વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૨૮-૨૯
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • નૈતિકતાનું પુનરાવર્તન?
  • માયાળુપણાનાં કૃત્યો નોંધવાં
  • કબૂતર દ્વારા ટપાલ હજુ પણ ઉપયોગી
  • શાળાથી વંચિત બાળકો
  • આફત તરફ ઢળેલું એશિયા
  • શા માટે તમે પોતાને ગલીપચી કરી શકતા નથી
  • મોર્સ કોડના વારસ
  • પગરખાં સાથે સંકળાયેલ બીમારીઓ
  • ચીનમાં બાઇબલ પ્રકાશિત
  • પાપ વિષે સત્ય
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૨૮-૨૯

વિશ્વ પર નજર

નૈતિકતાનું પુનરાવર્તન?

ચીનમાં તાજેતરના સર્વેક્ષણે દર્શાવ્યું કે “ચીનના પુખ્ત લોકો લગ્‍નબહારની જાતીયતામાં વધુ છૂટછાટવાળા બન્યા છે, પરંતુ મોટા ભાગના તરુણો આવી વર્તણૂકની વિરુદ્ધમાં છે,” ચાઈના ટુડે સામયિક અહેવાલ આપે છે. આ સર્વેક્ષણ લગભગ ૮,૦૦૦ લોકોની ગણતરી પર આધારિત હતું. “ત્રણ-પંચમાંસ તરુણો સહમત થયા કે જેઓ અનૈતિક સંબંધ ધરાવીને બીજા લોકોના લગ્‍ન તોડી નાખે છે તેઓને નાણાકીય કે બીજી કોઈ રીતે શિક્ષા કરવી જોઈએ,” સર્વેક્ષણે બતાવ્યું, “જ્યારે કે ૩૭ અને ૪૫ વર્ષ વચ્ચેના ૭૦ ટકા લોકોને લાગતું નથી કે આવાં કાર્યો માટે કોઈ શિક્ષા હોવી જોઈએ.”

માયાળુપણાનાં કૃત્યો નોંધવાં

“બાળકો લગભગ ૪ વર્ષની ઉંમર સુધી મૂળભૂત રીતે સ્વ-કેન્દ્રિત હોય છે, ત્યાર પછી તેઓ સહાનુભૂતિ વિકસાવવા લાયક બનવાનું શરૂ કરે છે,” ધ ટોરેન્ટો સ્ટારમાં આપેલો અહેવાલ કહે છે. બીજાઓ માટેની ચિંતા વિકસાવવાનું બાળકાને શીખવવા, માયાળુપણાનાં કૃત્યો વિષે ઘરે તાલીમ આપવાનું સૂચવવામાં આવ્યું છે. કુટુંબના સભ્યો દરેક દિવસે પોતે સ્વૈચ્છાથી કરેલાં ઓછામાં ઓછા બે સારાં કાર્યોને ચાર્ટમાં નોંધી શકે. માબાપ પોતાના બાળકનું માયાળુપણાનું કૃત્ય જુએ તો એને ચાર્ટમાં ઉમેરી શકે. કેટલીક શાળાઓ દાદાગીરીના વર્તનને નિર્મૂળ કરવાના પ્રયત્નમાં આવા ચાર્ટનો ઉપયોગ કરે છે. અન્ય બાળકોને માયાળુપણાનાં કાર્યો કરતા જુએ તો એ સારાં કામોને નોંધવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવે છે. અહેવાલ અનુસાર, “એનાથી બાળકોને ખબર પડશે કે માયાળુપણું શું છે અને તેઓ પોતે માયાળુપણું અનુભવશે અને બીજા પ્રત્યે પ્રદર્શિત કરશે.”

કબૂતર દ્વારા ટપાલ હજુ પણ ઉપયોગી

ભારતના ઓરિસ્સા રાજ્યના પોલીસખાતા પાસે વાતચીતસંચારનું જટિલ નેટવર્ક છે, પરંતુ એણે હજુ પોતાનો “કબૂતર વિભાગ,” બંધ કર્યો નથી, જેમાં ૮૦૦-સતેજ કબૂતરોના ટોળાનો સમાવેશ થાય છે, ધ ઇન્ડિયન એક્ષપ્રેસ અહેવાલ આપે છે. શ્રી. બી. બી. પાન્ડા, ઓરિસ્સા પોલીસના ડાયરેક્ટર જનરલ અનુસાર, કબૂતરો છેલ્લા ૫૦ વર્ષોમાં પૂર અને વાવાઝોડા સમયે જીવનરેખા બન્યા છે અને એ આજે પણ વાયરલેસ વાતચીતસંચાર નિષ્ફળ જાય છે ત્યારે વ્યવહારુ છે. દાખલા તરીકે, ૧૯૮૨માં પૂરે બાન્કી શહેરને ઉજાડ્યું હતું ત્યારે, કટકના જીલ્લા મુખ્ય મથક અને શહેર વચ્ચે ફક્ત કબૂતરો જ કડી હતા. ઓરિસ્સાનું પ્રથમ કબૂતર યુનિટ બેલ્જિયમ વર્ગના હોમર કહેવાતા કબૂતરોથી ૧૯૪૬માં શરૂ થયું હતું, જે એક કલાકના ૮૦થી ૯૦ કિલોમીટર કાપતા સતત ૮૦૦ કિલોમીટર, ઊડી શકવાની કાબલિયત ધરાવે છે. આ પક્ષીઓનું આયુષ્ય ૧૫થી ૨૦ વર્ષ હોય છે, તેઓને હમણાં ૩૪ પોલીસોની કાળજી હેઠળ ત્રણ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. શ્રી. પાન્ડાએ જણાવ્યું: “સેલ્યુલર ફોનના દિવસોમાં કબૂતર જૂના જમાનાનું લાગે છે, પરંતુ એ રાજ્યને સતત મહત્ત્વની સેવા આપે છે.”

શાળાથી વંચિત બાળકો

વર્ષ ૧૯૪૮માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લી દ્વારા સ્વીકારવામાં આવેલી માનવ હક્કોની વિશ્વવ્યાપી જાહેરાતે, શિક્ષણના મૂળભૂત હક્કોને સ્પષ્ટ કર્યા. જોકે ઘણા પ્રશંસાપાત્ર પ્રયત્નો કરવામાં આવ્યા છે છતાં, આ ધ્યેય સુધી પહોંચી વળાશે નહિ. “માનવ હક્કોની વિશ્વવ્યાપી જાહેરાતના સ્વીકાર કર્યાના ૫૦ વર્ષ પછી પણ, પ્રાર્થમિક શાળામાં જતાં બાળકોની ઉંમરના ૧૩ કરોડ કરતાં વધુ બાળકોને શાળામાં જવાની તક મળી નથી,” એલજેમાઈન ઝેઈતુંગ મઈન્ઝ જર્મનનું દૈનિક અહેવાલ આપે છે. “એનો અર્થ એ થયો કે જગતના કુલ બાળકોના ૨૦ ટકાને પ્રાર્થમિક શિક્ષણ મળ્યું નથી.” સંયુક્ત રાષ્ટ્ર બાળસંઘ, જર્મનીના પ્રમુખ, રેઈનહાર્ડ સ્લાગીનટ્‍વીટ અનુસાર, પ્રાર્થમિક શાળામાં જગતવ્યાપી બાળકોને મોકલવા લગભગ ૭ અબજ ડોલર ખર્ચવા પડશે. એ યુરોપમાં દર વર્ષ આઈસક્રીમ પર કે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં વર્ષ સૌંદર્યપ્રસાધનો પાછળ ખર્ચવામાં આવતા નાણાં કરતાં પણ ખૂબ ઓછા છે, અને એ જગતમાં શસ્ત્રો પાછળ કરવામાં આવતો ખર્ચા સામે કંઈ જ નથી.

આફત તરફ ઢળેલું એશિયા

“જગતની મુખ્ય ૧૦ આફતોમાંથી છ એશિયા પર આવી, જેણે ૨૭,૦૦૦ જીવનો ભરખી લીધા અને ૩૮ અબજ યુ.એસ ડોલરનું નુકશાન કર્યું,” સાઉથ ચાઈના મોરનીંગ પોસ્ટ નોંધે છે. જેમાં બાંગ્લાદેશ અને ચીનમાં આપત્તિગ્રસ્ત પૂરે અને ઇંડોનેશિયામાં જંગલની આગે પડોશી દેશોને પણ ભરડામાં લઈ લીધા. “જગતના અન્ય દેશો કરતાં એશિયા કુદરતી આફતનો વધુ ભોગ બન્યું છે,” એશિયા અને પેસિફિક માટેનું સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક સંઘ કહે છે. “ખાસ કરીને એશિયામાં, જોખમ ઓછું કરવું એ ૨૧મી સદીનો સૌથી મોટો પડકાર બનશે.”

શા માટે તમે પોતાને ગલીપચી કરી શકતા નથી

“યોગ્ય જગ્યાએ ગલીપચી કરવાથી પુખ્ત વ્યક્તિ પણ નિઃસહાય થઈ જાય છે. પરંતુ અતિસંવેદનશીલ વ્યક્તિ પણ એ જાણીને રાહત મેળવી શકે કે તે પોતાને ગલીપચી કરી શકતી નથી,” ધ ઈકોનોમિસ્ટ જણાવે છે. શા માટે? તાજેતરના સંશોધન અનુસાર, જવાબ મગજના ભાગ, નાના મગજ પર આધારિત છે કે જે મગજની પ્રવૃત્તિને સાંકળે છે. સંશોધનકર્તાઓ માને છે કે નાનું મગજ ફક્ત પ્રવૃત્તિને સાંકળતું જ નથી પરંતુ એના સંવદી પરિણામો પણ એમાં બતાવે છે. આમ, લોકો પોતાને ગલીપચી કરવાનો પ્રયત્ન કરે ત્યારે, નાનું મગજ પહેલથી જ ઉત્તેજનાની અપેક્ષા રાખે છે અને એ ગલીપચી થવાની લાગણી દબાવી દે છે. બીજી કોઈ વ્યક્તિ દ્વારા ગલીપચી કરવામાં આવે છે ત્યારે, ઉત્તેજના અને નાના મગજની અપેક્ષાઓ એકરૂપ બનતી નથી, અને સંવેદના દબાતી નથી. એ જ લેખમાં, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ એનો આ રીતે સારાંશ આપ્યો: “મગજ કહી શકે છે કે કઈ ગલીપચી તમે પોતે કરી છે અને એ તેને ઓછું મહત્ત્વ આપે છે, જેથી તે બહારના ઉદ્‍ભવમાંથી આવેલ સંવેદનાઓ પ્રત્યે વધુ ધ્યાન આપી શકે કે જે વધુ તાકીદની હોય.”

મોર્સ કોડના વારસ

મોર્સ કોડની શોધ ૧૮૩૨માં થઈ હતી, “વ્યાપાર અને ઇતિહાસના વિકાસમાં એણે અકલ્પ્ય ભાગ ભજવ્યો છે,” સંયુક્ત રાષ્ટ્રસંઘના રોજર કોન કબૂલે છે કે જે જગતના વહાણના કાફલાનું નિયંત્રણ કરે છે. એ ૧૯૧૨માં, ટાઈટેનીકએ SOS—ત્રણ ટપકાં, ત્રણ લીટી, ત્રણ ટપકાં—ભયજનક સંકેતનો ઉપયોગ કર્યો હતો ત્યારથી માંડીને જોખમમાં હોય ત્યારે વહાણ આ આંતરરાષ્ટ્રીય ધોરણનો ઉપયોગ કરે છે—ધ ટોરેન્ટો સ્ટાર કહે છે. પરંતુ ફેબ્રુઆરી ૧, ૧૯૯૯માં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થાએ નવી સટેલાઈટ સિસ્ટમ શરૂ કરી, જેમાં દરેક વહાણમાંના સટેલાઈટ ટર્મીનલ પરની “હોટ કી”ને સંકટ સમયે દબાવવામાં આવે ત્યારે “જગતફરતેના બચાવ સંકલન કેન્દ્રના નેટવર્કને” પોતાની જાતે ઘણી માહિતી મોકલી આપશે. આ સિસ્ટમથી જહાજના નવ આંકડાની ઓળખ સંખ્યા ઉપરાંત, અન્ય ઘણી માહિતી મોકલી શકાય છે “જેમાં સમય, જહાજની સ્થિતિ, અને ભયનો પ્રકાર—૧૨માંની એક દરજ્જાની કે જેમાં પૂરથી માંડીને આગ લાગવી અને લૂંટાઈ જવાની માહિતી મોકલી શકે, સાથે ન ઉલ્લેખલા પ્રકારનો પણ સમાવેશ કરે છે” સ્ટાર કહે છે. અને ભૂતકાળની બાબતો યાદ કરતા ઉમરે છે: “ઇતિહાસમાં જગતના સૌથી સારા સમાચારોમાંના કેટલાક કહેવા માટે મોર્સનો ઉપયોગ થયો હતો: બંને વિશ્વયુદ્ધ બંધ થયા એને જણાવવા પણ એનો ઉપયોગ થયો હતો.”

પગરખાં સાથે સંકળાયેલ બીમારીઓ

“તબીબી મંતવ્ય સૂચવે છે કે છમાંથી એક વ્યક્તિને પગની ગંભીર બીમારીઓ હોય છે, જે મોટે ભાગે પગરખાં સાથે સંકળાયેલી હોય છે,” ધ ટોરેન્ટો સ્ટાર અહેવાલ આપે છે. ઘૂંટણમાં પીડા, કમરનો દુખાવો, પીઠનો દુખાવો, અને માથુ દુઃખવું એ પણ તમને જણાવી શકે કે તમે પહેરેલા પગરખાં પર ધ્યાન આપો. “સૌથી મોટી યાદ રાખવાની બાબત એ છે કે પગરખાં તમે પહેરવા લાગો ત્યારે એ તમારા પગને અનુરૂપ થતા નથી, તમારા પગ પગરખાંને અનુરૂપ થાય છે,” સ્ટાર કહે છે. “તમારા પગને અનુરૂપ થશે એમ વિચારીને પગરખા ન ખરીદો. એ દુકાનમાં જ બરાબર ન આવી રહેતા હોય તો, એને ખરીદશો નહિ.” બપોરે જ પગરખાં ખરીદવા જાવ, કેમ કે “પગ સામાન્ય રીતે દિવસ દરમિયાન ફૂલે છે,” અને “તમારી એડીમાં બંધબસતા થવાને બદલે પગરખાં તમારા પગની ઘૂંટીની પહોળાઈ પ્રમાણે આવી રહે છે.” આંકડાકીય રીતે સ્ત્રીઓમાં પગની સમસ્યાઓ અને ખોડખાંપણના દર ઊંચા છે. એવો અભિપ્રાય છે કે એનું કારણ એમાંની ૯૦ ટકા સ્ત્રીઓ “તેઓના પગ માટે ખૂબ નાના અને ખૂબ સજ્જડ પગરખાં પહેરે છે,” અને “ઊંચી એડીવાળાં પગરખાં ઘણી સ્ત્રીઓને પગની ગંભીર ખોડખાંપણ તરફ દોરી જાય છે.” પેપર ઉમરે છે: “એ યાદ રાખવું પણ મહત્ત્વનું છે કે દુઃખાવો નુકશાન થઈ ગયા પછી જ થાય છે.”

ચીનમાં બાઇબલ પ્રકાશિત

“ચીને છેલ્લા બે દાયકામાં પવિત્ર બાઇબલની ૨ કરોડ પ્રતો પ્રકાશિત કરી છે અને બાઇબલ ૧૯૯૦ની શરૂઆતથી દેશમાં સૌથી પ્રચલિત પુસ્તકામાંનું એક બન્યું છે,” ક્ષીનહુઆ ન્યૂઝ એજન્સી કહે છે. ચાઈનીસ એકેડમી ઓફ સોસિયલ સાયન્સીસ હેઠળના જગતના ધર્મોની સંસ્થાના પ્રાધ્યાપક ફેન્ગ જીનીયન અનુસાર, ચીનમાં દરેક ખ્રિસ્તીઓને બાઇબલની બે પ્રતો ખરીદવાનો હક્ક છે. વીસ કરતાં વધુ જુદી જુદી આવૃત્તિઓ જેમ કે “અંગ્રેજી પ્રકાશન સમેત ચીની ભાષાંતરો, પરંપરાગત અને સરળ લિપિમાં ચીની આવૃત્તિઓ, લઘુમતી વર્ગની ભાષાઓમાં અને ખિસ્સાકદ તથા પરિવહન ન કરી શકાય એવી મોટા કદમાં, એમ બંને રૂપમાં આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે.” વધુમાં, બાઇબલ વાર્તાઓ ધરાવતા ઘણાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને બાઇબલ કરતાં એનું વેચાણ વધુ થવાની શક્યતા છે. “૧૯૯૦ની શરૂઆતથી માંડીને દેશમાં સૌથી અસર ધરાવનાર પુસ્તકોની યાદીમાં બાઇબલને ૩૨મું સ્થાન મળ્યું છે,” લેખ કહે છે, પરંતુ “સામાન્ય રીતે, પશ્ચિમના લોકોની સરખામણીમાં ચીનના લોકો પર ધર્મનો પ્રભાવ ઓછો જોવા મળે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો