વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૪૫-૪૭
  • તહેવાર; દિવસ; ઉજવણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તહેવાર; દિવસ; ઉજવણી
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૪૫-૪૭

તહેવાર; દિવસ; ઉજવણી

ખ્રિસ્તીઓ શામાં ભાગ લે છે?

ખ્રિસ્તીઓ કયો એક ખાસ દિવસ યાદ કરવા ભેગા મળે છે?

લૂક ૨૨:૧૯; ૧કો ૧૧:૨૩-૨૬

ઈશ્વરના લોકોને ભક્તિ માટે ભેગા મળવાનું ગમે છે

પુન ૩૧:૧૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૦:૧, ૬, ૧૩, ૧૪, ૧૮-૨૭—હિઝકિયા રાજા મોટા પાયે પાસ્ખાનો તહેવાર ઊજવવાની ગોઠવણ કરે છે

ખ્રિસ્તીઓ શામાં ભાગ નથી લેતા?

જૂઠા ધર્મો સાથે જોડાયેલાં તહેવારો, પાર્ટીઓ અને ઉજવણીઓમાં ભાગ લેવો કેમ ખોટું છે?

૧કો ૧૦:૨૧; ૨કો ૬:૧૪-૧૮; એફે ૫:૧૦, ૧૧

આ પણ જુઓ: “બીજા ધર્મોના રીતરિવાજો અને શિક્ષણ”

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૩૨:૧-૧૦—ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિ કરવાના નામે એક મૂર્તિની પૂજા કરે છે. તેઓ પર યહોવાનો ક્રોધ ભડકી ઊઠે છે

    • ગણ ૨૫:૧-૯—યહોવા પોતાના લોકોને સજા કરે છે, કેમ કે તેઓ જૂઠા ધર્મના તહેવારોમાં ભાગ લે છે અને વ્યભિચાર કરે છે

શું ખ્રિસ્તીઓએ નાતાલ ઊજવવી જોઈએ?

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૨:૧-૫—ઈસુનો જન્મ એવા સમયે થાય છે જ્યારે રોમન સરકારે યહૂદીઓને પોતાના શહેરમાં જઈને નામ નોંધાવવાનો હુકમ આપ્યો હતો. યહૂદીઓ બળવાખોર હતા, એટલે લાગતું નથી કે સરકારે યહૂદીઓને કડકડતી ઠંડીમાં મુસાફરી કરવાની ફરજ પાડી હોય

    • લૂક ૨:૮, ૧૨—જ્યારે ઈસુનો જન્મ થાય છે, ત્યારે ઘેટાંપાળકો બહાર ખેતરમાં રહીને ટોળાંની સંભાળ રાખતા હતા. એ ડિસેમ્બર મહિનો ના હોય શકે, કેમ કે એ સમયે બહુ ઠંડી પડતી હતી અને ઘેટાંપાળકો બહાર ખેતરમાં રહેતા ન હતા

શું ખ્રિસ્તીઓએ જન્મદિવસ ઊજવવો જોઈએ?

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪૦:૨૦-૨૨—ઇજિપ્તનો રાજા યહોવાનો ભક્ત ન હતો. તે પોતાનો જન્મદિવસ ઊજવે છે અને એ જ દિવસે એક માણસને મારી નંખાવે છે

    • માથ ૧૪:૬-૧૧—રાજા હેરોદ ઈસુના શિષ્યોનો ખૂબ વિરોધ કરતો હતો. તે પોતાનો જન્મદિવસ ઊજવે છે અને બાપ્તિસ્મા આપનાર યોહાનને મારી નંખાવે છે

મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવેલા તહેવારો

શું ખ્રિસ્તીઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ અને એમાં જણાવેલા તહેવારો ઊજવવા જોઈએ?

રોમ ૧૦:૪; એફે ૨:૧૫

આ પણ જુઓ: ગલા ૪:૪, ૫, ૯-૧૧; હિબ્રૂ ૮:૭-૧૩; ૯:૧-૩, ૯, ૧૦, ૨૪

શું ખ્રિસ્તીઓએ સાબ્બાથ પાળવો જોઈએ?

કોલ ૨:૧૬, ૧૭

આ પણ જુઓ: નિર્ગ ૩૧:૧૬, ૧૭

રાષ્ટ્રીય તહેવાર અને જયંતી

શું ખ્રિસ્તીઓએ દેશના ઇતિહાસ સાથે જોડાયેલા દિવસોની ઉજવણીમાં ભાગ લેવો જોઈએ?

યોહ ૧૫:૧૯; ૧૮:૩૬; યાકૂ ૪:૪

આ પણ જુઓ: “સરકાર—ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી”

શું ખ્રિસ્તીઓએ એવી ઉજવણીમાં ભાગ લેવો જોઈએ, જેમાં કોઈ યુદ્ધને યાદ કરવામાં આવતું હોય અથવા સૈનિકોનું સન્માન કરવામાં આવતું હોય?

ગી ૧૧:૫; યશા ૨:૪

આ પણ જુઓ: “સરકાર—ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી” અને “યુદ્ધ”

શું ખ્રિસ્તીઓએ એવી ઉજવણીમાં અથવા જયંતીઓમાં ભાગ લેવો જોઈએ, જેમાં માણસોને માન-મહિમા આપવામાં આવતો હોય?

નિર્ગ ૨૦:૫; રોમ ૧:૨૫

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૨:૨૧-૨૩—જ્યારે લોકો હેરોદને ઈશ્વર ગણીને મહિમા આપવા લાગ્યા, ત્યારે યહોવા તેને સજા કરે છે

    • પ્રેકા ૧૪:૧૧-૧૫—જ્યારે લોકોએ બાર્નાબાસ અને પાઉલની પૂજા કરવાની કોશિશ કરી, ત્યારે તેઓ લોકોને રોકે છે

    • પ્રક ૨૨:૮, ૯—યહોવાનો દૂત પોતાની ભક્તિ સ્વીકારવાની ના પાડે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો