વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૪/૧૫ પાન ૩૨
  • આપણે ક્યારે નાસી જવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે ક્યારે નાસી જવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૪/૧૫ પાન ૩૨

આપણે ક્યારે નાસી જવું જોઈએ?

આજના જગતમાં ઘણા લોકો બહાદુરી બતાવે છે અથવા લાલચોમાં ફસાય જાય છે. ઘણી વાર જ્યારે વ્યક્તિ આ ખરાબ સંજોગોથી નાસી જાય છે ત્યારે લોકો તેમની મશ્કરી કરીને તેમને બીકણ કહે છે.

પણ, બાઇબલ સીધેસીધી રીતે કહે છે કે એ સમયે નાસી જવું એ સૌથી હોશિયાર અને હિંમતવાન પગલું છે. ઈસુએ તેમના શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે આ બાબત પર ભાર મૂકીને કહ્યું: “જ્યારે તેઓ એક નગરમાં તમારી પૂઠે લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ.” (માત્થી ૧૦:⁠૨૩) હા આપણે કહી શકીએ કે ઈસુના શિષ્યોએ, તેઓ પર જુલમ લાવનારાઓથી નાસી જવાની કોશિશ કરવાની હતી. તેઓને, લોકોને ધોકો મારી ધર્મ બદલવાનું માર્ગદર્શન મળ્યું ન હતું. એના બદલે તેઓ શાંતિના સમાચાર ફેલાવતા હતા. (માત્થી ૧૦:૧૧-૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪-૩૭) તો ગુસ્સે થવાને બદલે, ઉશ્કેરે એવી બાબતોથી ખ્રિસ્તીઓએ નાસી જવાનું હતું. એમ કરવાથી તેઓ યહોવાહ પરમેશ્વર સાથે પ્રેમાળ સંબંધ અને સારું અંતઃકરણ જાળવી રાખી શકયા.​—⁠૨ કોરીંથી ૪:૧, ૨.

પણ આ વિષે બાઇબલમાં, નીતિવચનનાં પુસ્તકમાં એક અલગ જ ઉદાહરણ આપ્યું છે. એ એક યુવાન માણસ વિષે કહે છે જે લાલચથી ફસાઈને “જેમ બળદ કસાઈવાડે જાય છે,” તેમ તે એક વેશ્યા પાછળ ચાલે છે. તેનું પરિણામ શું હતું? લાલચ પાછળ દોડવાથી તે માણસે તેનું જીવન ગુમાવ્યું.​—⁠નીતિવચનો ૭:૫-૮, ૨૧-૨૩.

જો તમારી આગળ અનૈતિક લાલચ ઊભી થાય, અથવા કંઈ પણ ભયંકર બનાવ બનવાનો હોય, તો તમે શું કરી શકો? યહોવાહના શાસ્ત્ર પ્રમાણે, તમારે નાસી જવું જોઈએ. એ ખરાબ સંજોગોથી તરત જ દૂર જતું રહેવું જોઈએ.​—⁠નીતિવચનો ૪:૧૪, ૧૫; ૧ કોરીંથી ૬:૧૮; ૨ તીમોથી ૨:⁠૨૨.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો