વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g00 ૧૦/૮ પાન ૩-૪
  • આજના સંસ્કાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આજના સંસ્કાર
  • સજાગ બનો!—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું અગાઉ બાબતો સારી હતી?
  • અસલામતી
    સજાગ બનો!—૧૯૯૮
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૦
  • બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું કરવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૯
  • પોર્નોગ્રાફી કેમ ચારે બાજુ ફેલાયેલી છે?
    સજાગ બનો!—૨૦૦૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૦
g00 ૧૦/૮ પાન ૩-૪

આજના સંસ્કાર

એપ્રિલ ૧૯૯૯ની વાત છે. અમેરિકાના કૉલરાડો રાજ્યમાં ડેન્વર શહેરની પાસે, સવારના સમયે લાંબા કાળા કોટ પહેરેલા બે છોકરાઓ લિટ્ટલનની હાઇસ્કૂલમાં ધસી ગયા અને ધડાધડ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. તેઓએ અનેક બૉમ્બ પણ ફેંક્યા. આ બનાવમાં ૧૨ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક માર્યા ગયા અને ૨૦ કરતાં વધારે લોકો ઘાયલ થયા. પછી આ ખૂનીઓએ પોતે ગોળીથી આપઘાત કરી લીધો. તેઓની ઉંમર ફક્ત ૧૭ અને ૧૮ વર્ષ હતી અને પાછળથી ખબર પડી કે શાળાના અમુક લોકો પર અણગમો હોવાને કારણે આ છોકરાઓએ આમ કર્યું હતું.

અ ફસોસની વાત છે કે હિંસાના આવા બનાવો આજે આખી દુનિયામાં સામાન્ય બની ગયા છે. આપણે દરરોજ છાપામાં, રેડિયો કે ટીવી પર એના સમાચાર સાંભળીએ છીએ. અમેરિકાના શિક્ષણ વિભાગ મુજબ, ૧૯૯૭ દરમિયાન શાળામાં હિંસાના લગભગ ૧૧,૦૦૦ બનાવો બન્યા જેમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૭ દરમિયાન, જર્મનીના હેમ્બુર્ગ શહેરમાં હિંસાના બનાવો ૧૦ ટકા વધી ગયા. એમાં ધરપકડ કરવામાં આવનારા ૪૪ ટકાની ઉંમર ૨૧ કરતાં ઓછી હતી.

હિંસા ઉપરાંત, આજે આખી દુનિયામાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. એમાં સૌથી પહેલા મંત્રીઓ અને સરકારી કર્મચારીઓનું નામ આવે છે. દાખલા તરીકે યુરોપિયન યુનિયન (ઈયુ)ના સરકારી ઑફિસરોનો વિચાર કરો. વર્ષ ૧૯૯૭માં ઈયુમાં ભ્રષ્ટાચારને કારણે યુરોપના દેશોને લગભગ ૧.૪ અબજ ડૉલરનું નુકશાન ભોગવવું પડ્યું. ઈયુના ઑફિસરો પર ભ્રષ્ટાચારના આરોપોમાં નાની મોટી લાંચ લેવાથી માંડીને મોટી મોટી સબસીડી આપવા માટે લાંચ લેવાના આરોપ સામેલ હતા. ઉપરાંત હથિયારો અને કેફી પદાર્થોની હેરાફેરી કરનારા માફિયા લોકોએ પણ આ ઑફિસરોનું મોઢું બંધ કરવા માટે મોટી લાંચ આપી હતી. ભ્રષ્ટાચારને કારણે ૧૯૯૯માં આખી ઈયુ સમિતિએ રાજીનામું આપવું પડ્યું હતું.

પરંતુ ભ્રષ્ટાચાર ફક્ત સરકારી ઑફિસરોમાં જ નહિ પણ સામાન્ય જનતામાં પણ ફેલાઈ રહ્યો છે. યુરોપમાં અનેક કંપનીઓ અને વેપારધંધા રજિસ્ટર્ડ થયા નથી અને તેઓ સરકારને કરવેરા પણ ભરતા નથી. એ જ રીતે રશિયામાં બેમાંથી એક ધંધો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો છે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં કંપનીઓએ દર વર્ષે ૪૦૦ અબજ ડૉલરનું નુકશાન ઉઠાવવું પડે છે કારણ કે તેઓના અનેક કર્મચારીઓ ચોર છે.

આજે માણસોમાં સંસ્કાર જેવું કંઈ રહ્યું જ નથી. નાનાં બાળકોને પણ વાસનાનો ભોગ બનાવવામાં આવે છે. ઇંટરનેટ પર બાળકોના નગ્‍ન ચિત્રો બતાવવામાં આવે છે. ‘બાળકોનું રક્ષણ કરો’ સંસ્થા મુજબ વર્ષ ૧૯૯૭માં ઇંટરનેટ પર એવા ચિત્રો બતાવનાર સેંકડો વેબ સાઈટો હયાત હતી અને દરરોજ મોટી સંખ્યામાં અન્ય વેબ સાઈટો ઉમેરવામાં આવે છે. આ વેબ સાઈટો એવા દેશોમાં તૈયાર કરવામાં આવે છે જ્યાં સરકાર આવા અધમ કાર્યને રોકવા માટે અસમર્થ છે.

શું અગાઉ બાબતો સારી હતી?

લોકો આ સર્વ જોઈને એટલા ત્રાસી ગયા છે કે તેઓ વીતી ગયેલા જમાનાને યાદ કરીને નિસાસા નાખે છે. તેઓ કદાચ કહે છે કે ‘અમારા બાપદાદાનો જમાનો કેટલો સારો હતો, એ સમયે લોકોમાં કેટલો પ્રેમ હતો. એ સમયે કેટલું આરામનું જીવન હતું, બધા લોકો પ્રમાણિક હતા અને બધા જ સારા માણસોને માન આપવામાં આવતું હતું. લોકો મહેનત કરતા હતા, મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરતા હતા, કુટુંબમાં બધા સંપીને રહેતા હતા અને માબાપ પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. બાળકો પણ ખેતીવાડી કે ધંધામાં મદદ કરતા હતા.’

તો પ્રશ્ન એ ઊભા થાય છે કે શું અગાઉ લોકોના સંસ્કાર સારા હતા? અથવા શું આપણે પહેલાના જમાનાને એટલો સારો ગણીએ છીએ કે એની ખરાબ બાબતો આપણી ધ્યાન પર જ નથી આવતી? ચાલો આપણે તપાસીએ કે ઇતિહાસકારો અને સમાજનો અભ્યાસ કરનારાઓનું શું કહેવું છે.

[પાન ૩ પર બોક્સ]

સારા સંસ્કાર

આ લેખોમાં “સંસ્કાર” શબ્દ માનવ સ્વભાવમાં ખરા અને ખોટા સિદ્ધાંતને લાગુ પડે છે. એમાં પ્રમાણિકતા, સત્યતા અને જાતીય તથા અન્ય બાબતોમાં સારા સંસ્કાર રાખવાનો સમાવેશ થાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો