હાર્ટ સર્જન
સજાગ બનો!ને અભિનંદન પાઠવે છે
જાન્યુઆરી ૮, ૧૯૯૭ના સજાગ બનો!માં “હાર્ટ ઍટેક—શું કરી શકાય?”ની શૃંખલાના લેખો બતાવ્યા છે. પ્રાધ્યાપક થોમસ સ્ટેગમેન છાતી, હૃદય, અને નસોના સર્જન હૉસ્પિટલ અને જર્મનીના હૃદય-પ્રત્યારોપણના સર્જનના પ્રમુખે આ લેખો વાંચ્યા અને પ્રકાશકને કરનારને આ રીતે લખ્યું:
“હૃદયરોગ અને ખાસ કરીને હાર્ટ ઍટેક વિષે મેં તમારો અહેવાલ રસપૂર્વક વાંચ્યો. આ ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે, એણે મને કહેવા પ્રેર્યો કે હાર્ટ ઍટેકની તમારી સમજણ અને આ વિષય પર તમારી માહિતી ખૂબ સરસ છે—બતાવતા કે, એક તરફ, હૃદયના રોગની વ્યક્તિગત દર્દી માટે વધારે સમજણ છે અને બીજી તર્ફે, તબીબી ઘટકોનો સાચો અહેવાલ છે. સમજણ સારી અને વિચારયુક્ત માહિતી પૂરી પાડે છે. તમારી સ્વાભાવિક લાક્ષણિકતા ખાસ મહત્ત્વની છે હાર્ટ ઍટેકના શરૂઆતનાં લક્ષણો ઓળખવા પણ મહત્ત્વનાં છે.
“તબીબી વિજ્ઞાન અને સંસ્થાઓએ ભેગા મળી કરેલા સામાન્ય પ્રયત્નો છતાં, નસો ગંઠાઈ જવી (arteriosclerosis)—અને ખાસ કરીને હાર્ટ ઍટેક—પશ્ચિમના દેશોમાં મૃત્યુનું એક સામાન્ય કારણ છે. દરરોજ ધમનીના ગંઠાઈ જવાના (કડક થઈ જવી, ગંઠાઈ જવું, અવ્યવસ્થિત) અને વિવિધ ટૅકનિકથી શસ્ત્રક્રિયા કરનાર એક સર્જન તરીકે, હું જાણું છું કે સારી માહિતી અને સાચી સમજણ સામાન્ય જનતા અને સંભવિત દરદીઓ માટે કેટલું મહત્ત્વનું છે.
“આ વિષય પર તમારી સમજણ માટે હું તમને ઉષ્માભર્યું અભિનંદન પાઠવું છું—સાથે આશા રાખું કે તમારો લેખ જેમ બને એમ વધારે લોકોને પ્રાપ્ય બને.”
તમે સજાગ બનો! નિયમિત વાંચવાનું ઇચ્છતા હોવ કે કોઈક તમારા ઘરે આવી બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન ૫ પર આપવામાં આવેલા નજીકના સરનામે લખો.