વિભાગ ૯
નવરાશનો સમય
કેટલાક વિકસતા દેશોમાં, નવરાશનો સમય જવલ્લેજ મળતો હોય છે. પરંતુ પશ્ચિમી દેશોમાં, ઘણી વાર યુવાનો પાસે એટલો બધો સમય હોય છે કે એનું શું કરવું એ તેઓ જાણતા નથી હોતા. તમારો નવરાશનો સમય આશીર્વાદ છે કે શાપ એ તમે એનો કેવો ઉપયોગ કરો છો એના પર આધાર રાખે છે. આ વિભાગમાં, આપણે એનો ફળદાયક ઉપયોગ કરવાની કેટલીક રીતો જોઈશું.