વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૬/૮ પાન ૩૧
  • કઈ રીતે ગોળાવ્યાપી કરુણતા નિવારવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કઈ રીતે ગોળાવ્યાપી કરુણતા નિવારવી
  • સજાગ બનો!—૧૯૯૯
  • સરખી માહિતી
  • તમે મમ્મી બનવાના હો તો કેવી કાળજી રાખશો?
    સજાગ બનો!—૨૦૦૩
  • યુદ્ધના બલિ બનેલાના બદલાતા ચહેરા
    સજાગ બનો!—૨૦૦૦
  • યુએનના યુવાનોનો કાર્યક્રમ
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૬/૮ પાન ૩૧

કઈ રીતે ગોળાવ્યાપી કરુણતા નિવારવી

સંયુક્ત રાષ્ટ્ર એને “ગોળાવ્યાપી કરુણતા” કહે છે

—અને એ યોગ્ય છે. જગતવ્યાપી, દરેક મિનિટે ગર્ભાવસ્થા

અને બાળજન્મના પરિણામે એક સ્ત્રી મરણ પામે છે.

મોટા ભાગના મરણ વિકાસશીલ દેશોમાં થાય છે. જ્યારે કે યુરોપમાં ગર્ભાવસ્થાના કારણે ૧૦,૦૦૦માંથી ફક્ત ૧ અને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ૧૨,૫૦૦માંથી ફક્ત ૧, લૅટિન અમેરિકામાં ૭૩માંથી ૧, એશિયામાં ૫૪માંથી ૧ અને આફ્રિકામાં આઘાતજનકપણે ૨૧માંથી ૧ મરણ પામે છે!

દર વર્ષે ગર્ભાવસ્થાને લગતા આ ૬,૦૦,૦૦૦ મરણને કુશળ દાયની મદદથી અટકાવી શકાય. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (યુનિસેફ) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) હવે સ્ત્રીઓ (અને પુરુષો)ને વ્યવસાયી દાઈનું પ્રશિક્ષણ આપવા પર ભાર આપી રહ્યાં છે.

ડૉક્ટરોની અછત છે એવા દેશોમાં, દાઈઓને પ્રશિક્ષણ આપવાનો અર્થ જીવન અને મરણ વચ્ચેનો તફાવત થઈ શકે. યુનિસેફના ડૉ. ફ્રાન્સ ડોના અને હૂના સલાહકાર એન થોમસને તાજેતરમાં યુએન રેડિયો પ્રસારણમાં કહ્યું કે વધારે દાઈઓને પ્રશિક્ષણ આપવાની સત્તાએ પરિણામો લાવવાનું શરૂ કરી દીધું છે. દાખલા તરીકે, તેઓએ કહ્યું કે ઘણા આફ્રિકી દેશોમાં દાઈઓને ઑર કે જે જન્મ પછી કાઢવામાં આવતું ન હતું એને કાઢવાની પરવાનગી આપવામાં આવી ત્યારે માતાઓનું મૃત્યુનું પ્રમાણ આપોઆપ ઓછું થઈ ગયું. એવી જ રીતે, ઇંડોનેશિયામાં પણ પ્રગતિ થઈ રહી છે કે જ્યાં દરેક ગામડાં માટે બે દાઈઓને પ્રશિક્ષણ આપવાનો ધ્યેય છે. હજુ સુધીમાં, ૫૫,૦૦૦ દાઈઓને પ્રશિક્ષણ આપી બહાર મોકલવામાં આવી છે.

યુએનમાં દૃષ્ટિકોણ (અંગ્રેજી) કાર્યક્રમે જણાવ્યું, “વિકસિત દેશોમાં પણ દાઈ હજુ અસ્તિત્વ ધરાવે છે.” ફ્રાંસ, નેધરલૅન્ડ, સ્વીડન અને યુનાઈટેડ કીંગડમ જેવા દેશોમાં, દાઈની પ્રણાલી કદી છોડવામાં આવી નથી, અને યુનાઈટેડ સ્ટેટ્‌સ, પુનર્જીવનનો આનંદ માણી રહ્યું છે. આન થોમસન તે પોતે પ્રશિક્ષણ પામેલી દાઈ છે તેણે કહ્યું આ દેશો દાઈની વ્યક્તિગત અને સતત કાળજી રાખે છે. “પ્રસુતિ વેદના ૨૪ કલાક કરતાં વધારે હોય શકે અને ડૉક્ટરો પાસે ૨૪ કલાક અમથા બેસી રહેવાનો સમય નથી.” તોપણ, તેણે ઉમેર્યું કે બાળજન્મની વેદનામાં “સહાનુભૂતિ, જ્ઞાન સમજણ અને સ્ત્રીને પુનઃખાતરી અપાવી શકે એવી વ્યક્તિની હાજરી” શાંત્વનામાં ફાળો આપતો એક ઘટક છે અને સુરક્ષિત જન્મ આપવા માટેની સહાય છે.

દૃષ્ટિકોણે વધુમાં જણાવ્યું કે “દર વર્ષે ૬ કરોડ પ્રસૂતિ થાય છે જેમાં સ્ત્રીની કાળજી લેવામાં ફક્ત કુટુંબના એક સભ્ય હોય છે કે જેને તાલીમ આપવામાં આવી હોતી નથી—અથવા કોઈ પણ વ્યક્તિ હોતી નથી.” યુએન આ બાબતો બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એની શરૂઆતમાં, વર્ષ ૧૯૯૮ના વિશ્વ આરોગ્ય દિવસે હૂએ “સલામત પદ્ધતિ” વસ્તુવિષય પર ભાર આપ્યો છે.” ડૉ. ડોનીએ કહ્યું, “અમે જાણીએ છીએ કે એ આવનાર ૨ કે ૩ વર્ષમાં સિદ્ધ કરવામાં આવશે નહિ.” તેમ છતાં, તેઓનો ધ્યેય “દરેક સ્ત્રીને પ્રસુતિના સમયે વ્યવસાયી વ્યક્તિઓ હાજર રહે’ એવો છે.”

UN/J. Isaac

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો