ, કૅથલિક અને પ્રોટેસ્ટંટ બંને દ્વારા ધર્માંતર પામ્યા. સર્વ જ્ઞાતિઓના લોકો નામના જ ખ્રિસ્તીઓ બન્યા, અને કેટલાક પ્રચારકોએ બ્રાહ્મણોને, બીજાઓએ અસ્પૃશ્યોને આકર્ષ્યા. જ્ઞાતિઓના મનમાં ઠસેલી માન્યતાઓ પર મિશનરિઓનાં શિક્ષણ અને વર્તણૂક કેવી અસર થઈ?
ભારતમાં બ્રિટિશ લોકો વિષે લેખક નિરદ ચૌધરી કહે છે કે ચર્ચોમાં “ભારતીય મંડળ યુરોપિયન મંડળ સાથે બેસી શકે નહિ. જ્ઞાતિની શ્રેષ્ઠતાની એ સભાનતાની ભાવના જેના પર ભારતમાં ખ્રિસ્તી શાસન ટકેલું હતું એને ખ્રિસ્તી ધર્મ સંતાડી શક્યું નહિ.” એ પ્રકારનું વલણ બતાવીને, ૧૮૯૪માં એક મિશનરિએ બોર્ડ ઑફ ફોરેન મિશન ઑફ ધ યુનાઈટેડ સ્ટેટને અહેવાલ આપ્યો કે હલકી જ્ઞાતિના લોકોનું ધર્માંતર ચર્ચમાં “કચરો ભેગો કરવા” જેવું હતું.
સ્પષ્ટ રીતે, ભારતમાં ઘણા કહેવાતા ખ્રિસ્તીઓમાં ખુલ્લી રીતે જ્ઞાતિવાદના આચરણ માટે મોટે ભાગે શરૂઆતના મિશનરિઓમાં જ્ઞાતિય ચઢિયાતાપણાની લાગણી અને બ્રાહ્મણોના વિચારોનું ચર્ચોનાં શિક્ષણ સાથે મિશ્રિત થવું જવાબદાર છે.
આજે ચર્ચોમાં જ્ઞાતિભેદ
કૅથલિક ઉપબિશપ જ્યોર્જ ઝર, ૧૯૯૧માં ભારતમાં કૅથલિક બિશપ કોન્ફરન્સને સંબોધી રહ્યાં હતા ત્યારે કહ્યું: “શીડ્યુલ કાસ્ટમાંથી ધર્માંતર પામેલાને ફક્ત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ જ નહિ પરંતુ ઉચ્ચ જ્ઞાતિઓના ખ્રિસ્તીઓ પણ હલકી જ્ઞાતિના તરીકે જુએ છે. . . . સ્થાનિક ચર્ચોમાં અને ભૂમિદાહ માટે તેઓની અલગ જગ્યા બનાવવામાં આવી હતી. આંતરજ્ઞાતિય લગ્નો માટે ભવાં ચઢાવવામાં આવ્યા . . . પાદરીઓમાં જ્ઞાતિવાદ વિસ્તૃતપણે ફેલાયેલો છે.”
યુનાઇટેડ પ્રોટેસ્ટંટ ચર્ચ, દક્ષિણ ભારતના ચર્ચના બિશપ એમ. એઝરાયાએ તેના પુસ્તક ભારતીય ચર્ચનું બીન-ખ્રિસ્તી પાસુ (અંગ્રેજી)માં કહ્યું: “આમ, વિવિધ ચર્ચોમાં શીડ્યુલ કાસ્ટ (દલિત) ખ્રિસ્તીઓની પોતાની ભૂલના કારણે નહિ પરંતુ હલકી જ્ઞાતિમાં એમના જન્મના કારણે સાથી ખ્રિસ્તીઓ દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હતો. તેઓની બીજી, ત્રીજી અને ચોથી પેઢી પહેલાં ખ્રિસ્તીઓ બન્યા હોય તોપણ એમ કરવામાં આવતું હતું. લઘુમતી ધરાવતા ઉચ્ચ જ્ઞાતિના ખ્રિસ્તીઓ, પોતાનો જ્ઞાતિ પૂર્વગ્રહ એક પછી બીજી પેઢી, ખ્રિસ્તી માન્યતા અને આચરણથી બદલાયા વિના પાળતા આવે છે.”
ભારતમાં પછાત વર્ગની સમસ્યાઓની તપાસ જે મંડળ કમિશનથી ઓળખાય છે, એને જોવા મળ્યું કે કેરેલામાં ખ્રિસ્તી બનેલાઓ “પોતાની જ્ઞાતિ પાર્શ્વભૂમિકાના આધારે વિવિધ કોમી વૃંદોમાં” વહેંચાયેલા હતા. . . . ધર્માંતર કર્યા પછી પણ, હલકી જ્ઞાતિના ધર્માંતર પામેલા સાથે હરિજનb જેમ વર્તવામાં આવતું હતું . . . સીરીયન અને પુલયા એક જ ચર્ચના સભ્યો અલગ અલગ મકાનોમાં અલગ ધાર્મિક વિધિઓ પાળતા હતા.”
b હલકી જ્ઞાતિના લોકો માટે એમ. કે. ગાંધીએ શબ્દ બનાવ્યો હતો. એનો અર્થ થાય, “હરિના લોકો,” જે હિંદુ દેવ વિષ્ણુનું એક નામ છે.
ઑગસ્ટ ૧૯૯૬ના ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારે દલિત ખ્રિસ્તીઓનો અહેવાલ આપ્યો: “તામિલનાડુમાં, તેઓ ઉચ્ચ જ્ઞાતિના નિવાસસ્થાનોથી અલગ રહે છે. કેરેલામાં, તેઓ મોટા ભાગે જમીન વિનાના મજૂરો, અને સીરીયન ખ્રિસ્તીઓ તથા બીજા ઉચ્ચ જ્ઞાતિના જમીનદારો માટે કામ કરે છે. ત્યાં દલિત અને સીરીયન ખ્રિસ્તીઓ વચ્ચે સાથે જમવાનો કે આંતર-લગ્નો કદી પણ શક્ય નથી. ઘણા કિસ્સાઓમાં, દલિતો પોતાના ‘પુલયા ચર્ચ’ કે ‘પરાયા ચર્ચ’માં ઉપાસના કરતા હતા.” આ પેટા જ્ઞાતિના નામ છે. “પરાયા”નું અંગ્રેજી રૂપ છે “પરિઆહ.”
અસંતોષ પ્રત્યે પ્રત્યાઘાત
ખ્રિસ્તીઓના શોષણ વિરુદ્ધ વૃંદ જેવા સામાન્ય પ્રવૃત્તિઓનાં વૃંદો ખ્રિસ્તી દલિતો માટે સરકાર પાસેથી લાભો મેળવવાનો પ્રયાસ કરે છે. મુખ્ય ચિંતા ધર્માંતર પામેલા ખ્રિસ્તીઓ માટે આર્થિક મદદ મેળવવાની છે. તેમ છતાં, બીજાઓને ચર્ચના વ્યવહારની ચિંતા છે. પોપ જોન પોલ બીજાને લગભગ ૧૨૦ વ્યક્તિઓએ સહી કરેલા પત્રમાં બતાવ્યું હતું કે તેઓએ “જ્ઞાતિવાદથી મુક્ત ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો” હતો. પરંતુ તેઓ ગામડાંના ચર્ચમાં પ્રવેશવાની કે ઉપાસનામાં સહભાગી થવાની પરવાનગી આપતા નથી. તેઓને જ્યાંથી કદી પણ ઉચ્ચ જ્ઞાતિના ખ્રિસ્તીઓ—અને સ્થાનિક પાદરીઓ કદી પણ ન જતા હોય એવી જગ્યાએ ઘરો બાંધવાનું દબાણ કરવામાં આવ્યું! એવી જ સમસ્યાનો સામનો કરતી એક કૅથલિક સ્ત્રીએ કહ્યું: “મારા માટે નિશ્ચે મહત્ત્વનું છે કે મારો દીકરો સારી કૉલેજમાં અભ્યાસ કરે. પરંતુ એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે તેના [કૅથલિક] ભાઈઓ તેને સમાન રીતે સ્વીકારે.”
કેટલાક દલિત ખ્રિસ્તીઓની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે, ઘણા સહનશીલતા ગુમાવી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદ જેવા રાજકીય પક્ષો, ખ્રિસ્તી ધર્માંતર પામેલાને પાછા હિંદુ તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો કે એક ધાર્મિક વિધિમાં ૧૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી, જેમાં ૬૦૦ કરતાં વધારે “ખ્રિસ્તી” કુટુંબોએ ફરીથી હિંદુ ધર્મ સ્વીકાર્યો.
સાચી ખ્રિસ્તી રીત
ચર્ચ સંગઠનના મિશનરિઓએ ખ્રિસ્તનાં શિક્ષણ પ્રેમ પર આધારિત છે એવું શિખવ્યું હોય તો, ત્યાં ન તો કોઈ “બ્રાહ્મણ ખ્રિસ્તી” કે ન તો કોઈ “દલિત ખ્રિસ્તી,” કે ન તો “પરાયા ખ્રિસ્તી” હશે. (માત્થી ૨૨:૩૭-૪૦) ત્યાં કોઈ પણ દલિતો માટેનું જુદું ચર્ચ હશે નહિ, અને જમણ પણ અલગ હશે નહિ. આ મુક્ત કરનારું બાઇબલ શિક્ષણ શું છે જે વર્ગભેદથી ચઢિયાતું છે?
“કેમકે યહોવાહ તમારો દેવ તે તો દેવોનો દેવ . . . છે; તે કોઈની આંખની શરમ રાખતો નથી, તેમ લાંચ પણ લેતો નથી.”—પુનર્નિયમ ૧૦:૧૭.
“હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વે એક સરખી વાત કરો, અને તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐકય રાખો.”—૧ કોરીંથી ૧:૧૦.
“જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.
બાઇબલ શીખવે છે કે દેવે સર્વ માણસજાતને એક માણસમાંથી ઉત્પન્ન કરી. એ એમ પણ કહે છે કે એક માણસના સર્વ વંશજોએ ‘દેવને શોધવા અને મેળવવા જોઈએ, તે આપણામાંના કોઈથી દૂર નથી.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭.
વર્ગભેદ ધીમે ધીમે શરૂઆતનાં ખ્રિસ્તી મંડળોમાં આવ્યું ત્યારે, પ્રેરિત યાકૂબે એની સખત નિંદા કરી. તેણે કહ્યું: “તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?” (યાકૂબ ૨:૧-૪) સાચા ખ્રિસ્તીઓ કોઈ પણ પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થાને પરવાનગી આપતા નથી.
નવી દુનિયાના વિચાર માટેની જરૂર
લાખો યહોવાહના સાક્ષીઓ ઘણા વિવિધ ધર્મોમાથી શીખેલી પોતાની અગાઉની માન્યતાઓ અને વર્તણૂકને સ્વેચ્છાપૂર્વક બદલવા તૈયાર છે. બાઇબલનાં શિક્ષણે તેઓનાં હૃદયો અને મનોમાંથી ચઢિયાતાપણાની કે હીનતાની લાગણીઓ દૂર કરી છે, જે એમની ઉપનિવેશી જીત, વર્ગભેદ, રંગભેદ અથવા જ્ઞાતિ ભેદમાંથી હતી. (રૂમી ૧૨:૧, ૨) તેઓને બાઇબલ જેને “નવી પૃથ્વી” કહે છે એની સ્પષ્ટ સમજણ છે, કે જેમાં “ન્યાયીપણું વસે છે.” પૃથ્વી પરના સહન કરી રહેલા લોકો માટે કેવી ભવ્ય આશા!—૨ પીતર ૩:૧૩.
એ કેવું લાગે છે?
વારુ, ખ્રિસ્તી હોવાનો દાવો કરનાર લોકો સાથે જાતિભ્રષ્ટ જેવો વ્યવહાર કરવામાં આવે એ કેવું લાગે છે? ચમાર કે પુલયા તરીકે ઓળખાતી હિંદુ ધર્મની હલકી જ્ઞાતિમાંથી જેના પૂર્વજોએ ધર્માંતર કરેલું એવા એક ખ્રિસ્તી, કેટલાંક વર્ષો પહેલાં પોતાના વતન કેરેલા સ્ટેટમાં બનેલો બનાવ વર્ણવે છે:
મને એક લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં હાજર રહેલામાંના અમુક જણ ચર્ચનાં સભ્યો હતાં. તેઓએ મને સ્વાગતસમારંભમાં જોયો ત્યારે, ગરબડ ઊભી થઈ, અને ઑર્થોડોક્સ સીરીયન ચર્ચમાંથી આવ્યા હતા તેઓએ કહ્યું કે હું સ્વાગતસમારંભમાંથી જતો નહિ રહું તો તેઓ ત્યાં રહેશે નહિ, કેમ કે તેઓ પુલિયા સાથે જમણ લેતા ન હતા. કન્યાના પિતાએ તેઓનો પ્રસ્તાવ નકારતા, તેઓ સ્વાગતસમારંભ છોડીને જતા રહ્યા. તેઓના ગયા પછી, ભોજન પીરસવામાં આવ્યું. પરંતુ પીરસનારાઓએ મેં ખાધેલા કેળાના પાન અને મારી મેજને સાફ કરવાનો ઈનકાર કર્યો.
દક્ષિણ ભારતના ચર્ચનો નમૂનો, જેમાં ફક્ત હલકી જ્ઞાતિના લોકો જ મળે છે
“દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે,
તે તેને માન્ય છે.”