વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૨/૧૫ પાન ૩૨
  • પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૨/૧૫ પાન ૩૨

પ્રમાણિક રહેવાની કેટલી કિંમત?

બ્રાઝિલના એક છાપામાં મોટા અક્ષરોમાં નવાઈ પમાડતું મથાળું જોવા મળ્યું: “સરકારને ૨૦,૦૦૦ રેઆલ લેવાનો હુકમ કરવામાં આવ્યો.” એ છાપામાં લૂઍઝ આલ્વો ડૅ આરૅઝું વિષે અહેવાલ હતો. તે ત્યાંના એક ટપાલી છે, જેમણે સરકારને પોતાની જમીન વેચી હતી. સરકારને એ વેચી દીધા પછી લૂઍઝને ખબર પડી કે એની જે કિંમત હતી, એના કરતાં પણ તેને ૨૦,૦૦૦ રેઆલ (એટલે લગભગ અમેરિકાના ૮,૦૦૦ ડૉલર) વધારે ચુકવવામાં આવ્યા છે!

એ વધારાની રકમ પાછી આપવી કંઈ રમત વાત ન હતી. સરકારની ઑફિસમાં વારંવાર ધક્કા ખાધા પછી, લૂઍઝને સલાહ આપવામાં આવી કે વકીલ રાખીને બાબત થાળે પાડે. સરકારને પૈસા લેવાનો અને કોર્ટનો ખર્ચો ભરપાઈ કરવાનો હુકમ કરનાર ન્યાયાધીશે કહ્યું: “હકીકતમાં કોઈએ ભૂલ કરી હતી. તેમ જ સરકારના અટપટા નિયમો હોવાથી, એ કોઈને ખબર ન હતી કે કેવી રીતે બાબતો થાળે પાડવી. આવો કેસ તો મેં પહેલી વાર જોયો છે.”

લૂઍઝ એક યહોવાહનો સાક્ષી છે. તે સમજાવે છે: “હું બાઇબલમાંથી એવું શીખ્યો છું કે મારા હક્કનું ન હોય એ રાખવું ન જોઈએ. તેથી, એ પૈસા પાછા આપવાની મારી ફરજ હતી.”

ઘણા લોકોને એવા વલણથી નવાઈ લાગે કે એ સમજવું પણ અઘરું લાગે છે. પરંતુ, બાઇબલ બતાવે છે કે દુન્યવી અધિકારીઓ સાથે સાચા ખ્રિસ્તીઓ લેવડદેવડ કરે ત્યારે, શુદ્ધ અંતઃકરણ રાખવું તેઓ માટે બહુ જ મહત્ત્વનું છે. (રૂમી ૧૩:૫) યહોવાહના સાક્ષીઓ પોતાનું ‘અંતઃકરણ નિર્મળ રાખવા અને સઘળી બાબતોમાં પ્રામાણિક રહેવા’ સખત મહેનત કરે છે.​—હેબ્રી ૧૩:૧૮.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી અથવા બાઇબલ વિષે વધુ જાણવું હોય તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો