“સર્વ લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?”
વર્ષ ૧૯૯૮ના ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન ચાર પાનાની પત્રિકા “સર્વ લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?” આખા જગતમાં ૩૦ કરોડ પ્રતો ૧૦૦ કરતાં વધારે ભાષામાં વહેંચવામાં આવી હતી. એના વિષે ઘણી પ્રશંસનીય ટીકાઓ મળી હતી જેમાં પૂર્વ પેન્સિલ્વેનિયા યુ.એસ.એ એક્સપ્રેસ ટાઈમનો પણ સમાવેશ થાય છે, જેમાં નીચેની સમીક્ષા કરી છે:
“એમાં પડોશી પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ ગયો છે—તેઓ એકબીજાને નુકસાન પહોંચાડે છે એવાં ઉદાહરણો દર્શાવે છે, એવી જ રીતે બોસ્નિયા-હર્ઝેગોવિના અને રુવાન્ડામાં, જ્યાં લાંબા સમયથી રહેતા જુદી જુદી જાતિના પડોશીઓ અને ધર્મના જૂથો એકબીજાને મારી નાખે છે.
યુનાઈટેડ સ્ટેટ્સની સ્થિતિ વર્ણવતા, દર્શાવે છે કે વૃદ્ધો એકલા રહે છે ત્યાં કોઈ પણ તેઓની મુલાકાત લેતા નથી, એક આબેહૂબ છબી કે જેમાં સ્ત્રીનું મોઢું ભયભીત થયેલું અને સાંકળ બાંધેલી હોય એવા દરવાજામાંથી ડોકિયાં કરતી બતાવે છે.”
યહોવાહના સાક્ષીઓની સ્લોવેનિયાની શાખા કચેરીએ તત્ત્વજ્ઞાની સાહિત્ય ક્લબ ઈમપ્રેસાઈ તરફથી નીચે પ્રમાણેની વિનંતીઓ મેળવી: “ધાર્મિક સત્ય જણાવવાની બાબતમાં દુઃખની વાત એ છે કે રોમન કૅથલિક ચર્ચ પોતાનો એકાધિકાર ચલાવે છે. આ ધાર્મિક સત્યને સારી રીતે સમજવા માટે, અમે વિનંતી કરીએ છીએ કે “સર્વ લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?” વિષયવાળી ૫૦ પત્રિકા અમને મોકલો. એનું લખાણ જ નહિ પરંતુ એનાં ચિત્રોએ પણ અમારા પર પ્રભાવ પાડ્યો છે.”
જગતમાં લોકો શાંતિ અને એકતામાં રહી શકે છે એનો પુરાવો તમને જોઈતો હોય તો, કૃપા કરી ૬.૦૦ રૂ. સાથે આ કુપન ભરી અમને મોકલો.
․
◻ મને મોટી પુસ્તિકા દેવ આપણી પાસે શું માગે છે? મોકલો.
◻ કૃપા કરીને વિના મૂલ્યે ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક સાધો.
નામ ․
સરનામું ․
શહેર ․
રાજ્ય ․પીન કોડ ․
WATCH TOWER, H-58, Old Khandala Road, Lonavla 410 401, Mah., India