વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૯/૧૫ પાન ૩૨
  • લાગણીઓને કાબૂમાં રાખવા માટે મદદ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાગણીઓને કાબૂમાં રાખવા માટે મદદ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૯/૧૫ પાન ૩૨

લાગણીઓને કાબૂમાં રાખવા માટે મદદ

શુંઅમુક વખતે તમને ખરાબ લાગણીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ લાગે છે? દાખલા તરીકે, શું તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાવ છો, ચિડાઈ જાવ છો, કે નિરાશ થઈ જાવ છો? શું રોજબરોજની ચિંતાઓથી તમે સાવ દબાઈ ગયા છો? જો એમ હોય તો, તમને શામાંથી મદદ મળશે?

ચિડાઈ જવું, ગુસ્સે થવું કે હતાશ થઈ જવું એ જાણે જીવનનો જ એક ભાગ છે. પણ આપણે આવી લાગણીઓને કાબૂમાં રાખીએ છીએ ત્યારે, જિંદગીનો આનંદ માણી શકીએ છીએ. બાઇબલ કહે છે: “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.” (સભાશિક્ષક ૭:૭) આજે દુનિયામાં દરરોજ ચારે બાજુ હિંસા અને ઍક્સિડન્ટના સમાચાર સાંભળવા મળે છે. એની આપણી લાગણીઓ પર બહુ જ અસર પડે છે. તેમ છતાં, બાઇબલ જણાવે છે: “માણસ પોતાના કામમાં આનંદ અનુભવે તેથી ઉત્તમ બીજું કશું નથી.” (સભાશિક્ષક ૩:૨૨, CL) તેથી, જીવનમાં વધારે આનંદ મેળવવા આપણે સારી લાગણીઓ કેળવીએ એ બહુ જરૂરી છે. પરંતુ, આપણે સારી લાગણીઓ કેવી રીતે કેળવી શકીએ? અને દુઃખ કે નિરાશા જેવી લાગણીઓને કેવી રીતે દૂર કરી શકીએ?

આપણે મનની ખરાબ લાગણીઓને કાબૂમાં રાખવા અમુક જરૂરી પગલાં લઈ શકીએ. દાખલા તરીકે, આપણા જીવનમાં અમુક તકલીફો આવે છે જેમાંથી બહાર નીકળવાનો આપણને કોઈ રસ્તો દેખાતો નથી. એ વખતે રાત-દિવસ એની ચિંતા કરવાને બદલે આપણે રોજિંદા જીવનમાં કંઈક ફેરફાર કરીએ તો કેવું સારું! આપણે ઘરનું વાતાવરણ બદલી શકીએ. બહાર ચાલવા જઈ શકીએ. મનને ખુશ કરે એવું સંગીત સાંભળી શકીએ. કસરત કરી શકીએ. અથવા જરૂરિયાતમાં હોય એવા લોકોને મદદ કરી શકીએ. એમ કરવાથી આપણા દિલને થોડી રાહત મળશે અને કંઈક અંશે ખુશી મેળવીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

નિરાશ કરી દેતા વિચારોને દૂર કરવાની સૌથી સારી રીત એ છે કે આપણે સરજનહાર પર પૂરો ભરોસો મૂકીએ. મનમાં સતત આવા વિચારો આવતા હોય ત્યારે, આપણે પ્રાર્થના દ્વારા આપણી ‘સર્વ ચિંતા પરમેશ્વર પર નાખી’ દેવી જોઈએ. (૧ પીતર ૫:૬, ૭) બાઇબલ આપણને ખાતરી આપે છે: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ પરમેશ્વર છે, અને ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૮, ૧૯) આપણે કઈ રીતે પૂરી ખાતરી રાખી શકીએ કે પરમેશ્વર આપણા “બેલી અને મુક્તિદાતા” છે? (ગીતશાસ્ત્ર ૪૦:૧૭, CL) એ માટે આપણે બાઇબલ વાંચીને એના પર મનન કરીએ. એમ કરવાથી આપણે જોઈ શકીશું કે પરમેશ્વરે તેમના ભક્તોની કેવી સંભાળ રાખી હતી. એનાથી આપણને પૂરી ખાતરી મળે છે કે યહોવાહ ચોક્કસ આપણી સંભાળ રાખશે જ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો