‘પવન આપણી સામો હોય’ ત્યારે
હોડીમાં ગાલીલનો સમુદ્ર પાર કરતા ઈસુના શિષ્યોના અનુભવનું વર્ણન કરતા, સુવાર્તાના લેખક માર્ક કહે છે, “પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે.” ઈસુએ દરિયાકિનારેથી તેઓની હાલત જોઈ, અને ચમત્કારિક રીતે સમુદ્ર પર ચાલીને તેઓ સુધી પહોંચ્યા. તે તેઓની પાસે હોડી પર ચઢ્યો; અને પવન થંભ્યો.—માર્ક ૬:૪૮-૫૧.
એ જ બાઇબલ લેખકે અગાઉ પણ ‘પવનના મોટા તોફાન’ વિષે અહેવાલ આપ્યો હતો. એ સમયે, ઈસુએ “પવનને ધમકાવ્યો . . . , અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.”—માર્ક ૪:૩૭-૩૯.
જોકે, આજે આપણને આવા ચમત્કારો જોવા મળતા નથી છતાં, આપણે એમાંથી ઘણું શીખી શકીએ. આ સંકટના સમયમાં જીવી રહેલા અપૂર્ણ માનવીઓ તરીકે, એના તોફાનની અસરો આપણા પર પણ આવે છે. (૨ તીમોથી ૩:૧-૫) હકીકતમાં, એ સમયે આપણને દુઃખ આપતી આપણી વ્યક્તિગત લાગણીઓ અત્યંત ભારે લાગી શકે. પરંતુ રાહત મળી શકે છે! ઈસુએ આમંત્રણ આપ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.”—માત્થી ૧૧:૨૮.
‘પવન આપણી સામો હોય’ ત્યારે, આપણે “મહા શાંતિ” અનુભવી શકીશું. કઈ રીતે? યહોવાહ દેવના નિશ્ચિત વચનો પર ભરોસો રાખીને.—સરખાવો યશાયાહ ૫૫:૯-૧૧; ફિલિપી ૪:૫-૭.