ગુનેગાર તરૂણોના—કારણો?
શું તમે એવું માનો છો કે તરુણ ગુનેગારો ખાસ કરીને ફક્ત ગરીબ કુટુંબમાંથી જ આવે છે અને “સારા” ઘરના બાળકો ભાગ્યે જ ગુનામાં પરોવાય છે? એશિયાના ઘણા લોકો એ દૃષ્ટિબિંદુને ટેકો આપે છે. એશિયા સામયિક એહવાલ આપે છે કે “એ દૃષ્ટિબિંદુ સાચું નથી. એશિયાની આસપાસના પોલીસખાતાના આંકડાઓ અને કિસ્સાઓ બતાવે છે કે સૌથી વધારે તરુણો સારા ઘરમાંથી આવે છે કે જે ચોરી, ભાંગફોડ, કેફી પદાર્થ અને વેશ્યાગીરીમાં સંડોવાય છે.”
દાખલા તરીકે, જાપાનમાં ગુનામાં સંડોવાયેલા મોટા ભાગના તરુણો મધ્યમ વર્ગમાંથી આવે છે. બેંગ્કોંગમાં પણ એવી જ પરિસ્થિતિ છે. મયુહિતા તાલીમ શાળાના તંત્રી, એડિસય અહાપનુન કહે છે, “ભૂતકાળમાં તરુણો પૈસાની આવશ્યક્તા હોવાને લીધે ગુનો આચરતા હતા. આજે, ૫૦ ટકા કરતાં વધારે તરુણો મધ્યમ-આવકના ઘરોમાંથી આવે છે કે જેઓને નાણાંની મુશ્કેલીઓ હોતી નથી.”
ઘણા લોકો કામ કરતી માતાઓ, વધતો જતો છૂટાછેડાનો દર અને જીવનમાં ભૌતિકવાદી દૃષ્ટિબિંદુ જેવી પરિસ્થિતિનો વાંક કાઢે છે. સિંગાપુરમાં તરુણ સુધારણાગૃહના મદદનીશ સંચાલક ઈડી જેકબ કહે છે: “મહત્ત્વનો મુદ્દો એ છે કે કુટુંબનું બંધારણ—માબાપના છૂટાછેડા, અથવા એકલવાયા માબાપ, અથવા માબાપ બંને કામ કરતા હોય અને બાળકની અવગણના કરવામાં આવતી હોય—એવું હોય છે. બાળકો પોતાનું મૂલ્ય ઘરમાંથી જ શીખે છે.”
બાઇબલમાં ભાખ્યું છે કે આપણા સમયમાં યુવાન લોકોનો બળવો વધશે. (૨ તીમોથી. ૩:૧, ૨) તોપણ, આ પુસ્તક કુટુંબને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, એકસાથે રહેવાનું મૂલ્ય સમજાવે છે. બાઇબલને તપાસવું યોગ્ય છે કેમ કે, “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમોથી. ૩:૧૬) વાસ્તવમાં, એશિયાના યહોવાહના સાક્ષીઓ—આખી પૃથ્વી પર બાઇબલ અભ્યાસો શોધે છે જેથી તેઓ બદલાઓ મેળવી શકે. તમને પણ મદદ કરવામાં તેઓને ખુશી થશે.
એ તમારી પસંદગી છે—બેદરકારી અથવા દેવની પસંદગી