અપંગતા
એનું જોખમ કઈ રીતે ઘટાડી શકો
મોટ ભાગના કિસ્સાઓમાં અપંગતા અટકાવી શકાય છે! અને એ પેરીફેરેલ વાસ્કૂયુલર ડીસીઝ (પી.વી.ડી.)થી પીડાઈ રહેલી વ્યક્તિઓ માટે પણ સાચું છે. અગાઉના લેખમાં જણાવવામાં આવ્યું તેમ, પી.વી.ડી. સામાન્ય રીતે ડાયાબીટીસના કારણે થાય છે.a આનંદની બાબત છે કે, ડાયાબીટીસને અંકુશમાં રાખી શકાય છે.
a વ્યક્તિ પગનાં ચુસ્ત કપડાં પહેરે કે અયોગ્ય ચંપલ પહેરે કે અયોગ્ય રીતે બેસે (ખાસ કરીને પગ પર પગ મૂકે) કે લાંબા સમય સુધી એ સ્થિતિમાં ઊભા રહે તો, હાથપગના સ્નાયુઓની સમસ્યાઓમાં વધારો થઈ શકે અથવા વધુ તીવ્ર બની શકે.
ધ એન્સાયક્લોપેડીયા બ્રિટાનીકા કહે છે, “ઇન્સ્યૂલિન લેતા હોવ કે નહિ ડાયાબીટીસની સારવારમાં ખોરાક મુખ્ય ઘટક છે.” ન્યૂ યૉર્ક શહેરના કીંગ્સ કાઉન્ટી હૉસ્પિટલના ડૉ. માર્શલ બેયોલે સજાગ બનો!ને કહ્યું: “ડાયાબીટીસના દરદીઓ પોતાની સ્થિતિને ગંભીરતાથી લે, પોતાના ખોરાકની કાળજી રાખે, નિયમિત દવા લે તો, તેઓ અપંગ થવાનું જોખમ ઘટાડશે.” બીજા પ્રકારના ડાયાબીટીસના દરદીઓ આ સલાહને અનુસરે તો તેઓના ચિહ્નોમાં સુધારો થતો જોવા મળી શકે.b
b પહેલા પ્રકારના ડાયાબીટીસના દરદીઓને દરરોજ ઇન્સ્યૂલિનના ઇંજેક્શનો લેવાની ભલામણ કરવામાં આવે છે. બીજા પ્રકારના ડાયાબીટીસના દરદીઓ (ઈન્સ્યૂલિન પર આધારિત હોતા નથી) હંમેશાં પોતાના ડાયાબીટીસને ખોરાક અને કસરતથી અંકૂશમાં રાખી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં બીજા પ્રકારના ડાયાબીટીસના ૯૫ ટકા દરદીઓ છે.
કસરતનું મહત્ત્વ
કસરત પણ મહત્ત્વની છે. એ શરીરમાં ગ્લુકોઝ કે સુગરના સ્તરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવા મદદ કરે છે. પી.વી.ડી. પુરવાર થઈ જાય છે ત્યારે કસરત, શક્તિ, લવચીકતા અને લોહીને જખમી વિસ્તારમાં પરિભ્રમણ કરવા મદદ કરે છે. કસરત નસોમાં લોહી જામી જવાના રોગને ઓછો કરવા પણ મદદ કરે છે—પી.વી.ડી.ના દરદીઓ તેઓ ચાલે કે કસરત કરે ત્યારે તેઓની પીંડીના સ્નાયુઓના દરદથી પીડાઈ શકે. તેમ છતાં, પગોમાં તાણ આવતા અને અચાનક આઘાત અનુભવતી વ્યક્તિઓએ કસરત કરવાનું ટાળવું જોઈએ. વધારે યોગ્ય કસરતોમાં ચાલવાનો, સાયકલ ચલાવવાનો, હલેસાં મારવાનો, તરવાનો અને પાણીમાં કસરત કરવાનો સમાવેશ થાય છે. વ્યક્તિએ ખોરાકની પરહેજી શરૂ કરતાં પહેલાં કે કસરતના ખાસ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.
અલબત્ત, સારી તંદુરસ્તી ઇચ્છતી વ્યક્તિઓએ ધૂમ્રપાનથી સદંતર દૂર રહેવું જોઈએ. પી.વી.ડી. ધૂમ્રપાનથી થતા ઘણા રોગોમાંનો એક છે કે જે ધૂમ્રપાનથી થાય છે અથવા ધૂમ્રપાનથી વધે છે. ડૉ. બેયોલે કહ્યું “ખાસ કરીને ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ડાયાબીટીસ અને પી.વી.ડી. હોય છે ત્યારે, અંગછેદનમાં ધૂમ્રપાન મુખ્ય કારણ છે.” કેટલું મુખ્ય કારણ? અંગછેદન કરવામાં આવેલી વ્યક્તિઓ માટેનું એક સ્વાસ્થ્ય-સુધારણા માર્ગદર્શન કહે છે, કે “ધૂમ્રપાન નહિ કરનાર કરતાં ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાં અંગછેદનની શક્યતાઓ દશ ગણી વધારે હોય છે.”
નબળા અંગો માટે કાળજી
પી.વી.ડી. પગોમાં લોહીનું પરિભ્રમણ ઘટાડી શકે કે જેનાથી જ્ઞાનતંતુઓ ખરાબ થઈ શકે—નસો મૃત કે શૂન્ય થઈ જાય છે. હાથપગમાં સહેલાયથી જખમ થઈ શકે છે એટલે સુધી કે પથારીમાં પડ્યા પડ્યા પણ વ્યક્તિના પગ જખમી થઈ શકે છે. દાખલા તરીકે, દરદી કંઈ પણ પીડા અનુભવતો ન હોવાના કારણે, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ કે ગરમ ગાદલું વધારે ગરમ થઈને તે ગંભીર રીતે બળી જઈ શકે! આ કારણે, આ બનાવનારાઓ ડાયાબીટીસના દરદીઓને આ વસ્તુનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવાની ચેતવણી આપે છે.
નબળા અંગોને ચેપ લાગવાની વધારે શક્યતાઓ હોય છે. ફક્ત એક નાના ઉઝરડાથી પણ ચાંદા કે સડો થઈ શકે. તેથી પગોની કાળજી રાખવી મહત્ત્વની છે, અને એમાં આરામદાયક, માપસરના ચંપલ પહેરવાનો તેમ જ પગ અને તળિયાને ચોખ્ખા અને સૂકા રાખવાનો સમાવેશ થાય છે. ઘણી હૉસ્પિટલોમાં પગોના ચિકિત્સાલય હોય છે કે જે દરદીઓને પોતાના પગોની કાળજી રાખવાનું શિક્ષણ આપે છે.
પી.વી.ડી. બહુ વધી ગયો હોય ત્યારે, શસ્ત્રક્રિયા સારવાર જરૂરી બને છે, સર્જનો અંગછેદન નિવારવાનો પ્રયત્ન કરશે. એક બીજી પદ્ધતિ બલૂન એન્ગ્યોપ્લાસ્ટિ (ફૂગ્ગા સાથે સળિયાને ધમનીમાં ઘોંચીને ફૂલાવવું) છે. વાસ્ક્યૂલર સર્જન ફૂગ્ગાના છેડે એક નળી લગાડે છે. ફૂગ્ગો ફૂલે છે ત્યારે સંકોચાયેલી ધમની ખુલે છે. બીજો વિકલ્પ બાયપાસ સર્જરી છે—ગંભીર રીતે રોગિષ્ઠ થયેલી નસોની જગ્યાએ શરીરના બીજા ભાગમાંથી નસ કાઢીને લગાવવામાં આવે છે.
બાર્બરા ૫૪ વર્ષના છે, અને તે ચાર વર્ષના હતા ત્યારથી જ પહેલા પ્રકારના ડાયાબીટીસથી પીડાઈ રહ્યાં હતા. તેમણે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યા પછી, તેમના પગોમાં પી.વી.ડી.નો રોગ વિકસિત થયો. કેટલાક ડૉક્ટરોએ તેમને પગ કાપી નાખવાની સલાહ આપી. તેમ છતાં, બાર્બરાને પ્રખ્યાત વાસ્ક્યુલર સર્જન મળ્યા કે જેમણે એન્ગ્યોપ્લાસ્ટિનો ઉપયોગ કરીને તેમના પગમાં લોહીના પરિભ્રમણમાં સુધારો કર્યો. એન્ગ્યોપ્લાસ્ટિ થોડા સમય સુધી ચાલી પરંતુ છેવટે બાર્બરાને બાયપાસ સર્જરીની જરૂર પડી કે જે સફળ થઈ. બાર્બરા હવે તેમના પગની ઘણી કાળજી રાખે છે.
જખમ થતો નિવારવો
જખમ, અપંગ બનવાનું બીજું કારણ છે. શરીરના કોઈ પણ ભાગને જખમ થઈ શકે છે અને એ નકામો બની શકે છે. તેમ છતાં, જીવન પ્રત્યેનું દૈવી દૃષ્ટિબિંદુ રાખવાથી વ્યક્તિ જોખમ થવાની શક્યતાઓ ઓછી કરી શકે છે. કામ કરતા, વાહન ચલાવતા અથવા મનોરંજન કરતા હોઈએ ત્યારે, ખ્રિસ્તીઓએ પોતાના શરીરોને દેવ તરફથી ભેટ જોવા જોઈએ. આમ, તેઓ સર્વ સલામત જરૂરિયાતોને માન આપે છે અને દરેક મૂર્ખ જોખમોને ટાળે છે.—રૂમી ૧૨:૧; ૨ કોરીંથી ૭:૧.
જમીનોમાં સુરંગો વિસ્તારાયેલી છે એનું જોખમ ઘટાડવા શું થઈ શકે? સરકારોએ સુરંગોની સજાગતાના કાર્યક્રમો ઘણા દેશોમાં ઘણી જગ્યાઓએ ચાલુ કર્યા છે. યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલના અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં “જોખમોમાં આવેલા લોકોને” શીખવવામાં આવે છે કે “સુરંગો પાથરવામાં આવેલી જગ્યાઓ પર રહેતી કે કામ કરતી વખતે કઈ રીતે એનો ભોગ બનવાની શક્યતાઓ ઘટાડી શકે.”
દુઃખદ રીતે, યુનાઈટેડ નેશન્સનો અહેવાલ કહે છે, “લોકો સુરંગો વચ્ચે રહેવામાં ટેવાઈ ગયા છે અને નિષ્કાળજી વધતી જાય છે. તેમ છતાં, ઘણી વખત ધાર્મિક ઘટકો [લોકો]ને આ પ્રકારના જોખમો સામે પ્રાણઘાતક વલણ સ્વીકારવાનું ઉત્તેજન આપે છે.” તેમ છતાં, અકસ્માતો પ્રત્યે પ્રાણઘાતક વલણોને દેવના શબ્દોમાં ટેકો આપવામાં આવતો નથી. એનાથી ભિન્ન, બાઇબલ ચેતવણી અને સલામતીને ઉત્તેજન આપે છે.—પુનર્નિયમ ૨૨:૮; સભાશિક્ષક ૧૦:૯.
તેથી ચેતવણીને ધ્યાન આપી અને તમારા આરોગ્યનું રક્ષણ કરવા યોગ્ય પગલાંઓ લઈ, તમે તમારા અંગછેદનનું જોખમ ઘટાડી શકો. પરંતુ અપંગ બની ગયેલી વ્યક્તિઓ વિષે શું? શું તેઓ સારી ગુણવત્તાવાળા જીવનનો આનંદ માણી શકે?
ધૂમ્રપાન ખાસ કરીને વાસ્ક્યુલર રોગ હોય તેવાઓમાં અંગછેદનનું જોખમ વધારે છે
યોગ્ય કસરતો અને સારી ખોરાકની પરહેજી આરોગ્યપ્રદ વાસ્ક્યુલર પદ્ધતિને વધારે છે