વિભાગ ૮
ડ્રગ્સ અને આલ્કોહોલનો ફાંદો
મેરિયુવાના, કોકેઈન, ક્રેક, પોટલી. એ કેટલાક તરુણોના જીવનમાં રોક સંગીત જેટલા જ ભાગ બન્યા છે. પરંતુ તમારા સમોવડિયા ગમે તે કહેતા હોય છતાં, ડ્રગ્સ અને આલ્કોહોલ પ્રાણઘાતક ફાંદો છે. શા માટે ચોંકાવનારી સંખ્યામાં યુવાનો એમાં ફસાયા છે? અને તમે પોતે ફસાવાનું નિવારવા શું કરી શકો?