વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૭/૮ પાન ૩૨
  • શા માટે તે દેવમાં માનતી ન હતી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે તે દેવમાં માનતી ન હતી?
  • સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૭/૮ પાન ૩૨

શા માટે તે દેવમાં માનતી ન હતી?

રુસટાવી, જ્યોર્જિયા, અગાઉના સોવિયટ યુનિયન પ્રજાસત્તાકમાં, એલેસીયા નામની એક યુવાન સ્ત્રીએ બે મુલાકાતીઓને પોતાના માબાપની છબી બતાવી અને ઉદ્‍ગાર કાઢ્યા: “દેવ હોય તો, તેમણે મારાં માબાપ યુવાન હતા ત્યારે જ મરી જવાની પરવાનગી ન આપી હોત!” એલેસીયાનો પતિ, ટોમાઝી, ઘરે આવ્યા પછી, મુલાકાતીઓએ તેમને પૃથ્વી પર સદાકાળ જીવનના આનંદ માણો! અને “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું,” મોટી પુસ્તિકા આપી.

યુગલની ફરી મુલાકાત કરવામાં આવી ત્યારે, એલેસીયાએ “જુઓ!” મોટી પુસ્તિકા વાંચી હતી અને બાઇબલ અભ્યાસ ઇચ્છતી હતી. તેણે જે વાંચ્યું એ તેને ગમ્યું. ચર્ચા શરૂ થઈ એ દરમિયાન, તેણે જલદી જ મોટી પુસ્તિકા ખોલી અને તેણે લીટી કરેલ ભાગોને વાંચ્યા. વાજબી દલીલોએ તેને પ્રભાવિત કરી હતી.

દાખલા તરીકે, મોટી પુસ્તિકા કહે છે: “આપણી ફરતેની ભવ્ય અદ્‍ભુતતાઓ​—ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ, અદ્‍ભુત સર્જન જેને માણસ કહેવામાં આવે છે, જીવન અને જન્મના ચમત્કારો​—આ સર્વ એઓને પેદા કરનાર અદૃશ્ય કુશળ બુદ્ધિની સાક્ષી પૂરે છે. (રૂમી ૧:૨૦) જ્યાં કહીં બુદ્ધિ છે ત્યાં મગજ હોય છે. જ્યાં કહીં મગજ છે ત્યાં વ્યક્તિ છે. સર્વોપરી બુદ્ધિમત્તા સર્વોપરી વ્યક્તિની છે, જે સર્વ જીવંત વસ્તુઓના ઉત્પન્‍નકર્તા છે, જે પોતે જીવનનો ઝરો છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) ખરેખર ઉત્પન્‍નકર્તા સર્વ સ્તુતિ અને આરાધનાને યોગ્ય છે.​—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪; પ્રકટીકરણ ૪:⁠૧૧.”

એલેસીયાએ પાછળથી દીલ ખોલીને જણાવ્યું કે મૃત્યુ પામેલા પ્રિયજનનું પુનરુત્થાન કરવાના દેવના વચને તેને બાઇબલનો અભ્યાસ કરવા દોરી હતી. અમે માનીએ છીએ કે તમે પણ આ મોટી પુસ્તિકામાં આપેલ વિશ્વાસ-દૃઢ કરનાર માહિતીમાંથી લાભ મળવશો. તમને પૃથ્વી પર સદાકાળ જીવનના આનંદ માણો! અને “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું,”ની પ્રત જોઈતી હોય અથવા તમારી સાથે વિના મૂલ્ય ગૃહ બાઇબલ અભ્યાસ ચલાવવા કોઈક આવે એવું ઇચ્છતા હો તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaન, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો