વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૫/૮ પાન ૫
  • કટોકટી જગતવ્યાપી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કટોકટી જગતવ્યાપી છે
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • વિશ્વાસ કર્યો તેઓ દ્વારા વિશ્વાસઘાત
  • વિનાશક અસર
  • દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • આપણાં બાળકોનું રક્ષણ કોણ કરશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • બાળકોનું જાતીય શોષણ જગતવ્યાપી સમસ્યા
    સજાગ બનો!—૧૯૯૭
  • બાળકોના પરસેવાથી
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૫/૮ પાન ૫

કટોકટી જગતવ્યાપી છે

બ્રાઝિલમાં રસ્તા પર રહેતાં બાળકોની ભયંકર હત્યા એ એનું ઉદાહરણ છે કે ન જોઈતા બાળકો કેટલાં અસુરક્ષિત છે. આ દેશનો અહેવાલ બતાવે છે કે દર વર્ષે લગભગ સો જેટલાં બાળકોની હત્યા કરવામાં આવતી હતી.

ડનબ્લેન, સ્કૉટલૅન્ડમાં અને વોલ્વરહામપ્ટોન, ઇંગ્લૅંડ, અને બીજા ઘણા વિસ્તારોમાં બાળકો પર ક્રૂર હુમલાઓ કરવામાં આવે છે. દાખલા તરીકે, ઍગ્લોનની બાર વર્ષની મારિયાના દુઃખની કલ્પના કરો, કે જે અનાથ હતી અને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અને તેણી સગર્ભા બની. પછી તેણી ૩૨૦ કિલોમીટર ચાલ્યા બાદ અકાળે શિશુને જન્મ આપ્યો કે જે ફક્ત બે અઠવાડિયા જ જીવ્યું. મારિયા એના એક અઠવાડિયા પછી બીમારી અને અપોષણને લીધે મરી ગઈ.

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ ૧૯૯૨માં અહેવાલ જણાવતા કહ્યું કે “‘બાળકોની વિરુદ્ધ લડાઈ’ એ ૨૦મી સદીની શોધ છે.” યુનિસેફ ૧૯૯૫ના અહેવાલ પ્રમાણે અમુક વ્યક્તિનો મત છે કે ‘ભવિષ્યની પેઢીના દુશ્મનો, એટલે કે બાળકોના દુશ્મનોનો પરિત્યાગ કરવો જ જોઈએ.’ એક રાજકીય ટીકાકારે આ પ્રમાણે વ્યક્ત કર્યું: “મોટા ઉંદરને મારવા માટે તમારે નાના ઉંદરને મારવું જોઈએ.”

હાલના દસ વર્ષના સમયગાળામાં બે લાખ બાળકો હિંસામાં મરણ પામ્યાં છે. બીજા ચાર લાખ અપંગ, આંધળા, અથવા માનસિક રીતે ભાંગી પડ્યા છે, ઘણા યુદ્ધમાં બેઘર થયા છે તેવા કરોડો જેવી તેવી રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. વર્તમાનપત્રના મથાળે અહેવાલ આપ્યો કે એમાં કંઈ આશ્ચર્ય નથી કે: “ક્રૂર લડાઈને લીધે બાળકને બિહામણાં સ્વપ્નો આવે છે.”

બાળકો પર આ દુષ્ટતા આચરવી એ માનવજાતની આશા ભંગ કરનાર છે, આ પુરાવો બતાવે છે કે ફક્ત થોડા દેશોમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં બાળકો કટોકટીમાં છે. અને ઘણાં બાળકો પર અત્યાચાર તેમ જ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

વિશ્વાસ કર્યો તેઓ દ્વારા વિશ્વાસઘાત

બાળકોનો વિશ્વાસઘાત કરવો એ તેઓને ભયંકર રીતે હાનિ પહોંચાડી શકે. ખાસ કરીને માબાપ, મિત્ર, અથવા સલાહકાર એ બાળકનો વિશ્વાસઘાત કરે છે ત્યારે એ સાચું પડે છે. માબાપો બાળકો પર જે અત્યાચાર કરે છે એ આના પરથી ખબર પડે છે કે અમેરિકામાં “ખાનગી બીક: બાળ અત્યાચારને ખુલ્લું પાડવું અને એનો અંત” નામનો કાર્યક્રમ પ્રસારિત કર્યો ત્યારે અગણિત ફોન આવ્યા, જે કાર્યક્રમને પ્રસ્તુત કરનાર ઓપેરા વિન્ફ્રી હતી. “વધુમાં આઘાતજનક ફોન યુવાન બાળકો દ્વારા આવતા હતા, તેઓ બીકથી કહેતા હતા કે તેઓ માનસિક દુઃખ અથવા જાતીય પજવણીથી છૂટકારો ઇચ્છે છે,” આ કાર્યપાલકના નિર્માતા ઍનરોલ્ડ સાપીરોએ નોંધ લીધી અને તેમણે ચિલ્ડ્રન ટુડેમાં ટાંક્યું.

આ કાર્યક્રમથી એ સાબિત થાય છે કે બાળ અત્યાચાર કરનારાઓ કંઈ વિશાળ કદની અને મજબૂત અજાણી વ્યક્તિઓ નથી. સાપીરોએ અંતમાં કહ્યું કે હકીકત એ છે કે “વધારામાં વધારે અત્યાચાર માબાપો અથવા બીજા નજીકના સગાઓ દ્વારા કરવામાં આવે છે.” બીજા સંશોધકો એ પણ દર્શાવે છે કે ક્યારેક એવા લોકો પણ બાળકો સાથે અત્યાચાર કરે છે જેઓની કુટુંબ સાથે અવરજવર હોય અને જેઓ પર ભરોસો મૂકી શકાય, તેઓ પહેલાં બાળકો અને કુટુંબનો વિશ્વાસ જીતે છે કે જેથી યોજના ઘડી બાળ અત્યાચાર કરી શકે. કુટુંબમાં વ્યભિચાર એ ભરોસો તોડવાનું સૌથી ખરાબ કામ છે.

આખા જગતમાં બાળકો માટે બીજો એક ભય પીડોફીલીઆ આચરનારા દ્વારા થતો જાતીય અત્યાચાર છે. ટ્રેન્ડ ઍન્ડ ઇસ્યુ ઈન ક્રાઇમ ઍન્ડ ક્રિમીનલ જસ્ટિસ આ પ્રમાણેની વ્યાખ્યા આપે છે: “પીડોફીલીઆ એ એકદમ યુવાન હોય તેઓ પ્રત્યે આકર્ષણ સૂચિત કરે છે. . . . પીડોફીલીઆ ગુનાના કૃત્યમાં જાતીય હુમલો, વિવેકહીનતા અને બાળ અશ્લીલ સંબંધિત અપરાધોનો સમાવેશ થાય છે.”

બળાત્કારીઓનો ધૃણાજનક અહેવાલ કે જે આખા જગતમાં લોભી રીતે બાળકોનું જાતીય શોષણ કરે છે. (પાન ૭ પરનું બોક્ષ જુઓ.) યુવાન છોકરા અને છોકરીઓ બંને ભોગ બને છે. સિદ્ધાંતહીન માણસો એ બાળકોને લલચાવી લઈ જાય છે, તેઓ સાથે અત્યાચાર કરે છે અને તેઓને ધમકાવે છે અથવા તેઓને વધારે પડતો પ્રેમ આપીને બગાડે છે કે જેથી તેઓ “ક્લબ”માં રહે. જે માણસો આવી ખરાબ યોજના કરે છે તેઓ સમાજના પ્રખ્યાત નેતા હોય છે અને ઘણી વાર પોલીસ અને ન્યાયાધીશને તેઓના કામની જાણકારી હોવાથી તેઓ રક્ષણ મેળવે છે.

પાદરીઓ દ્વારા બાળકો પર જાતીય અત્યાચાર એ પણ બળાત્કારનું કારણ છે. આખા જગતના સમાચાર અહેવાલ બતાવે છે કે પાદરી દ્વારા બાળ અત્યાચાર થાય છે, ઘણી વાર તેઓ દેવના નામમાં કરે છે. દાખલા તરીકે, એંગ્લિકનના એક પાદરીએ દસ વર્ષના બાળકને કહ્યું કે “દેવ તેના [પાદરી] દ્વારા વાત કરે છે અને તે [પાદરી] કોઈ પણ કામ કરે અથવા [છોકરો] કોઈ પણ કામ કરે એ દેવને પસંદ છે અથવા એ સારું કામ છે.”

ઑસ્ટ્રેલિયા ધી બેટલ ઍન્ડ ધી બ્લેકલેશ: ધ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુસ વોર પુસ્તકે ટીકા કરી કે પાદરી અને બીજા સારું સ્થાન ધરાવતા વિશ્વાસુઓ દ્વારા બાળ અત્યાચાર થાય છે. એણે કહ્યું કે આનાથી જોડાયેલા સંગઠન એ ચિંતા કરતા જોવા મળે છે કે કઈ રીતે પોતાની સંસ્થાને ઓછામાં ઓછી ઈજા થાય અને તેઓ પોતાને કઈ રીતે બચાવે, તેઓને અસુરક્ષિત બાળકોની કોઈ ચિંતા નથી.

વિનાશક અસર

બાળકો આગળ પાછળ વિચાર્યા વગર જ સંપૂર્ણપણે વિશ્વાસ મૂકે છે. તેથી વિશ્વાસઘાત કરવામાં આવે તો, બિનશંકાશીલ મનની અંદર વિનાશક અસર થાય છે. ચાઈલ્ડ એબ્યુસ ઍન્ડ નીગ્લેક્ટ પ્રકાશને નોંધ લીધી કે: “પહેલાની વ્યક્તિ અને જગ્યાઓ જે સલામત ગણાતા હતા એ જ હાલમાં વિનાશ અને ભય સાથે સંકળાયેલા છે. બાળ જગતનું ભવિષ્ય ઓછું અને અંકુશમાં બની રહ્યું છે.”

ઘણાં વર્ષોથી ચાલતા આવા અત્યાચારને કારણે ઘણાં બાળકો પુખ્તવયના થાય છે ત્યારે, તેઓના જીવનની અંદર સામાજિક અને માનસિક કોયડાઓમાં વધારો થાય છે. આવો વિશ્વાસઘાત કરવો ઘણો ખરાબ હોય છે એ બાળક હોવાને લીધે એનો ગેરલાભ લેવામાં આવે છે. ઘણાં બાળકો પર અત્યાચાર થાય છે છતાં પણ તેઓ ક્યારેય એ વિષે ફરિયાદ નથી કરતા—તેથી બાળકો પર અત્યાચાર કરનાર આ વાતનો લાભ ઉઠાવે છે.

તાજેતરમાં, જગતવ્યાપી બાળ અત્યાચાર વધ્યા છે, તેથી આજે આવા પુરાવાઓ ટોચ સુધી પહોંચ્યા છે જેનો ઇનકાર પણ ન થાય અથવા એની અવગણના પણ ન થાય. પરંતુ ઘણા સહમત છે કે બાળ અત્યાચારનો પરિત્યાગ એ ભયંકર જવાબદારી છે. તેથી આ પ્રશ્ન ઊભો થાય છે: શું એવું કોઈક છે કે જે આપણાં બાળકોનું રક્ષણ કરે? આપણામાં જે માબાપ છે તેઓ દેવ તરફથી મળેલા વારસામાં પોતાનાં બાળકોનું રક્ષણ કઈ રીતે કરી શકે અને કઈ રીતે પોતાનાં બાળકોનો જીવ જોખમમાંથી બચાવી શકે? માબાપો કોની મદદ લઈ શકે?

ઇંટરનેટ ખાનગી રમતનું ઑપરેશન

થોડા મહિના પહેલા ઇંટરનેટ પર બાળ અશ્લીલતા વિરુદ્ધ ચાલેલી મોટી ખાનગી રમતથી, બાર દેશોની અંદર પોલીસે ૧૦૦થી વધારે બળાત્કારીઓના ઘરોની અંદર ધાડ પાડેલી. અમેરિકામાં ફક્ત એક બળાત્કારી જૂથ પાસેથી બાળકોના ૧,૦૦,૦૦૦ અશ્લીલ ચિત્ર જોવા મળે છે.

બ્રિટીશ સંશોધકે પાંચ મહિના ઇંટરનેટ પર સંશોધન કરી જણાવ્યું: “ચિત્રો એટલાં ગંદા હતાં કે જેને જોઈને કોઈ પણ માણસને ઊલટી થઈ જાય.” ચિત્રો નાના છોકરા છોકરીઓના હતા એમાંના ઘણાં તો ફક્ત બે વર્ષનાં જ હતાં. બેલ્જિયમની પોલીસે કહ્યું કે ઇંટરનેટ પર ચિત્રો એ “બંડખોર બાળ અશ્લીલતાનું હૂબહૂ વર્ણન કરતું હતું. . . . લોકો એટલી હદ સુધી ગયા કે તેઓએ પોતાનાં બાળકો પર અત્યાચાર કર્યો કે જેથી તેઓ તેમના અશ્લીલ ચિત્ર કાઢી શકે.” એક માણસે પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કરતી વખતે ફોટા ખેંચીને પોતાના કૉમ્પ્યુટરમાં મૂક્યા હતા.

શંકાસ્પદ વ્યક્તિઓમાં, શિક્ષકો, વૈજ્ઞાનિકો, વકીલાત શીખતો વિદ્યાર્થી, તબીબી વિદ્યાર્થી, સ્કાઉટ શિક્ષક, એકાઉન્ટન્ટ, અને યુનિવર્સિટીના પ્રોફેસરનો સમાવેશ થાય છે.

વિસ્ફોટથી છોકરાનો જમણો હાથ જતો રહ્યો

UN/DPI Photo by Armineh Johannes

Photo ILO/J. Maillard

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો