સ્વ-ઉપચાર - લાભકારક કે હાનિકારક
બ્રાઝિલમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
“જ ગતવ્યાપી સ્વ-ઉપચારનું બજાર ફાલી રહ્યું છે,” દવા બનાવનાર મોટી કંપનીનો પ્રમુખ દાવો કરે છે. “લોકો પોતાના સ્વાસ્થ્યને પોતાના અંકુશમાં રાખવા માંગે છે.” એમ હોવા છતાં, શું એવું કોઈ જોખમ છે કે જેનાથી તમારે સાવધ રહેવું જોઈએ?
અલબત્ત, દવાનો યોગ્ય ઉપયોગ કરો તો, એ રાહત લાવી શકે. દાખલા તરીકે, ઈનસુલીન અને એન્ટિબાયોટિક ઉપરાંત સસ્તી અને સાદી દવાઓ જે તાજગી આપી શકે, એ અસંખ્ય જીવનોને બચાવે છે. સ્વ-ઉપચારમાં લાભો વધારે છે કે જોખમો એ નક્કી કરવું પડકારરૂપ છે.
એ સાચું છે કે, કેટલાક દેશોમાં યોગ્ય તબીબી સહાય ખૂબ દૂર અથવા ખૂબ મોંઘી હોય શકે. તેથી, ઘણા લોકો તબીબી સંબંધી માહિતી માટે મિત્રો કે સગાસંબંધીઓનાં મંતવ્યો પર કે સ્વ-મદદનાં પુસ્તકો પર આધાર રાખે છે. ફરનાન્ડો લીફીવર, સાઓ પાઊલો યુનિવર્સિટી, બ્રાઝિલના પ્રાધ્યાપક કહે છે. “જાહેરાત ઝૂંબેશ એ વિચાર દર્શાવે છે કે ફક્ત સાદી કેપસ્યૂલ ખરીદીને, તંદુરસ્તી અને સારું સ્વાસ્થય મેળવવું શક્ય છે.”a પરિણામે, ઘણા લોકો વધુ કામની અસરો, અપૂરતા પોષણ અને સામાન્ય લાગણીમય સમસ્યાઓને પણ આંબવા દવાઓનો ઉપયાગ કરે છે. લીફીવર ઉમેરે છે: “પોતાના જીવનની ગુણવત્તાને સુધારવાને બદલે, લોકો પોતાની સમસ્યાઓ દવાની પેદાશથી ઉકેલવાનો પ્રયત્ન કરે છે.” અને વ્યક્તિનું યોગ્ય નિદાન થયું છે કે નહિ તે કોણ જાણે છે?
માથું દુઃખવું, લોહીનું ઊંચું દબાણ, અને અપચો થાય ત્યારે તમે જ ઘણાઓ ચિંતા, ડર, અને એકલતાનો સામનો કરે ત્યારે દવાનો ઉપયોગ કરે છે. “લોકો ડૉક્ટરની મદદ શોધે છે કારણ કે તેઓ વિચારે છે કે ગોળીઓ સમસ્યાઓને હલ કરશે,” ડૉ. એન્ડ્રે ફેઈનગોલ્ડ કહે છે. “સ્વાસ્થ્ય વ્યવસાયીઓ પણ ફોરમ્યૂલા સૂચવવા અને અગણિત નુસ્ખા અજમાવવાની ભલામણ કરવા તરફ વળેલા હોય છે. દર્દીના ભુતકાળને જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી, કે જેઓના માટા ભાગના કિસ્સાઓમાં અસ્તવ્યસ્ત, દબાણપૂર્ણ, અને લંપટ જીવન-ઢબ હોય છે.” સાઈકોટ્રોપીક (દવા વિષેની સૂઝ અને વલણ) વર્લ્ડ સમિતિના, રોમીલ્ડા બ્યૂનો કબૂલે છે: “દર્દીને તપાસવાનો ખૂબ ઓછો સમય હોય છે, અને ડૉક્ટર લક્ષણોને ફક્ત ધ્યાનમાં લઈને, વ્યક્તિને જવા દે છે.” દવાનો ઉપયોગ “સામાજિક સમસ્યાઓ (હલ કરવા)નો દાક્તરી માર્ગ છે.” તેમ છતાં, બીજા ડૉક્ટર ચેતવણી આપે છે કે ઘણા દર્દીઓને સાઈકોટ્રોપીક દવાઓની જરૂર છે.
“ફ્રોઝાક ફેડ”ની ચર્ચા કર્યા પછી, બ્રાઝિલનું દૈનિક આ એસટાડો દે એસ. પાઊલો કહે છે: “માથું ઓળવાની નવી રીતની જેમ કોઈ પણ ઈલાજનું પ્રખ્યાત બની જવું નવાઈભર્યું છે.” એમાં મનોચિકિત્સક આર્થર કૉફમેનનું અવતરણ આપવામાં આવ્યું છે: “જીવનમાં દિશા અને હેતુ ન હોવાને કારણે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેનાથી લાગે છે કે એક અસરકારક ઈલાજ દરેક બીમારીથી છૂટકારો અપાવશે.” કૉફમેન ઉમરે છે: “માનવ તાત્કાલિક ઉપાય વિષે વધુને વધુ ચિંતિત બનતા જાય છે, તેથી પોતાની સમસ્યાઓનું કારણ શોધવામાં ઓછો રસ ધરાવતા, તે એને હલ કરવા ગાળીઓ લેવાનું પસંદ કરે છે.” પરંતુ સ્વ-ઉપચાર સલામત છે?
સ્વ-ઉપચાર—એક જોખમ?
“૨૦મી સદીમાં તબીબી ક્ષેત્રે ઉલ્લખનીય લાક્ષણિકતા નવી દવાઓનો વિકાસ થઈ રહ્યો છે,” ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે. પરંતુ એ પણ કહે છે: “કદાચ વધુ ઝેરી અસરો તો બીજા કોઈ કારણ કરતાં દવાના દુરુપયાગને લીધે છે.” ખરેખર, દવા જેમ સાજા કરી શકે તેમ, એ નુકશાન પણ કરી શકે છે. ભૂખ ઓછી કરવાની કે જાડાપણું ઘટાડવાની ગાળીઓ “જ્ઞાનતંત્ર પર અસર કરે છે અને એ કારણે અનિદ્રા, વર્તનમાં ફેરફાર અને કેટલાક લોકોમાં તો ચિત્તભ્રમ જેવા પ્રતિકૂળ લક્ષણો પેદાં કરી શકે છે,” લેખિકા સીલીન ડે કેસટ્રો કહે છે. તે ઉમરે છે: “પરંતુ કોઈ પણ વિચારે કે ભૂખ ઓછી કરવાની ગોળીઓથી ફક્ત ભૂખ મરી જાય છે તો તે પોતાને મૂર્ખ બનાવે છે. એક કેપસ્યૂલથી એવા કેટલાય ખરાબ ચક્રોની શરૂઆત થઈ શકે છે તેમાં દરેક ઇલાજ બીજા ઇલાજની અસરને દૂર કરી દે છે.”
સામાન્ય ઉપયોગમાં લેવાતી ઘણી દવાઓ પેટના બગાડ અને ઉબકા, ઉલટી, અને રક્તપાતનું પણ કારણ બની શકે. અમુક દવાઓની આદત પડી શકે છે અથવા એનાથી મૂત્રપિંડો અને કલેજાને નુકશાન થઈ શકે છે.
અરે પ્રચલિત સ્વાસ્થ્ય પેદાશો પણ શંકાસ્પદ હોય શકે. “વિટામીન પૂરકો માટેના શોખ ખૂબ જોખમકારક છે,” બ્રાઝિલના એક તબીબી સંઘના અધ્યક્ષ, ડૉ. ઈફ્રાઈન ઑલ્શેવર ચેતવણી આપે છે. “લોકો જ પોતાનો ઈલાજ પોત કરી રહ્યા છે એવું નથી પરંતુ અમુક અજ્ઞાન ડૉક્ટરો દવાનાકયાં કયાં જોખમો છે એની ચિંતા કર્યા વગર લખી આપે છે.” તેમ છતાં, બીજા ડૉક્ટર કહે છે કે અમુક બીમારીઓ અને ઊણપો દૂર કરવા માટે યોગ્ય માત્રામાં વિટામીન પૂરક લેવું જરૂરી અને લાભકારક છે.
સલામત સ્વ-ઉપચાર—કઈ રીતે?
બેચેની અનુભવવાથી દરેક વખતે આપણે ડૉક્ટર પાસે જઈ શકતા નથી તેથી, સ્વાસ્થ્ય શિક્ષણ અને યોગ્ય સ્વ-ઉપચાર આપણાં કુટુંબો માટે લાભકારક બની શકે. તેમ છતાં, કોઈ પણ ઉપચાર કરતા પહેલાં, સાચો અન અસરકારક સ્વ-ઉપચાર મહત્ત્વનો છે. તમારી નજીક ડૉક્ટર ન હોય અથવા ડૉક્ટર પાસે જવાની તમારી પરિસ્થિતિ ન હોય તો, એક પર્યાપ્ત તબીબી સંદર્ભ પુસ્તકની મદદ લેવી, એ નક્કી કરવામાં મદદ કરશે કે શું બીમારી છે. દાખલા તરીકે, અમેરિકન મેડિકલ એસોશિએશને એક કૌટુંબિક તબીબી માર્ગદર્શન બહાર પાડ્યું છે, જેમાં ૧૮૩ પાનનો એક ભાગ છે જેમાં જુદાં જુદાં લક્ષણોનો ચાર્ટ આપવામાં આવ્યો છે. એ દર્દીને પ્રશ્નોની શ્રૃંખલામાં દોરી જાય છે કે જેમાં જવાબ હા કે નામાં આપવાના હોય છે. આ પ્રક્રિયા દ્વારા, સમસ્યાને હંમશા ઓળખી શકાય છે.
પરંતુ ડૉક્ટરની ભૂમિકા વિષે શું? ક્યારે આપણે વ્યાવસાયિક મદદ શોધવી જોઈએ? આપણે આપણા સ્વાસ્થ્ય વિષે વધુ પડતા ચિંતા કરતા અથવા લાપરવાહ બનવાનું કઈ રીતે ટાળી શકીએ? ખરેખર, જગતમાં બીમારી અને માનસિક રોગ ફાલેલા છે ત્યારે, આપણે અમુક હદ સુધી સારા સ્વાસ્થ્યનો આનંદ કઈ રીતે માણી શકીએ?
ઓસડનો ઘરેલું ઈલાજ
હજારો વર્ષોથી, ઘણી સંસ્કૃતિઓમાં લોકોએ ખેતરો તથા જંગલોમાં મળી આવતા છોડનો ઉપયોગ કરીને ઓસડ બનાવ્યા છે. કેટલીક આધુનિક દવાઓ પણ છોડમાંથી બને છે, જેમ કે ડિજીટેલીસ, કે જેનો ઉપયોગ હૃદય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. આમ, બ્રિટનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ હર્બલિસ્ટ્સની સભ્ય, પેનેલપી ઓડી પોતાના પુસ્તકમાં કહે છે કે “સામાન્ય ફરિયાદોને દૂર કરવા માટે ૨૫૦થી વધુ સુરક્ષિત ઈલાજ છે—સાધારણ ખાંસી, શરદી અને માથાના દુઃખાવાને લઈને ચામડીના વિકારો, પાચન સમસ્યાઓ અને બાળકોની બીમારીઓ સુધી એક ખાસ સારવાર છે.”
તે લખે છે: “હર્બલીઝમને હંમશા ‘લોકોની દવા’ માનવામાં આવે છે—એ સાદો ઇલાજ છે જેને ઘેર બેઠા બેઠા નાની બીમારીઓ માટે કે કાયમી કે ગંભીર બીમારીઓ માટે વ્યવસાયીઓએ બતાવેલી મોટા ઈલાજની સાથે કરી શકાય છે.” તે ચાલુ રાખે છે: “મોટા ભાગની જડીબુટ્ટીઓ પોત ઘણી સલામત છે છતાં, તેનો ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ. જેટલી માત્રા બતાવવામાં આવી છે એનાથી વધુ ન લો અને હાલત ન સુધરે પરંતુ વધુ ખરાબ થાય અથવા એ પાક્કી ખબર ન પડે કે સાચી બીમારી શું છે તો, ઘરેલું ઈલાજ ચાલુ ન રાખો.”—ધ કમ્પલીટ મેડિસિનલ હર્બલ.
[Footnotes]
a ઘણા દેશોમાં, ઘણા ડૉક્ટરો અને તબીબી સંગઠનોની ટીકા છતાં ડૉક્ટરની સૂચિત દવાની “ઉપભોક્તા માટે” જાહેરાત કરીને વેચવાનું ચલણ નાટકીય રીતે વધી ગયું છે.
[Caption on page ૪]
“દર્દીના ભુતકાળને જાણવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી, કે જેઓના મોટાભાગના કિસ્સાઓમાં અસ્તવ્યસ્ત, દબાણપૂર્ણ, અને લંપટ જીવન-ઢબ હોય છે.” —ડૉ. એનડ્રે ફેઈનગોલ્ડ